SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૫ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯ ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. (૬૯) વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહે શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે ? માટે છે અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. (૭૦) વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005405
Book TitleAtmasiddhi shastra
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorAmbalal Lalchand
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy