________________
(૧૨) ધર્મસ્વાખ્યાતભાવના
શ્રી ‘પ્રશમતિ' ગ્રંથમાં સૂત્રકાર પરમર્દિ શ્રી ઉમાસ્વાતિ મહારાએ આ બારમી ભાવનાનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે “રાગાદિ અત્યંતર શત્રુઓના સમુદાયને જીતનારા શ્રી જિનેશ્વરદેવોએ જગતના જીવોના હિત માટે ધર્મ ઉપદેશ્યો છે. જે જીવો આ લોકોત્તર ધર્મમાં લીન થાય છે તેઓ લીલાપૂર્વક સંસારસાગરને તરી જાય છે.” સૂત્રકાર પરમર્ષિએ આ એક શ્લોકમાં ઘણી માર્મિક વાર્તા જણાવી છે. આ સંસારમાં જગતના જીવોનું હિત કરનાર એક ધર્મ જ છે.એ ધર્મ પણ રાગાદિ દોષોથી સર્વથા રહિત બનેલા શ્રીતીર્થંકર ભગવંત ઉપદેશ્યો છે. અને એની આરાધનામાં લીન થવાથી સંસારસમુદ્રને તરી જવાય છે. આ વાન જેઓ સારી રીતે સમજે છે; તેઓ એ વસ્તુ પણ સારી રીતે સમજી શકે છે કે, જે ધર્મથી વર્તમાનમાં કે પરિણામે જીવોનું હિત થતું નથી
૨૭
ચાર પ્રકારના ધર્મની આરાધનામાં લીન બનેલા વો સંસારસમુદ્રને લીલાપૂર્વક તરી જાય છે.” આ વાતને જણાવીને સૂત્રકાર પરમર્ષિએ ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ધર્મથી સંસારસમુદ્ર તરાય નહિ અથવા સંસારસમુદ્ર તરવાની ભાવના પણ ન જાગે એ ધર્મ વસ્તુતઃ ધર્મ જ નથી. આ કલિકાલમાં પણ શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલા પરમનાક ધર્મને યથાર્થપણે પ્રરૂપનારા પૂ. આચાર્યભગવંતાદિ પરોપકારી ગુરુદેવનો જે જીવોને સુંદર યોગ પ્રાપ્ત થયો છે; તે જીવો ખરેખર જ પુણ્યસંભારને લઇને આવ્યા છે - એમાં કોઇ શંકા નથી.
(૧૩) મૈત્રીભાવના
અનિત્યાદિ બાર ભાવનાઓની જેમ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય : આ ચાર ભાવનાઓ ધર્મધ્યાનની સ્થિરતા માટે શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશી છે. “કોઇ પણ જીવો
૨૯
કે થવાનું નથી એ વસ્તુતઃ ધર્મ નથી પરંતુ ધર્માભાસ છે. આવા અહિતકર ધર્મના ઉપદેશકોએ સ્વ-પરનું ઘણું જ અહિત કર્યું છે. રાગાદિ દોષોથી સર્વથા મુક્ત બન્યા પછી જ શ્રી જિનેશ્વરદેવોએ હિતકર ધર્મને ઉપદેશ્યો છે. તેથી સમજી શકાય છે કે વસ્તુતઃ સ્વતંત્રપણે હિતકર ધર્મના સાચા ઉપદેશકો શ્રી વીતરાગપરમાત્માઓ જ છે. રાગાદિને આધીન બનેલા ગમે તેટલાં સમર્થ શાની હોય તોપણ તેઓ સ્વ-પરના કલ્યાણને કરનારા ધર્મનો સ્વતંત્રપણે ઉપદેશ કરવા સમર્થ નથી જ, પરંતુ શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા ધર્મની પ્રરૂપણા કરવાના સાચા અધિકારી પણ તેઓ બની શકતા નથી. માન-સન્માનના અર્થી બનેલા ધર્મોપદેશકોએ ઇર્ષ્યા અસૂયાદિ દોષોના કારણે લોકોત્તર ધર્મની જે વિડંબના કરી છે તેને આપણે વર્તમાનમાં જોઇ જ રહ્યા છીએ. ‘શ્રી અરિહંત પરમાત્માઓએ ઉપદેશેલા દાન, શીલ, તપ અને ભાવ સ્વરૂપ
૨૮
પાપ ન કરે, દુ:ખી ન થાય, આ સમગ્ર જગતના જીવો કર્મથી રહિત બની અનંત સુખને પામે આવી ભાવનાને મૈત્રીભાવના કહેવાય છે. “સર્વ જીવોને સુખ પ્રાપ્ત થાય એવી ભાવનાવાળાને એ વસ્તુનો સારી રીતે ખ્યાલ છે કે આ સંસારમાં દુઃખની પ્રાપ્તિનું કારણ પાપ છે. દુઃખના નાશની ઇચ્છા કરનારે સૌથી પહેલાં પાપના નાશની ઇચ્છા કરવી જોઇએ. પાપ ચાલુ હોય ત્યાં સુધી દુઃખનો વિનાશ શક્ય નથી. તેથી મૈત્રીભાવનાથી ભાવિત થવા માટે સૌથી પહેલાં કોઇ પણ જીવ પાપ ન કરે એવી ઇચ્છા કરી છે અને ત્યારબાદ કોઇ પણ જીવો દુ:ખી ન થાય એવી ઇચ્છા કરી છે. પરંતુ જ્યાં સુધી આ સંસારથી જીવો મુક્ત નહિ થાય ત્યાં સુધી સંસારમાં પાપ કર્યા વિના જીવો રહી શકવાના નથી અને એના યોગે જીવો દુ:ખી થવાના જ છે; તેથી બધા જીવોને સુખી જેવાની ભાવનાવાળા ‘આ સંસારથી બધા જીવો મુક્ત
૩૦