________________ રત્નત્રયીની સાધનામાં લીન રહેનારા સાધુ ભગવંતોનું ચિત્ત વિષયકષાયની પરિણતિથી રહિત હોવાથી અત્યંત નિર્મળ હોય છે. (102) વિશુદ્ધ રીતે વસ્ત્રાદિની પ્રતિલેખના કરનારા સાધુ ભગવંતને નમઃ રત્નત્રયીની વિશુદ્ધ આરાધનામાં પોતાની શાસ્ત્રવિહિત પણ કોઇ પણ પ્રવૃત્તિથી કોઇ પણ જીવની હિંસા થાય નહિ-એનો સતત ઉપયોગ રાખનારા સાધુ ભગવંતો વસ્ત્રાદિ ઉપકરણોની ખૂબ જ ઉપયોગ રાખી પ્રતિલેખના કરે છે. (103) સંયમયોગમાં સદૈવ પ્રવર્તનારા સાધુ ભગવંતને નમ: સંયમની સાધનામાં નિદ્રા-વિકથાદિ પ્રમાદનો ત્યાગ કરી સાધુ ભગવંતો પાંચ સમિતિ અને ત્રણ-ગુપ્તિનો આદર કરી સંયમના દરેક યોગમાં પ્રવર્તે છે. (104) અકુશલ મનનો વિરોધ કરનારા સાધુ ભગવંતને નમઃ (105) અકુશલ વચનનો નિરોધ કરનારા સાધુ ભગવંતને નમઃ (106) અકુશલ કાયાનો નિરોધ કરનારા સાધુ ભગવંતને નમઃ અપ્રશસ્ત-સંસારમાં ભટકાવનારમન, વચન અને કાયાની અકુશલ પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરી સાધુ ભગવંતો સર્વદા કુશલ યોગોમાં પ્રવર્તે છે. (107) શીતાદિ પરીસહોને સહન કરનારા સાધુ ભગવંતને નમઃ સંસારના સુખના તીવ્ર રાગે અને દુ:ખના તીવ્ર દ્વેષે ભૂતકાળમાં બાંધેલા કર્મની એકમાત્ર નિર્જરા માટે સાધુ ભગવંતો ક્ષુધા તૃષા શીત ઉષ્ણ... વગેરે બાવીશ પરિષહોને નિરંતર સહન કરવામાં પ્રયત્નશીલ હોય છે. 67 (108) ઉપસર્ગને સહન કરનારા સાધુભગવંતને નમ: ભૂતકાળના તીવ્ર નિકાચિત અશુભ કર્મના ઉદયે સાધુ ભગવંતોને જ્યારે દેવતિર્યંચસંબંધી ઉપસર્ગો આવે ત્યારે; ખંધકમુનિ; ગજસુકુમાલમુનિ, મેઘકુમારમુનિ, મેતારજમુનિ વગેરે મહાત્માઓની જેમ ખૂબ જ સમતાપૂર્વક સહન કરે છે. આ રીતે પંચપરમેષ્ઠી ભગવંતોના 108 ગુણોનું પરિભાવન કરી નમસ્કારમંત્રનું પરમતારક સ્મરણ કરવામાં આવે તો ચિત્તની સ્થિરતા સહજપણે પ્રાપ્ત કરાશે. 69