________________
જોયા પછી પણ એને સુંદર, મનોહર, રમણીય અને લાવણ્યમય જોનારા ખરેખર જ મોહથી અંધ બન્યા છે. અનંતોપકારી શ્રી જિનેશ્વરદેવોનાં પરમતારક વચનોથી મોહના અંધાપાને દૂર કરી અપવિત્ર એવા આ શરીરની મમતાને દૂર કરી જેઓ શ્રી સનકુમાર ચક્રવર્તી વગેરે પવિત્ર આત્માઓની જેમ આત્મકલ્યાણને સાધે છે તેઓ ખરેખર જ પરમવંદનીય છે.
[ (૭) આશ્રવભાવના ]
બાર ભાવનાઓમાં સાતમી “આશ્રવ’ ભાવના છે. શુદ્ધ સ્ફટિકની જેમ અત્યંત નિર્મળ એવા જીવની મલિનતાનું એકમાત્ર કારણ કર્મ છે. તલાવાદિમાં પાણી આવવાનાં દ્વારોની જેમ જે દ્વારોથી જીવને કર્મનો યોગ થાય છે એ દ્વારોને આશ્રવ કહેવાય છે. મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગ : આ ચાર મુખ્ય આશ્રવો છે. એ ચાર અને આહારાદિ સંજ્ઞાને ગણતાં, પૂર્વે
પાંચ આશ્રવો જણાવ્યા છે. ‘નવતત્ત્વમાં આશ્રવતત્ત્વના ૪૨ ભેદો જણાવ્યા છે. પાંચ ઇન્દ્રિયો, ચાર કષાયો, પ્રાણાતિપાત, અસત્ય અને ચોરી વગેરે પાંચ અવિરતિ, મન-વચન અને કાયાના ત્રણ યોગ અને પચીસ(૨૫) અસન્ક્રિયાઓ : આ રીતે બેંતાલીશ(૪૨) આશ્રવના ભેદો છે. શ્રી આચારાંગસૂત્રમાં વર્ણવ્યા મુજબ જીવની અયોગ્યતાના કારણે એના માટે સંવરનાં સ્થાનો પણ આશ્રયસ્થાનો બની જાય છે. તેથી જેટલાં સંવરસ્થાનો છે એટલાં આશ્રયસ્થાનો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે જે દ્વારોથી કર્મનું આગમન થાય છે તે બધાં જ આશ્રવ છે. ઉપર જણાવેલાં આશ્રયસ્થાનોમાં મિથ્યાત્વ અને અવિરતિ : આ બે આશ્રવો તો ખૂબ જ ખરાબ છે. શ્રી વીતરાગ પરમાત્માનાં પરમતારક વચનો ઉપર શ્રદ્ધા ન થવા દે - એ મિથ્યાત્વનો પ્રભાવ છે અને અવિરતિના આશ્રવના કારણે જીવને મોક્ષના
સાધનભૂત રત્નત્રયીની પ્રાપ્તિ થતી નથી. કષાયોમાં પણ અનંતાનુબંધી વગેરે પ્રથમ ત્રણ કષાયો તો ખૂબ જ ખરાબ છે. સંજવલનના પણ કષાયોના ઉદયને આધીન થઇએ તો સર્વવિરતિધર્મની પ્રાપ્તિ પછી પણ જીવ તેને હારી જાય છે. ઉપશમશ્રેણીથી જીવના પતનનું કારણ પણ એ કષાય છે. આ રીતે આશ્રવભાવનાનું પરિભાવન કરવાપૂર્વક સર્વથા આશ્રવરહિત બનીને અનંતાનંત આત્માઓ સર્વથા દુ:ખરહિત બન્યા છે. વર્તમાનમાં સર્વથા આશ્રવરહિત બનવાનું આપણા માટે શક્ય નથી. પરંતુ અપ્રશસ્ત આશ્રવોને રોકવાનું આપણા માટે અશક્ય નથી.
( (૮) સંવરભાવના )
પૂર્વે જણાવેલા બેતાલીશ (૪૨) પ્રકારના આશ્રવોને રોકવાની ક્રિયાને સંવર કહેવાય છે. સંવરથી નવા કર્મનો બંધ થતો નથી. સારામાં સારી કર્મોની નિર્જરા થતી હોય તો પણ જો નવા
કર્મનો બંધ અટકે નહિ, તો જીવ કર્મરહિત બની શકતો નથી. સર્વથા કર્મરહિત અવસ્થાને પ્રાપ્ત કરવા નિર્જરાની જેમ સંવર પણ અનિવાર્ય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિષહો, દશ પ્રકારનો સાધુધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર : આ સત્તાવન (૫૭) ભેટવાળા સંવરથી નવા કર્મના બંધને નિવારી શકાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિસ્વરૂપ અષ્ટ પ્રવચન માતા પ્રસિદ્ધ છે. (૧) ક્ષુધા (૨) તૃષા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશ (૬) અચલ (૭) અરતિ (૮) સ્ત્રી (૯) ચર્યા (૧૦) નૈષેલિકી (૧૧) શપ્યા (૧૨) આક્રોશ (૧૩) વધ (૧૪) યાચના (૧૫) અલાભ (૧૬) રોગ (૧૭) તૃણસ્પર્શ (૧૮) મલ (૧૯) સત્કાર (૨૦) પ્રજ્ઞા (૨૧) અજ્ઞાન અને (૨૨) સમ્યકત્વ : આ બાવીશ પરિષહો છે. (૧) ક્ષમા (૨) મૃદુતા (૩) સરળતા (૪) નિલભતા (૫) તપ (૬) સંયમ (૭) સત્ય (૮) શૌચ (૯) નિષ્પરિગ્રહતા અને
૧૭
૧૮