________________
(૧૬) માધ્યચ્ચભાવના
આ અસાર સંસારમાં અનાદિકાળની સુખની લાલચે એને મેળવવા માટે જીવો ભયંકર કોટિના પાપ કર્મને આચરતાં સહેજ પણ વિચાર કરતા નથી અને હિંસાદિ ક્રૂર કર્મોને નિ:શંકપણે નિરંતર કરતા હોય છે. કેટલાક જીવો તો પોતાની એ પ્રવૃત્તિનો નિષેધ કરનારા અનંતોપકારી દેવ-ગુરુની નિંદામાં પણ નિરત થાય છે. આવા ક્રૂર કર્માદિ કરનારા અને પોતાની જાતને જ સારી માનનારા અયોગ્ય જીવોની પ્રત્યે દ્વેષ કર્યા વિના તેઓની ઉપેક્ષા કરવી તેને માધ્યચ્ય કહેવાય છે. આવી માધ્યશ્મભાવનામાં રમણ કરનારા જીવો, એ સારી રીતે સમજે છે કે અનંતશક્તિના સ્વામી શ્રી અરિહંત પરમાત્માઓ પણ આવા અયોગ્યજનોને સુધારી શકતા નથી, તો આપણે કેવી રીતે તેઓને સુધારવા શક્તિમાન થઇશું ?
કર્મવશ પાપપરાયણ એ જીવોને આ સંસારમાં રખડવાનું બાકી હોવાથી એવા જીવોને સુધારવાનું આપણાથી કોઇ પણ રીતે શક્ય નથી. એવા સંયોગોમાં એ જીવો ઉપર આપણે દ્વેષ કરીએ તો આમાં આપણા આત્માનું માત્ર અહિત જ થાય છે. સ્વહિતના ભોગે પરના હિતને કરવા કયો એવો બુદ્ધિમાન માણસ પ્રયત્ન કરે ? સંયોગવશ કોઈ એવી જવાબદારીના સ્થાને આપણે હોઇએ તોપણ અયોગ્ય વ્યક્તિઓને સામાન્ય સૂચના કરી એની ઉપેક્ષા કર્યા વિના બીજો કોઇ પણ ઉપાય નથી. અન્યથા સામી વ્યક્તિનું જે થવાનું હોય તે તો થવાનું છે જ. પરંતુ આપણે માત્ર અહિત ચોક્કસ થશે. ઉત્તમોત્તમ ધર્મની સામગ્રી મળવા છતાં જેમને ધર્મ આરાધવાનું મન ન હોય અને સમજાવવા છતાં જેઓ સમજી શકતા ન હોય એવા જીવોની ઉપેક્ષા આપણા અને એના હિતમાં જ છે.
૩૫
૩૬
પિંચ પરમેષ્ઠી ગુણ દર્શન
( શ્રી નમસ્કાર મહામંત્ર | નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ-નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ,
પઢમં હવઇ મંગલ.
શ્રી અરિહંતપરમાત્માના બાર ગુણો.
એક યોજન પ્રમાણ સમવસરણની ભૂમિમાં દેવતાઓ સુગંધી પાંચવર્ણવાળાં
મનોહર પુષ્પો ઢીંચણપ્રમાણ વરસાવે છે. (૩) દિવ્ય ધ્વનિ સ્વરૂપ ત્રીજા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
શ્રી વીતરાગપરમાત્માની વાણીના ધ્વનિને દેવતાઓ માલકૌસ રાગ વગેરેના તેમ જ વીણા વગેરેના ધ્વનિથી પવિત્ર કરે છે. ચામર સ્વરૂપ ચોથા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
રત્નજડિત સુવર્ણની દાંડીવાળા આઠ ચામરો સમવસરણમાં દેવતાઓ દ્વારા વીંઝાય છે. આસનસ્વરૂપ પાંચમા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
સમવસરણમાં બિરાજમાન શ્રી વીતરાગ પરમાત્માને બેસવા માટે દેવતાઓ રત્નજડિત-સુવર્ણમય સિંહાસન રચે છે.
અશોકવૃક્ષથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમ:
શ્રી અરિહંત પરમાત્માના સમવસરણમાં તેઓશ્રીના પુણ્યશરીરની અપેક્ષાએ બારગણું ઊંચું આસોપાલવનું વૃક્ષ હોય છે. સુરપુષ્પવૃષ્ટિ સ્વરૂપ બીજા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
(૨)
૩૮