________________
ચારિત્ર સમ્યકુ હોય છે. મોક્ષસાધક એ ઉપાયોમાં પ્રાપ્તિની અપેક્ષાએ સમ્યગ્દર્શન સૌથી પહેલું છે. આ સંસારમાં મનુષ્યજન્મ, આર્યદેશ, આર્યકુળ, આર્યજાતિ, રાજયાદિ સુખો અને દેવલોકનાં સુખો પુણ્યના યોગે આ જીવને અનંતીવાર મળે છે. ચરમાવર્તમાં પણ જે જીવો હજુ સુધી આવ્યા નથી, એવા જીવોને પણ એ બધી સામગ્રી અકામનિર્જરાથી સુલભ છે. જયારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ખરેખર જ અતિદુર્લભ છે. અદ્ધ પુદ્ગલપરાવર્તકાળથી અધિકકાલ સુધી જે જીવોને આ સંસારમાં રખડવાનું બાકી છે, એવા જીવોને તો કોઇ પણ સંયોગોમાં શ્રી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી જ નથી. માત્ર અદ્ધપુદ્ગલપરાવર્તકાળ અથવા તેથી ઓછો કાળ જે જીવોને સંસારમાં રહેવાનું છે એવા જીવોને જ તેવા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયથી તેની પ્રાપ્તિ થાય છે. માત્ર અંતર્મુહુર્ત જેટલો કાળ પણ આ સમ્યગ્દર્શન મળી જાય તો આ
જીવ વધારેમાં વધારે અદ્ધપગલપરાવર્તકાળમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. નરક અને તિર્યંચગતિને સર્વથા નિવારનારું આ સમ્યગ્દર્શન મોક્ષમાં ન જઇએ ત્યાં સુધી સંસારમાં પણ જીવની દુ:ખી અવસ્થાના વિરહને કરનારું છે. અનંત-જ્ઞાનીઓના પરમતારક વચનથી શ્રી સમ્યગુ-દર્શનના ઉપાયોને જાણીને એને મેળવવાનું મન થઇ જાય તો દુર્લભ એવું આ સમ્યગ્દર્શન આપણા માટે સુલભ થઇ જાય.
‘શાંત-સુધારણા'દિ ગ્રંથોમાં બાર ભાવનાઓમાં ‘બોધિ દુર્લભ ભાવનાના સ્થાને ધર્મભાવના’નો ઉલ્લેખ છે. એ ભાવનામાં ધર્મની ઉત્તમતા અને તેના પ્રભાવનું ચિંતન કરાય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનને પ્રાપ્ત કર્યા પછી પરમ અતિશયના નિધાન શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલો લોકોત્તર ધર્મ જ અનંત સુખનું કારણ છે. નિયમિતપણે સૂર્યચંદ્રનું ઉદય પામવું, સમુદ્રનું મર્યાદામાં રહેવું અને આલંબન
૨૪
વિનાની પૃથ્વીનું ટકી રહેવું ઇત્યાદિ નિયતભાવો પણ ધર્મને આધીન છે... ઇત્યાદિ અર્થનું પરિભાવન ધર્મભાવનામાં કરાય છે.
[ (૧૧) લોકસ્વરૂપભાવના)
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ : આ પાંચ દ્રવ્યોના આધારને લોક કહેવાય છે. ચૌદરાજ પ્રમાણ આ લોકાકાશ સંખ્યાતીત યોજન પ્રમાણ છે. એક રાજનું પ્રમાણ અસંખ્યાત યોજન છે. એવા ચૌદ રાજ પ્રમાણ આ લોકમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સર્વત્ર છે તેમ જ દારિકાદિ પુગલો પણ સર્વત્ર છે. કર્મના યોગે નવાં નવાં પુદ્ગલોને ગ્રહણ કરી આ ચૌદરાજમાં સર્વત્ર આ જીવે નવાં નવાં સ્વરૂપને ધારણ કર્યા છે. કર્મને વશ બની નવા નવા વેષને ભજવવા માટે જીવોની રંગભૂમિ સ્વરૂપ આ ચૌદ રાજલોક છે. એમાં એક પણ પ્રદેશ એવો નથી કે જયાં આ જીવે
અનંતીવાર જન્મ-મરણ કર્યા ન હોય. છતાં આ લોકમાં શુભ કે અશુભ સ્થાનને પામી હજુ પણ આ જીવ હર્ષ અને વિષાદને ધારણ કરે છે, જેથી અનાદિકાળથી ચાલતા આ ભ્રમણથી જીવનો છૂટકારો થતો નથી. કર્મપરવશ આ જીવે અનંતીવાર તે તે સ્થાનોમાં રહેલાં શુભાશુભપુગલોને ગ્રહણ કર્યા હોવા છતાં એ પુગલોની પ્રાપ્તિથી જીવ વારંવાર રાગ અને દ્વેષને આધીન બને છે. આવી સ્થિતિનો વિચાર કરી તે તે સ્થાનોની તેમજ તે તે સ્થાનોમાં રહેલાં પુગલોની પ્રાપ્તિને કર્મના શુભાશુભ વિપાકરૂપે ચિંતવીએ તો કર્મને દૂર કરવાનું મન થયા વિના નહિ રહે અને ત્યારબાદ અનંતજ્ઞાનીઓની પરમતારક આજ્ઞાનુસાર કર્મક્ષયના ઉપાયોને આરાધી આ લોકના અગ્રભાગે શાશ્વત નિવાસને કરી શકીએ. આ લોકની વિષમસ્થિતિને દૂર કરવા અને લોકમાંના સર્વશ્રેષ્ઠ એ મોક્ષસ્થાનને પ્રાપ્ત કરવા માટે આ ‘લોકસ્વરૂપ' ભાવનાનું પરિભાવન છે.
૨૫
૨૬