________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાઘાન સર્વાગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬
(૬) સમાઘાન -- સદ્ગુરુ ઉવાચ (મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાઘાન કરે છે). પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત;
થાશે મોક્ષોપાયની, સહજ પ્રત એ રીત. ૯૭ ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી.
(૯૫) તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે.
(૯૬) આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાઘાન થયું છે, પણ જો મોક્ષનો ઉપાય સમજ તો સભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે “ઉદય' “ઉદય” બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાઘાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે.
(૭) પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org