SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧ (૬) શંકા – શિષ્ય ઉવાચ (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોઘ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો ક્યો, બને ન એહ વિવેક. ૯૩ (૯૧) દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. (૯૨) મોક્ષપદ કદાપિ હોય તોપણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોઘ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમ કે અનંત કાળનાં કર્યો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? (૯૩) અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તોપણ મત અને દર્શન ઘણાં છે, અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાતુ કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. (૯૪) બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમ કે તેવા ઘણા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005405
Book TitleAtmasiddhi shastra
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorAmbalal Lalchand
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy