________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત દેહ ન જાણે તેહને, જાણે ન ઇદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. પ૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંઘાણ સદાય. ૫૪ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર તે માન નહિ, કહીંએ કેવું જ્ઞાન ? પપ આત્મા' છે, અને આત્મા વિના એકેક ઇંદ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. - (૫૩) દેહ તેને જાણતો નથી, ઇંદ્રિયો તેને જાણતી નથી, અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે, એમ જાણ.
(૫૪) જાગ્રત, સ્વપ્ર અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી.
(પપ) ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, “તે છે' એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org