________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત બંઘ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહીં, વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાનૌ તે આંહી. પ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિતણાં નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮
(૫) બંઘ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથા રૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે.
(૬) વૈરાગ્યત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાતુ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે.
(૭) જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાઘનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગ-વૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય.
(૮) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org