________________
(૧૦) બ્રહ્મચર્ય : આ દશ પ્રકારનો યતિધર્મ છે. અનિત્યાદિ બાર ભાવનાઓ તથા (૧) સામાયિક (૨) છેદોપસ્થાપનીય (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂક્ષ્મસં૫રાય અને (૫) યથાખ્યાત : આ પાંચ ચારિત્ર છે. સત્તાવન પ્રકારના આ સંવરનું સ્વરૂપ નવતત્વમાં તેમ જ યોગશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે. સંવરતત્ત્વના ભેદ-પ્રભેદોમાં કેટલાક ભેદપ્રભેદો બે વાર આવ્યા છે. તે, તે તે ભેદપ્રભેદોની પ્રધાનતા જણાવવા માટે છે. શુદ્ધ નિરતિચાર શ્રી સાધુધર્મની પ્રાપ્તિ વિના આ બધાં સંવરસ્થાનોની પ્રાપ્તિ થતી નથી. પરંતુ ગૃહસ્થપણામાં પણ પોતાની યોગ્યતા મુજબ શક્તિ અનુસાર ઉપર જણાવેલાં સંવરસ્થાનોને સેવ્યા વિના લોકોત્તર શુદ્ધ ચારિત્રધર્મની પ્રાપ્તિ શક્ય નથી. શક્તિ અનુસાર સંવરસ્થાનોને સેવવાપૂર્વક સંવરભાવનાની પરિભાવનાથી ક્રમે કરીને જીવ સર્વ સંવરભાવસ્વરૂપ શૈલેશી અવસ્થાને પામી સર્વ કર્મથી રહિત બને છે.
(૯) નિર્જરાભાવના ) અનાદિકાળથી મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિના કારણે જીવને કર્મબંધ થતો આવ્યો છે. ભવોભવનાં સંચિત એ કર્મોના વિયોગને ‘નિર્જરા’ કહેવાય છે. આમ તો આ નિર્જરા એક જ પ્રકારની છે, પરંતુ એના સાધનભૂત તપના બાર ભેદના કારણે નિર્જરા બાર પ્રકારની છે. એટલે પરમાર્થથી તો નિર્જરાભાવનાના પરિભાવન માટે તપના બાર પ્રકારની જ પરિભાવના કરવી જોઇએ. (૧) અનશન (૨) ઊણોદરી (૩) વૃત્તિસંક્ષેપ (૪) રસત્યાગ (૫) કાયક્લેશ અને (૬) સંલીનતા - આ છ પ્રકાર બાહ્યતાના છે. અમુક સમય સુધી અથવા જીવીએ ત્યાં સુધી, આહારનો ત્યાગ કરવો તેને અનશન' કહેવાય છે, જે ઉપવાસાદિ અનેક પ્રકારનું છે. ભૂખ કરતાં ઓછું વાપરવું તેને ‘ઊણોદરી’ કહેવાય છે. વાપરવા સંબંધી દ્રવ્ય,
૧૯
ક્ષેત્ર અને કાલાદિનું નિયત પ્રમાણ કરવું તે ‘વૃત્તિસંક્ષેપ' છે. દૂધ-દહીં વગેરે છે વિગઇઓમાંથી કોઇ પણ વિગઇના ત્યાગને રસત્યાગ’ કહેવાય છે. આતાપના લેવી, કાઉસ્સગ્ન કરવા માટે ઊભા રહેવું અને લોચાદિ કષ્ટ વેઠવા વગેરેને “કાયક્લેશ’ કહેવાય છે. અપ્રશસ્ત ઇન્દ્રિયાદિને રોકવાની ક્રિયાને ‘સંલીનતા' કહેવાય છે. આ જ પ્રકારનો બાહ્યતા અત્યંતર તપનું કારણ છે. (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) કાયોત્સર્ગ - આ છ પ્રકાર અત્યંતર તપના છે. આલોચના વગેરે દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત' છે. જ્ઞાનવિનયાદિ સ્વરૂપ સાત પ્રકારનો ‘વિનય’ છે. પૂ. આચાર્યાદિ દશની વૈયાવચ્ચ સ્વરૂપ ‘વૈયાવચ્ચ’ તપ દશ પ્રકારનો છે. વાચનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય' છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ – આ ચાર પ્રકારના ધ્યાનમાંથી ધર્મ અને શુક્લ ધ્યાનના ભેદથી બે
પ્રકારનો ધ્યાન' સ્વરૂપ અત્યંતર તપ છે. દ્રવ્યથી કાયા વગેરેનો ત્યાગ કરવો અને ભાવથી કષાય વગેરેનો ત્યાગ કરવો તેને “કાયોત્સર્ગ કહેવાય છે; જે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે. આ પ્રમાણે છત્રીશ ભેદો, અત્યંતર તપના છ ભેદોના છે. સુવિહિત પૂ. ગીતાર્થ ભગવંતો પાસેથી તપના યથાર્થ સ્વરૂપને જાણી પોતાની શક્તિ અનુસાર આ તપની આરાધનાથી શ્રી દઢપ્રહારી વગેરે મહાત્માઓની જેમ જીવો શ્રી સિદ્ધપદને પ્રાપ્ત કરે છે.
બોધિદુર્લભભાવના
અનંતજ્ઞાની શ્રી તીર્થંકરદેવોએ સમ્યગુદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્યફચારિત્રને મોક્ષના ઉપાય તરીકે વર્ણવ્યા છે. એમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જીવને સમ્યજ્ઞાન કે સમ્યફચારિત્રની પ્રાપ્તિ ક્યારે પણ થતી નથી. સમ્યગુદર્શનની વિદ્યમાન અવસ્થામાં જ જ્ઞાન અને
૨૧
૨ ૨