________________
વધને સાધુ ભગવંતો મન-વચન-કાયાથી કરતા નથી, કરાવતા નથી અને કરતાને
સારા માનતા નથી. (૮૩) સર્વથા મૃષાવાદથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમઃ
કોઇ પણ સંયોગાદિને આધીન બની ત્રિવિધ ત્રિવિધ અસત્યભાષણથી
સાધુ ભગવંતો સર્વથા દૂર રહે છે. (૮૪) સર્વથા અદત્તાદાનની પ્રવૃત્તિથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમઃ
સંયમની સાધના માટે આવશ્યક એવાં ઉપકરણો પણ પૂછ્યા વિના નહિ લેનારા સાધુ ભગવંતો કોઇ પણ અદત્તને
ગ્રહણ કરતા નથી. (૮૫) સર્વથા મૈથુનથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમઃ
સાધુ ભગવંતો; દેવતા, મનુષ્ય કે તિર્યંચ સંબંધી સ્ત્રીઓના સ્પર્શાદિથી
સર્વથા દૂર રહી ચોથા મહાવ્રતનું વિશુદ્ધ
પણે પાલન કરે છે. (૮૬) સર્વથા પરિગ્રહથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમ:
ધન ધાન્ય ક્ષેત્રો... વગેરે બાહ્ય અને મિથ્યાત્વ વગેરે અત્યંતર પરિગ્રહનો સર્વથા ત્યાગ કરી સાધુ ભગવંતો સંયમનાં
ઉપકરણો પ્રત્યે પણ મમત્વ કરતા નથી. (૮૭) સર્વથા રાત્રિભોજનથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમઃ
કોઇ પણ સંયોગોમાં સાધુ ભગવંતો રાત્રિદરમ્યાન ચાર આહારને વાપરતા નથી. (૮૮) પૃથ્વીકાય જીવોની રક્ષા કરનારા સાધુ
ભગવંતને નમઃ (૮૯) અપૂકાય જીવોની રક્ષા કરનારા સાધુ
ભગવંતને નમઃ (૯૦) તેઉકાય જીવોની રક્ષા કરનારા સાધુ
ભગવંતને નમ:
૬૩
૬૪
(૯૧) વાઉકાય જીવોની રક્ષા કરનારા સાધુ
ભગવંતને નમઃ (૯૨) વનસ્પતિકાય જીવોની રક્ષા કરનારા સાધુ
ભગવંતને નમઃ (૯૩) ત્રસકાય જીવોની રક્ષા કરનારા સાધુ ભગવંતને નમઃ
પોતાની અનુકૂળતા માટે કોઇ પણ જીવને જાણતાં કે અજાણતાં દુ:ખ ન પડેએનો ખ્યાલ રાખી સાધુ ભગવંતો પોતાની બધી જ પ્રવૃત્તિઓ જયણાપૂર્વક
કરતાં “છ” કાય જીવોની રક્ષા કરે છે. (૯૪) સ્પર્શનેન્દ્રિયનો નિગ્રહ કરનારા સાધુ
ભગવંતને નમઃ (૯૫) રસનેન્દ્રિયનો નિગ્રહ કરનારા સાધુ
ભગવંતને નમઃ (૯૬) ઘ્રાણેન્દ્રિયનો નિગ્રહ કરનારા સાધુ
ભગવંતને નમઃ (૭) ચક્ષુ-ઇન્દ્રિયનો નિગ્રહ કરનારા સાધુ
ભગવંતને નમઃ
(૯૮) શ્રવણેન્દ્રિયનો નિગ્રહ કરનારા સાધુ ભગવંતને નમઃ
પાંચેય ઇન્દ્રિયોના અનુકૂળ કે પ્રતિકૂળ એવા શબ્દ રૂપ ગંધ રસ કે સ્પર્શ વગેરેના વિકારોમાં પોતાની ઇન્દ્રિયોને
સાધુ ભગવંતો જોડતા નથી. (૯૯) લોભનોનિગ્રહ કરનારા સાધુ ભગવંતને નમ:
સર્વ પાપના મૂળભૂત લોભનો સર્વથા નિગ્રહ કરનારા સાધુ ભગવંતો પોતાના મનને ખૂબ જ સારી રીતે
વિષયાભિલાષથી દૂર રાખતા હોય છે. ( ૧O) ક્ષમાને ધારણ કરનારા સાધુ ભગવંતને નમઃ
મરણાંત કષ્ટના પ્રસંગે પણ કષાયને પરવશ બન્યા વિના કોઇ પણ જાતનો પ્રતિકાર કર્યા વિના પાપના તીવ્ર ઉદયે આવેલા
અનિષ્ટને સાધુ ભગવંતો સહન કરે છે. (૧૦૧) ચિત્તની નિર્મળતાને ધારણ કરનારા સાધુ
ભગવંતને નમ:
૬૫