SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાષ્યો અત્ર અગોપ્યુ. ૨ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ. ૪ (૧) જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેલ્લું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. ૧ (૨) આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુ શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. (૩) કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે; અને કોઈ શુષ્કશાનને જ વળગી રહ્યા છે; એમ મોક્ષમાર્ગ માને છે, જે જોઈને દયા આવે છે. (૪) બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેઘ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005405
Book TitleAtmasiddhi shastra
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorAmbalal Lalchand
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy