Book Title: Atmasiddhi shastra
Author(s): Shrimad Rajchandra, Ambalal Lalchand
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/005405/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિશાસ્ત્રી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ • અગા dain Education International pot Eersonal e Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ॐ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિશાસ્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : મનુભાઈ ભ. મોદી પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટેશન અગાસ; વાયા આણંદ પોસ્ટ બોરીઆ-૩૮૮૧૩૦ (ગુજરાત) ચોથી આવૃત્તિ પ્રત ૫૦૦૦ વિક્રમ સંવત્ ૨૦૪૯ ઈસ્વી સન્ ૧૯૯૩ ટાઈપ સેટિંગ : અનામી જે શાહ લેસર ઘી ટાઈપ સેટર સ્ટેશન રોડ, આણંદ ફોન ૨૦૮૨૫ ઓફસેટ મુદ્રક : ભીખાભાઈ એસ પટેલ ભગવતી ઓફસેટ, ૧૯, અજય ઈડસ્ટ્રિયલ એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રીમદ્ રાજચંદ્રજીએ “આત્મસિદ્ધિશાસ્ત્રની રચના ૨૯ વર્ષની વયે સંવત ૧૯૫૨માં કરી હતી. નડિયાદ મુકામે શરતુપૂર્ણિમાને બીજે દિવસે સાંજની વેળાએ શ્રીમદજીએ એકાદ કલાકમાં દોહરા છંદમાં ૧૪ર ગાથાઓમાં આત્મસિદ્ધિશાસ્ત્ર' રચ્યું હતું. આપણા વિદ્વદ્વર્ય પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી આત્મસિદ્ધિશાસ્ત્ર' વિષે લખે છે : “ “આત્મસિદ્ધિ' વાંચતાં અને તેનો અર્થ પુનઃ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રીમદ્ રાજચંદ્ર આ એક નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. માતૃભાષામાં અને તે પણ નાના નાના દોહા છંદોમાં, તેમાં પણ જરાય વાણી કે ખેચી અર્થ ન કાઢવો પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમ જ સંગત નિરૂપણ જોતાં અને તેની પૂર્વવર્તી જૈન-જૈનેતર આત્મવિષયક મહત્ત્વપૂર્ણ ગ્રંથો સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત આત્મસિદ્ધિ' એ સાચે જ આત્મોપનિષદ્ છે.” વળી તેઓશ્રી કહે છે ? “જૈન પરંપરાના સર્વમાન્ય ગુજરાતી પ્રામાણિક ઘર્મગ્રંથ તરીકે “આત્મસિદ્ધિશાસ્ત્ર' કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પાઠ્યક્રમમાં સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે....... જૈન મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે.” આ પુસ્તિકામાં ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' મૂળ અને શ્રીમદજીના ભક્ત, ખંભાતનિવાસી, મુમુક્ષુ ભાઈ અંબાલાલ લાલચંદે લખેલ દરેક ગાથાનો ગદ્યાર્થ જે શ્રીમદજીની દૃષ્ટિ તળે આવી ગયેલો છે, આપ્યો છે. આશા છે કે આ પુસ્તિકા દ્વારા શ્રીમદજીએ છ પદ-(૧) આત્મા છે; (૨) આત્મા નિત્ય છે; (૩) આત્મા કર્તા છે; (૪) આત્મા ભોક્તા છે; (૫) મોક્ષપદ છે; (૬) તે મોક્ષનો ઉપાય છે વિષે આબાલવૃદ્ધ સૌ સમજી શકે તથા સામાન્ય કક્ષાના મુમુક્ષુ જીવો પણ યથાશક્તિ સમજીને પોતાની આત્મોન્નતિ સાધી શકે એવી સરળ સમજણ આપી છે, એ સૌ વાચકોને સુગમ થઈ પડશે. For Personal & Private Use Only પ્રકાશક Page #6 -------------------------------------------------------------------------- ________________ જન્મ વિ. સં. ૧૯૨૪ શ્રીમદ્ રાજચન્દ્ર For Personal & Private Use Only દેહવિલય વિ. સં. ૧૯૫૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાષ્યો અત્ર અગોપ્યુ. ૨ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ. ૪ (૧) જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેલ્લું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. ૧ (૨) આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુ શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. (૩) કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે; અને કોઈ શુષ્કશાનને જ વળગી રહ્યા છે; એમ મોક્ષમાર્ગ માને છે, જે જોઈને દયા આવે છે. (૪) બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેઘ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત બંઘ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહીં, વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાનૌ તે આંહી. પ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિતણાં નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ (૫) બંઘ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથા રૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. (૬) વૈરાગ્યત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાતુ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. (૭) જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાઘનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગ-વૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. (૮) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજાક્ષ, પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ, અપૂર્વ વાણી પરમથુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦ પ્રત્યક્ષ સગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ (૯) પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્દગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. (૧૦) આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીઘે જેમની વિચરવા આદિ ક્રિયા છે, અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને પદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગુરુનાં ઉત્તમ લક્ષણો છે. (૧૧) જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદ્દગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે, તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. (૧૨) સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય? જો સદ્ગુરુ ઉપદેશે For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ. ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સગુરુ યોગ નહિ, ત્યાં આઘાર સુપાત્ર. ૧૩ અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. (૧૩) જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે, તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્ગુરુસમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. (૧૪) અથવા જો સદ્દગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીઘી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળઘર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. (૧૫) જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ “સ્વચ્છેદ છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષ પામ્યા છે, એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬ સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ (૧૬) પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. (૧૭) સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે ‘સમકિત’ કહ્યું છે. (૧૮) માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે. તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. (૧૯) જે સદ્ગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છદ્મસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે. ૧. સમકિત સમ્યગ્દર્શન For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત એવો માર્ગ વિનય' તણો, ભાખ્યો શ્રી વૌંતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહા મોહર્નીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ ૨ ૩ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ (૨૦) એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાથક જીવ હોય તે સમજે. (૨૧) આ વિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસદ્ગુરુ પોતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. (૨૨) જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદ્ગુરુને વિષે પોતે સદ્ગુરુની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે. ૧. વિનયસેવાપૂજાદિ ૨. મોહનીય કર્મ=આઠ કર્મોમાં એક મોહનીય કર્મ, જે કર્મોનો રાજા કહેવાય છે, તેના પ્રભાવે જીવ સ્વરૂપને ભૂલે છે. ૩. મુમુક્ષુ=મોક્ષની ઇચ્છાવાળો; સંસારથી છૂટવાની જેની ઇચ્છા છે તે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૧ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩ મતાર્થી-લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ (૨૩) જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં; એવા મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. (૨૪) જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. (૨૫) જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાભ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે, એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનો પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાથમાં રહે છે. ૧. શ્રી તીર્થકરની વિભૂતિના ઉદયે એમની દેશના-ઉપદેશ સમયે નિશ્ચિત પ્રકારનું દેવરચિત વિશિષ્ટ સભાસ્થાન સમવસરણ કહેવાય છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિન્મુખ; અસદ્ગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ (૨૬) પ્રત્યક્ષ સદ્ગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહાદિ છેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દૃઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દૃઢપણું જણાવે. (૨૭) દેવ-નરકાદિ ગતિના ‘ભાંગા’ આદિના સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. (૨૮) વૃત્તિનું સ્વરૂપ શું ? તે પણ તે જાણતો નથી, અને ‘હું વ્રતથારી છું' એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત્ પરમાર્થના ઉપદેશનો યોગ બને તો પણ લોકોમાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. (૨૯) અથવા ‘સમયસા૨’ કે ‘યોગવાસિષ્ઠ’ જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાઘન રહિત થાય. ૨૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહી. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનુ-અઘિકારીમાં જ. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સ૨ળપણું ન મઘ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨ ૧૩ કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્ગુરુ, સાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમજ પોતાને શાની માની લઈને સાઘન રહિત વર્તે. (૩૦) તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. (૩૧) એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અન્-અઘિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવાયોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. (૩૨) જેને ક્રોથ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા ૧. કષાય=ક્રોઘ, માન, માયા અને લોભ કષાય કહેવાય છે. ૨. મઘ્યસ્થતા=ઉદાસીનતા; રાગદ્વેષરહિતપણું For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીના, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ આત્માર્થી-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ નથી, તેમ જેને અંતરવૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાતવૃષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. (૩૩) એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ ઃ- તે લક્ષણ કેવાં છે ? તો કે આત્માને અવ્યાબાઘ સુખની સામગ્રીના હેતુ છે. (૩૪) જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. 