________________
બને' એવી ઇચ્છાને કરે છે. આ રીતે મૈત્રી ભાવનાથી ભાવિત આત્માઓ સ્વયં પાપને કરે, પાપને ઉપાદેય માને, સંસારનાં સુખોને ઉપાદેય માને અને મોક્ષને ઉપાદેય ન માને એ સંભવિત નથી. જ્યાં સુધી પોતાને પાપ છોડવાજેવું છે અને મોક્ષ જ મેળવવાજેવો છે એવું હૃદયમાં વસે નહિ ત્યાં સુધી હૈયે પ્રાણીમાત્રની મૈત્રીનો ભાવ આવે એ સંભવિત નથી; પોતાના હિતની ઇચ્છાનો અભાવ હોય ત્યારે પરના હિતની ઇચ્છા વાસ્તવિક નથી - એ યાદ રાખવું જોઇએ. (૧૪) પ્રમોદભાવના
શ્રી ‘યોગશાસ્ત્ર'માં પ્રમોદભાવનાનું સ્વરૂપ વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ આ.ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે “સકલ દોષોથી વર્જિત, વસ્તુતત્ત્વને જેનારા પૂ. જ્ઞાની ભગવંતોના ગુણોને વિષે જે પક્ષપાત છે, તેને પ્રમોદભાવના કહેવાય છે." રાગાદિ દોષો
૩૧
ઇર્ષ્યા અને અસૂયા વગેરે દોષોની વિદ્યમાનતામાં ગુણીજનોના ગુણોના દર્શનથી આનંદ થવો - એ સહેલું નથી. તેથી માત્સર્યાદિનો ત્યાગ કરી શ્રી તીર્થંકરદેવાદિ ગુણથી પરિપૂર્ણ આત્માઓના તે તે ગુણોના અર્થી બની તેની સ્તવનાદિને કરનારા પણ ખરેખર જ ધન્યવાદને પાત્ર છે.
(૧૫) કારુણ્યભાવના
દુઃખમય આ સંસારમાં કર્મના યોગે અનેકવિધ દુઃખોને જીવો અનુભવી રહ્યા છે. કેટલાક જીવો ધનાદિના અભાવે દીન બને છે. કેટલાક જીવો મહાભયંકર વ્યાધિથી પીડાઇ રહ્યા છે. કેટલાક જીવો મરણાદિ ઉપદ્રવોના સાત પ્રકારના ભયથી ત્રસ્ત થઇ તેનાથી બચવા માટે દોડધામ કરી રહ્યા છે અને કેટલાક જીવો તો, જીવન નાશ પામી રહ્યું છે એમ જાણીને જીવનની યાચના કરતાં ખૂબ જ કન્ન અવસ્થાને પામ્યા છે. આવા દીન, આર્ત્ત, ભીત અને યાચમાન
૩૩
જેમના ચાલ્યા ગયા છે અને કેવલજ્ઞાન તથા કેવલદર્શન વડે જેઓ વસ્તુતત્ત્વના દ્રષ્ટા છે એવા શ્રી અરિહંતપરમાત્માઓ અને શ્રી સિદ્ધ પરમાત્માઓ અનંતગુણના નિધાન છે. એ ગુણોની ઇચ્છાપૂર્વક એ ગુણોની અનુમોદના કરવી અને એની સ્તવના કરવામાં જ જિર્વેન્દ્રિયની સફળતા છે - એમ સમજી એ અનંતગુણોની સ્તવના વગેરે કરવી તેને તે તે ગુણોનો પક્ષપાત કહેવાય છે. અનંતગુણોના સ્વામી શ્રી અરિહંતપરમાત્માએ ઉપદેશેલા ધર્મની અપ્રમત્તપણે આરાધનાને કરનારા શ્રી સાધુભગવંતોના તે તે ગુણોની અનુમોદના વગેરેને પણ પ્રમોદભાવના કહેવાય છે. આવા ગુણથી પરિપૂર્ણ પવિત્ર આત્માઓના દર્શનથી નેત્રને પવિત્ર કરનારા, તેઓશ્રીના ગુણશ્રવણ અને ગુણોત્કીર્તન દ્વારા કાન અને જીભને પવિત્ર કરનારા જેવો પ્રમોદભાવનાથી ભાવિત થઇ પોતે પણ તે તે ગુણોના સ્વામી બને છે. માત્સર્ય,
૩૨
જનોનાં દુઃખોને જોઇને કરુણાથી આર્દ્ર હૃદયવાળા જીવોને, તે તે જીવોના દુઃખને દૂર કરવાની ભાવના પ્રગટે છે. તેને ‘કરુણાભાવના' કહેવાય છે. એ ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા અને શક્તિ અનુસાર તે તે જીવોનાં તે તે દુઃખોને દૂર કરવામાં પ્રયત્નશીલ આત્માઓ સારી રીતે એ વસ્તુને સમજે છે કે જીવોની એ દુઃખી અવસ્થા અધર્મને આચરવાથી થયેલી છે. તેથી તેઓ દુઃખને દૂર કરવા સાથે તે તે જીવોના અધર્મમય જીવનને ધર્મમય બનાવવાની ભાવનાને નિરંતર સેવતા હોય છે. ભૂતકાળના કોઇ સુંદર પુણ્યના ઉદયથી મળેલી ઉત્તમ સામગ્રી અને શક્તિનો આ રીતે ઉપયોગ કરી સ્વ-પરના હિતને સાધનારા પુણ્યાત્માઓ જ વાસ્તવિક રીતે કરુણાભાવનાને ભાવે છે. વિવેકપૂર્વક આ કારુણ્યભાવનાર્થી ભાવિત બનેલા જીવો ઔદાર્યાદિ ગુણોને પ્રાપ્ત કરી કાલાંતરે સર્વ જીવોની રક્ષાને કરતાં કરતાં શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરનારા બને છે.
૩૪