________________
(૪૪) જ્ઞાનાચારથી પવિત્ર આચાર્ય ભગવંતને નમઃ સૂત્ર અને અર્થનું અપ્રમત્તપણે અધ્યયન કરી આઠ પ્રકારના જ્ઞાનાચારની આરાધના કરવા-કરાવવામાં આચાય ભગવંતો પ્રમાદ સેવતા નથી. (૪૫) દર્શનાચારથી પવિત્ર આચાર્યભગવંતને નમઃ આઠ પ્રકારના દર્શનાચારની આરાધના કરવાપૂર્વક તેની આરાધના કરાવવા દ્વારા આચાર્યભગવંતો અનેક જાવોને સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં પ્રબળ કારણ બને છે.
(૪૬) ચારિત્રાચારથી પવિત્રઆચાર્યભગવંતનેનમઃ અપ્રમત્તપણે ખૂબ જ કઠોરપણે સ્વયં સમ્યક્ ચારિત્રનું આરાધન કરી પોતાના શિષ્યાદિવર્ગને પણ તેમાં કઠોર રીતે પ્રવર્તાવ છે.
(૪૭) તપાચારથી પવિત્ર આચાર્ય ભગવંતને નમઃ બાહ્ય અને અત્યંતર એવા તપની આરાધના કરવા-કરાવવામાં નીરત
૫૧
-
સાવદ્યભાષાનો ત્યાગ કરી નિરવદ્યવચન જ બોલનારા આચાર્ય ભગવંતો બીજી સમિતિમાં ઉપયોગવાળા હોય છે. (૫૧) એષણાસમિતિમાં ઉપયોગવંત આચાર્ય ભગવંતને નમઃ
સંયમની સાધના માટે આવશ્યક એવા આહારાદિસંબંધી દોષોનો સર્વથા પરિહાર કરનારા આચાર્ય ભગવંતો ત્રીજ સમિતિના પાલનમાં ઉદ્યત હોય છે. (૫૨) આદાનĒડમત્તનિક્ષેપણાસમિતિમાં ઉપયોગવંત આચાર્ય ભગવંતને નમઃ
રત્નત્રયીની સાધનામાં ઉપયોગી વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને લેતાં કે મૂકતાં ભૂમિ વગેરેની પ્રમાર્જનાને કરનારા આચાર્ય ભગવંતો ચોથી સમિતિના પાલનમાં પ્રયત્નશીલ હોય છે. (૫૩) પારિષ્ઠાપનિકાસમિતિમાં ઉપોગવંત
આચાર્ય ભગવંતને નમઃ
૫૩
એવા આચાર્ય ભગવંતો પોતાના આત્માને પરમાત્મા બનાવે છે.
(૪૯) વીર્યાચારથી પવિત્ર આચાર્ય ભગવંતને નમઃ જ્ઞાનાદિની આરાધનામાં પોતાના મન-વચન અને કાયાના સામર્થ્યને નહિ છુપાવનારા આચાર્ય ભગવંતો અચિંત્ય સામર્થ્યના આશ્રય બને છે. (૪૯) ઇર્ષ્યાસમિતિમાં ઉપયોગવંત આચાર્ય ભગવંતને નમઃ
રત્નત્રયીની સાધના માટે માર્ગે જતાં-આવતાં સાડા ત્રણ હોધ પ્રમાણ જગ્યાને ઉપયોગપૂર્વક જોઇને જ ભૂમિ ઉપર પગ મૂકનારા આચાર્ય ભગવંતો પ્રથમ સમિતિમાં ઉપયોગવાળા હોય છે, (૫૦) ભાષાસમિતિમાં ઉપયોગવંત આચાર્ય ભગવંતને નમઃ
આવશ્યક બને ત્યારે ઉપયોગપૂર્વક હિતકારક અને પ્રમાણોપેત સર્વથા
૫૨
અવશ્ય પરિહાર કરવા યોગ્ય વસ્ત્રાદિ કે મલ-મૂત્રાદિ; સર્વથા જીવજંતુરહિત નિરવઘ ભૂમિમાં પવનારા આચાર્ય ભગવંતો પાંચમી સમિતિમાં ઉપયોગવાળા હોય છે.
(૫૪) મનોગુપ્તિનું પાલન કરનારા આચાર્ય ભગવંતને નમઃ
આર્ત્ત કે રૌદ્ર ધ્યાનાદિ દુષ્ણનનો સર્વથા ત્યાગ કરી મનને શુભ ધ્યાનમાં સર્વદા સ્થિર રાખનારા આચાર્ય ભગવંતો પ્રથમ ગુપ્તિનું પાલન કરે છે. (૫૫) વચનગુપ્તિનું પાલન કરનારા આચાર્ય ભગવંતને નમઃ
પ્રસંગ વિના નિરવઘ પણ વચનને નહિ બોલનારા આચાર્ય ભગવંતો વચનયોગથી અપ્રશસ્ત પ્રવૃત્તિને સર્વથા રોકી રાખે છે.
(૫૬) કાયગુપ્તિનું પાલન કરનારા આચાર્ય ભગવંતને નમઃ
૫૪