'जं संमंति पासह तं मोणंति पासह' જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્ર’માં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રત્યક્ષ સદ્ગુરુપ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાઘાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર ‘સમંત. ૩૬ એમ વિચારી અંતરે, શોથે સદ્ગુરુ યોગ, કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ (૩૫) પ્રત્યક્ષ સગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાઘાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્ગુરુની આજ્ઞા ઘારણ કર્યા વિના જતા નથી તે સદ્ગુરુયોગથી સમાઘાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એક્તાથી આજ્ઞાંકિતપણે વર્તે. (૩૬) ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં. (૩૭) એમ અંતરમાં વિચારીને જે ગુરુના યોગનો શોઘ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં, -- એ રોગ જેના મનમાં નથી. (૩૮) જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષપદ ૧. સમંત સંમત For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોઘ સુહાય; તે બોઘે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું પર્પદ આંહી. ૪૨ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય. (૩૯) જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મબ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ ન મટે. (૪૦) એવી દશા જ્યાં આવે ત્યાં સરુનો બોઘ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોઘના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. (૪૧) જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે. (૪૨) જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર C ષપદનામકથન “આત્મા છે', ‘તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ; છે ભોક્તા' વળ “મોક્ષ છે' “મોક્ષ ઉપાય સુધર્મ' ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્રદર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનએ એહ. ૪૪ (૧) શંકા – શિષ્ય ઉવાચ (આત્માના હોવારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે.) નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એધાણ. ૪૬ (૪૩) “આત્મા છે', “તે આત્મા નિત્ય છે', ‘તે આત્મા પોતાના કર્મનો કર્તા છે', ‘તે કર્મનો ભોક્તા છે, તેથી મોક્ષ થાય છે', અને “તે મોક્ષનો ઉપાય એવો સતુઘર્મ છે. () એ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્રદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાનીપુરુષે એ છ પદો કહ્યાં છે. (૪૫) દ્રષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શાદિ બીજા અનુભવથી પણ જણાવવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. () અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇંદ્રિયો છે તે આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત્ એ સૌ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમાં, મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮ (૧) સમાઘાન -- સદ્ગુરુ ઉવાચ (આત્મા છે એમ સદ્ગુરુ સમાઘાન કરે છે.) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમ કે તેનું કશું જુદું એધાણ એટલે ચિલ નથી. (૪૭) અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય ? " (૪૮) માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો, એટલે સમાઘાન હોય તો કહો. (૪૯) દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત્ તને દેહ ભાસ્યો છે; પણ આત્મા અને દેહ બન્ને જુદા છે, કેમ કે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. ૧. દેહાધ્યાસહઅધ્યાસ. અધ્યાતમિથ્યા આરોપણ, ભ્રાંતિ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇંદ્રના વિષયનું, પણ આત્માને ભાન. પર (૫૦) અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે, પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદા જુદા છે. (૫૧) તે આત્મા દ્રષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય ? કેમકે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળ સૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાઘ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાઘ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે, તે જીવનું સ્વરૂપ છે. (૫૨) કર્ણેઢિયથી સાંભળ્યું તે તે કર્મેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઈદ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઇઢિયે દીઠેલું તે કરેંદ્રિય જાણતી નથી. અર્થાતુ સૌ સૌ ઇંદ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઈદ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે ઈદ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે onal For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત દેહ ન જાણે તેહને, જાણે ન ઇદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. પ૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંઘાણ સદાય. ૫૪ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીંએ કેવું જ્ઞાન ? પપ આત્મા' છે, અને આત્મા વિના એકેક ઇંદ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. - (૫૩) દેહ તેને જાણતો નથી, ઇંદ્રિયો તેને જાણતી નથી, અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે, એમ જાણ. (૫૪) જાગ્રત, સ્વપ્ર અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. (પપ) ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, “તે છે' એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું ? For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૧ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ. પ૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વભાવ. પ૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮ (પ૬) દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે, જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોઘ થવાનો વખત ન આવે. (પ૭) કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાની છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. (૫૮) આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત (૨) શંકા -- શિષ્ય ઉવાચ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે.) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. પ૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ (૫૯) આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. (૬૦) પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તોપણ તે અવિનાશ એટલે નિત્ય નથી, ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય, અને વિયોગે વિનાશ પામે. (૬૧) અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. (૬૨) દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંઘમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દ્રશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે, એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે કયાંથી જાણે ? તે દેહના પરમાણુએ પરમાણુનો વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૩ (૨) સમાઘાન -- સગુરુ ઉવાચ (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે) દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? ૬૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દ્રશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે ધૂળાદિ પરિણામવાળો છે, અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય? અને તેમાં લય પણ કેમ થાય ? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી ? અર્થાતુ એમ કોણે જાણ્યું ? કેમ કે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને ? (૬૩) જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત્ ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. (૬૪) જે જે સંયોગો દેખીએ છીએ તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દ્રશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયોગનું For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ ક્રોઘાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વજન્મ-સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭ આત્મા પ્રત્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ સ્વરૂપ વિચારતાં એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે, અર્થાત્ અસંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ નિત્ય સમજાય છે. (૬૫) જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને કયારે કદી પણ અનુભવ થાય નહીં. (૬૬) જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ નિત્ય” છે. (૬૭) ક્રોઘાદિ પ્રકૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે, એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. (૬૮) આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૫ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯ ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. (૬૯) વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહે શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે ? માટે છે અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. (૭૦) વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત (૩) શંકા -- શિષ્ય ઉવાચ (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે) કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ઘર્મ. ૭૧ થાય જ નહીં માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય, તોપણ પરમાણુસમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમ કે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી. એટલે જો તું ચેતનનો નાશ કહે, તો પણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં, અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુસમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરરૂપ નાશ તારે કહેવો હોય તો તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે. (૭૧) જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંઘ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંઘ. ૭૨ માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩ (૩) સમાઘાન -- સગુરુ ઉવાચ (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે, તે પ્રકારે સદ્ગુરુ સમાઘાન કરે છે) હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ઘર્મ. ૭૪ અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ઘર્મ જ છે, અર્થાતુ ઘર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. (૭૨) અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંઘ કરે છે, તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી “અબંધ' છે. (૭૩) માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કિર્તાપણું નથી. અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. (૭૪) ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ઘર્મ વિચારી જુઓ. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ 2. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવઘર્મ. ૭૫ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ (૭૫) આત્મા જો કર્મ કરતો નથી, તે તે થતાં નથી, તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમજ તે જીવનો ઘર્મ પણ નહીં, કેમ કે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ઘર્મ નહીં. (૭૬) કેવળ જો અસંગ હોત, અર્થાતુ ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. (૭૭) જગતનો અથવા જીવોનાં કર્મનો ઈશ્વર કર્તા કોઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ, માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. (૭૮) આત્મા જો પોતાના શુદ્ધ ચેતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્યા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮ (૪) શંકા - શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છે) જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? ૭૯ ફળદાતા ઈશ્વર ગયે. ભોક્તાપણું સઘાય. એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહિ હોય પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. ૮૧ પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. (૭૯) જીવને કર્મનો કર્તા કહીએ તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહીં ઠરે, કેમ કે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ? અર્થાતુ ફળદાતા થાય ? (૮૦) ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાથી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવા તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોઘ આવે છે. (૮૧) તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાનાં કોઈ સ્થાનક પણ ઠરે નહીં, એટલે જીવને કર્મનું ભોસ્તૃત્વ ક્યાં રહ્યું ? For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ GO શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત (૪) સમાઘાન -- સદ્ગુરુ ઉવાચ (જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સદ્ગુરુ સમાઘાન કરે છે) ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફૅરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ઝેર સુઘા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪ (૮૨) ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. (૮૩) ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તોપણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તો પણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. (૮૪) એક રાંક છે અને એક રાજા છે, “એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે, કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. (૮૫) ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫ તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહીં સંક્ષેપે સાવ. ૮૬ (૫) શંકા -- શિષ્ય ઉવાચ | (જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે) કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭ અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે; અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિઃસત્ત્વ થયે નિવૃત્ત થાય છે. (૮૬) ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય” તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અઘોગમન. શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભોગ્ય સ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય ! જડચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મસ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તો પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. (૮૭) કર્તા ભોક્તા જીવ હો, પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય * અધ્યવસાય-જીવના ભાવપરિણામની પ્રવૃત્તિ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શુભ કરે ફ્ળ ભોગવે, દેવાદિ ગતિ માંય; કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮ અશુભ (૫) સમાઘાન સદ્ગુરુ ઉવાચ (તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરુ સમાઘાન કરે છે) જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ નથી, કેમ કે અનંતકાળ થયો તોપણ કર્મ ક૨વારૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે. - (૮૮) શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નકાદિ ગતિને વિષે તેનું અશુભ ફ્ળ ભોગવે; પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોય નહીં. (૮૯) જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હું વિચક્ષણ ! તું વિચાર. (૯૦) કર્મસહિત અનંતકાળ વીત્યો, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧ (૬) શંકા – શિષ્ય ઉવાચ (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોઘ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો ક્યો, બને ન એહ વિવેક. ૯૩ (૯૧) દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. (૯૨) મોક્ષપદ કદાપિ હોય તોપણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોઘ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમ કે અનંત કાળનાં કર્યો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? (૯૩) અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તોપણ મત અને દર્શન ઘણાં છે, અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાતુ કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. (૯૪) બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમ કે તેવા ઘણા For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાઘાન સર્વાગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ (૬) સમાઘાન -- સદ્ગુરુ ઉવાચ (મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાઘાન કરે છે). પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રત એ રીત. ૯૭ ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. (૯૫) તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. (૯૬) આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાઘાન થયું છે, પણ જો મોક્ષનો ઉપાય સમજ તો સભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે “ઉદય' “ઉદય” બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાઘાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. (૭) પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ૩પ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંઘકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ જે જે કારણ બંઘનાં, તેહ બંઘનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તેને સહજમાં પ્રતીતિ થશે. અત્રે “થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સદ્ગુરુએ કહ્યા છે, તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષોપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે, એમ સદ્ગુરુનાં વચનનો આશય છે. (૯૮) કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. (૯૯) જે જે કારણો કર્મબંઘનાં છે, તે તે કર્મબંઘનો માર્ગ છે; અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે. (૧૦૦) રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે, અર્થાત્ એ વિના કર્મનો બંઘ ન થાય તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહર્નીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ મોહર્નીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ (૧૦૧) ‘સત્’ એટલે ‘અવિનાશી’, અને ‘ચૈતન્યમય’ એટલે ‘સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ ‘અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો’, ‘કેવળ’ એટલે ‘શુદ્ધ આત્મા' પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. (૧૦૨) કર્મ અનંત પ્રકારનાં છે; પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ હણાય તેનો પાઠ કહું છું. (૧૦૩) તે મોહનીય કર્મ બે ભેદે છે ઃ- એક દર્શનમોહનીય' એટલે ‘પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ’; બીજી ‘ચારિત્રમોહનીય’, ‘તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોથક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય' તે ચારિત્ર મોહનીય. દર્શનમોહનીયને આત્મબોઘ. અને ચારિત્રમોહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમ કે મિથ્યાબોઘ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ૩૭ કર્મબંઘ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાઘશે, જન્મ તેહના અલ્પ. ૧૦પ અને ચારિત્ર મોહનીય રાગાદિક પરિણામરૂ૫ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, – તે તેનો અચૂક ઉપાય છે – તેમ બોઘ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંઘકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છેમાટે તે તેનો અચૂક ઉપાય છે. (૧૦) ક્રોઘાદિ ભાવથી કર્મબંઘ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોથ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે, એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મબંઘનો નિરોઘ છે, અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોઘાદિ રોકયાં રોકાય છે, અને જે કર્મબંઘને રોકે છે, તે અકર્મદશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તો એમાં સંદેહ શો કરવો ? (૧૦૫) આ મારો મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાઘશે, તેના અલ્પ જન્મ જાણવા. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ 37 શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ષપદનાં ષપ્રશ્ન તેં, પૂક્યાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય, સાથે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮ અહીં ‘જન્મ' શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત્ તે સાઘન અધૂરા રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ઘારાથી આરાઘન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે, પણ તે બહુ નહીં, બહુ જ અલ્પ. “સમકિત આવ્યા પછી જો તમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય', એમ જિને કહ્યું છે, અને જે ઉત્કૃષ્ટપણે આરાઘે તેનો તે ભવે પણ મોક્ષ થાય, અત્રે તે વાતનો વિરોઘ નથી. (૧૦૬) હે શિષ્ય ! તેં છ પદના છ પ્રશ્નો વિચાર કરીને પૂક્યાં છે, અને તે પદની સર્વાગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાતુ એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. (૧૦૭) જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાથે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે ફેર નથી. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોઘ; તો પામે સમકિતને, સમકિતને, વર્તે અંતરશોથ. ૧૦૯ ૩૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, ૫૨માર્થે સમકિત. ૧૧૧ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨ (૧૦૮) ક્રોઘાદિ કષાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માને વિષે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે; તેમ જ પ્રાણી ૫૨ અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા યોગ્ય કહીએ. (૧૦૯) તે જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમકિતને પામે, અને અંતરની શોધમાં વર્તે. (૧૧૦) મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. (૧૧૧) આત્મસ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. (૧૧૨) તે સમિકત વઘતી જતી ધારાથી હાસ્ય-શોકાદિથી For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન કહીંએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ કોટિ વર્ષનું સ્વપ્ર પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ. ૧૧૫ જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. (૧૧૩) સર્વ આભારહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. (૧૧૪) કરોડો વર્ષનું સ્વપ્ર હોય તોપણ જાગ્રત થતાં તરત શમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. (૧૧૫) હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૧. આત્મસિદ્ધિશાસ્ત્ર એ જ ઘર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીંએ કેટલું ? કર વિચાર તો પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનનો, આવી અત્ર સમાય; ઘરી મૌનતા એમ કહી, સહજ સમાઘિ માંય. ૧૧૮ છૂટે તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ઘર્મનો મર્મ છે. (૧૧૬) એ જ ઘર્મથી મોક્ષ છે, અને તે જ મોક્ષસ્વરૂપ છો; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તે અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાઘ સુખસ્વરૂપ છો. (૧૧૭) તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોઘસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયંજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાઘ સુખનું ઘામ છો. બીજું કેટલું કહીએ ? અથવા ઘણું શું કહેવું ? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કરે તો તે પદને પામીશ. (૧૧૮) સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે એમ કહીને સદ્ગુરુ મૌનતા ઘરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણીયોગની અપ્રવૃત્તિ કરી. For Personal & Private Use Only For Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શિષ્ય-બોઘબીજપ્રાપ્તિકથન સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશ ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ (૧૧) શિષ્યને સદ્દગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પોતાનું સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. (૧૨૦) પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. (૧૨૧) જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. (૧૨૨) અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેનો નિર્વિકલ્પસ્વરૂપે કર્તાભોક્તા થયો. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ઝન્થ. ૧૨૩ અહો! અહો! શ્રી સદ્ગુરું કરુણાસિંઘુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાથીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન, દાસ, દાસ, હું દાસ છું. તેહ પ્રભુનો દીન. ૧૨૬ (૧૨૩) આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે, અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી સદ્દગુરુએ કૃપા કરીને નિર્ઝન્થનો સર્વ માર્ગ સમજાવ્યો. (૧૨૪) અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. ૧૨૫) હું પ્રભુના ચરણ આગળ શું ઘરું ? (સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે, એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યઘર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિર્મુલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણસમીપે હું બીજું શું ઘરું? એક પ્રભુના ચરણને આઘીન વતું એટલે માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. (૧૨૬) આ દેહ, “આદિ શબ્દથી જે કંઈ મારું ગણાય છે For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ.૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ આત્મબ્રાંતિસમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ ગુરુઆજ્ઞાસમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ઘ્યાન ૧૨૯ તે, આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. (૧૨૭) છયે સ્થાનક સમજાવીને હૈ સદ્ગુરુદેવ ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. (૧૨૮) છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. (૧૨૯) આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષઘ નથી. ૧. આ આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું તે આ વધારાની ગાથાથી જણાશે. શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખસાજ. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ર જો ઇચ્છો પરમાર્થ તો, કો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ,છંદો નહિ આત્માર્થ, ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાઘન કરવાં સોય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથ રહેલ. ૧૩૨ ગચ્છમતનનેં જે કલ્પના, તે નહિ સર્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ ૪૫ (૧૩૦) જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં. (૧૩૧) આત્મા અબંઘ છે, અસંગ છે, સિદ્ઘ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાઘન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્વય લક્ષમાં રાખી સાઘન કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. (૧૩૨) અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યા છે. (૧૩૩) ગચ્છ મતની કલ્પના છે તે સદ્યવહાર નથી, પણ આત્માર્થીનાં લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સર્વ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ વૈરાગ્યાદિ સાઘન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. (૧૩૪) ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌનો એક માર્ગ છે, અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાકરૂપે દેશ-કાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. (૧૩પ) સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદ્ગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદ્ગુરુએ ઉપદેશેલી એવી જિનદશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે. (૧૩૬) સદ્દગુરુ આજ્ઞા આદિ તે આત્મસાઘનનાં નિમિત્ત કારણ છે, અને આત્માનાં જ્ઞાનદર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૭ આત્મસિદ્ધિશાસ્ત્ર મુખથી જ્ઞાન કથે અને, અંતરૂ ઘૂંટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનનો દ્રોહ. ૧૩૭ દયા શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીંએ જ્ઞાનીદશા, બાકી કહીંએ ભ્રાંત. ૧૩૯ સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્ચા કરશે, કેમ કે સાચા નિમિત્તના નિષેઘાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એવો શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. (૧૩૭) મુખથી નિશ્ચયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. (૧૩૮) દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. (૧૩૯) મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ર સમાન; તે કહૌંએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઢે વર્તે જેહ, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અણિત. ૧૪૨ * સાઘન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. श्री सद्गुरुचरणार्पणमस्तु । (૧૪૦) સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ર જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચાજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. " (૧૪૧) પાંચે સ્થાનકને વિચારીને જે છઠ્ઠ સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે, તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ. તેને પામે. (૧૪૨) પૂર્વ પ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાનીપુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો ! For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ .org RAV PRINTERE RAJIV PRINTERS For Personal & Private Use Only Dante braty org