________________
શ્રી અનાથીમુનિની જેમ તેઓ પણ અજરામર સ્થાનને પ્રાપ્ત કરનારા બને.
(૩) સંસારભાવના
અનંતોપકારીશ્રી તીર્થંકરદેવોએ આ સંસારને દુ:ખમય, દુઃખલક અને દુઃખાનુબંધી વર્ણવ્યો છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક : આ ચાર ગતિમય સંસારમાં નરગતિનાં અને તિર્યંચગતિનાં દુઃખો તો સર્વજનપ્રસિદ્ધ છે. પુણ્યથી મળેલી મનુષ્યગતિમાં પણ આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગો, આજીવિકાની ચિંતા, ધનનું ઉપાર્જન તથા રક્ષણ, પુત્રાદિ પરિવારની ચિંતા, દારિત્ર્ય અને રાદિની પરાધીનતા વગેરેનાં દુઃખો આપણે નજરે જોઇએ છીએ. એક ચિંતાથી માંડ માંડ આપણે મુક્ત થઇએ છીએ ત્યાં તો બીજું ચિંતા શરૂ થાય છે. એક ઇચ્છા જ્યાં પૂરી થાય છે, ત્યાં તો એના કરતાં બમણી બીજી ઇચ્છા થાય છે. આકાશજેવી અનંતી
મૃગાપુત્ર વગેરે અનંતાનંત પુણ્યાત્માઓ પરમ સુખના ભાજન બન્યા છે.
(૪) એકત્વભાવના
અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરનારા જવો. મમતાના કારણે અનેકવિધ દુઃખોને ભોગવી રહ્યા છે. જીવનું પોતાનું સ્વરૂપ તો શુદ્ધ જ્ઞાનાદિમય છે. પરંતુ કર્મને વશ પડેલો જીવ પરભાવની અંદર જ મમતાને કરી દુ:ખી થાય છે. પરમાર્થથી વિચારીએ તો આ સંસારમાં કોણ કોનું છે એ સમજાશે. રાત અને દિવસ જોયા વિના અને શરીરનાં કષ્ટોનો પણ વિચાર કર્યા વિના જે ધનાદિ સામગ્રી આપણે ભેગી કરી છેએમાંનું આપણું કશું જ નથી. જન્મ્યા ત્યારે આપણી પાસે શું હતું ? અને મરતી વખતે આપણી સાથે શું આવવાનું છે ? અનેક દુઃસાહસો ખેડીને ભેગી કરેલી આ સામગ્રીને છોડીને આપણે એકલા જ જવાનું છે. આપણે કરેલાં કર્મોનાં ફળો
2
ઇચ્છાના કારણે જીવો, સુખનાં સાધનો મળવા છતાં અસંતુષ્ટ બની નિરંતર ચિંતાગ્રસ્તપણે જીવન વિતાવ્યા કરે છે. કાંઇક પુણ્યના ઉદયે સ્થિરતાને પામીએ, ત્યાં તો વૃદ્ધાવસ્થા આવીને મરણના ભયથી જીવને આકુળ-વ્યાકુળ કરી મૂકે છે. પુણ્યના યોગે સુખમય જણાતા મનુષ્યજીવનમાં પણ જન્મ, જરા અને મરણનાં દુઃખોનો ભય જીવને નિરંતર સતાવ્યા કરે છે. દેવલોકમાં પણ બીજા દેવોની પોતાના કરતાં સારી સુખની સામગ્રી બ્રેઇને થતી ઇર્ષ્યા શાંતિથી જીવવા દેતી નથી. બીજાની વસ્તુઓનું અપહરણ કરવું, એના યોગે બલવાન દેવોથી પરાભવ પામવો, ઇન્દ્રાદિ દેવતાઓની આજ્ઞામાં રહેવાનું. એમની સેવા કરવાની વગેરે દુઃખોની સાથે, ‘આ બધી સુખની સામગ્રી ચાલી જશે' એ ભયથી દેવલોકમાં પણ
દુઃખમય અવસ્થા છે. આવા દુઃખમય સંસારનાં વાસ્તવિક સ્વરૂપનું પરિશીલન કરી સંસારનાં કહેવાતાં યાજ્ઞિક સુખોથી વિમુખ થયેલા શ્રી
८
પણ આપણે એકલાએ જ ભોગવવાનાં છે. વે પ્રાણથી પણ પ્રિય માનેલા એવા પ્રિયજનો પોતાના દુ:ખમાં ભાગીદાર થવાના નથી. સ્વાર્થને આધીન બનેલો આ પ્રિય પરિવાર પોતાનો સ્વાર્થ સિદ્ધ થયા બાદ આપણને છોડીને જતો રહે છે. આપણે માત્ર એમની મમતા રાખીને અને એમને પોતાના માનીને દુઃખથી રિંભાયા કરીએ છીએ. આ સંસારમાં મારું કોઇ નથી અને હું કોઇનો નથી.' આ પ્રમાણેની એકત્વ ભાવનાને દીનતા વિના ભાવતાં ભાવતાં શ્રી મરુદેવીમાતા અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી મહારાજા કેવળજ્ઞાનને પામ્યાં. મમતાને દૂર કરી સમતાને પ્રાપ્ત કરાવનારી આ એકત્વભાવનાથી ભાવિત થયેલા શ્રી નમિરાજર્ષિ પરમ સુખના ભોક્તા બન્યા. મમતાની મંદતાથી ઘણીવાર આપણે આંશિક સુખનો અનુભવ કરીએ છીએ. છતાં સર્વથા મમતાને દૂર કરીને સમતામાં સ્થિર કરનારી આ એકત્વભાવનાને ભાવવાનું
૧૦