________________
GO
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત (૪) સમાઘાન -- સદ્ગુરુ ઉવાચ (જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સદ્ગુરુ સમાઘાન કરે છે)
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફૅરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ઝેર સુઘા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪
(૮૨) ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે.
(૮૩) ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તોપણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તો પણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે.
(૮૪) એક રાંક છે અને એક રાજા છે, “એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે, કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી.
(૮૫) ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org