Book Title: Ashtvakra Gita
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla
Catalog link: https://jainqq.org/explore/008123/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Gujarati Ashtavakra Gita Gujarati (As Is) Simple Translation By Anil Pravinbhai Shukla (Inspiration by Mom Indu) January-2014 www.sivohm.com -Emaillalaji@sivohm.com -OR-anilshukla1@gmail.com અષ્ટાવક્ર ગીતા અષ્ટાવક્ર મુનિએ જનકરાજા ને આપેલ આત્મજ્ઞાન (ગુજરાતી સરળ-અર્થ સાથે-તેના મૂળ રૂપે) સંકલન અનિલ પ્રવિણભાઈ શુક્લ (મા ઇન્દુ ની પ્રેરણાથી) જાન્યુઆરી-૨૦૧૪ www.sivohm.com -Emaillalaji @sivohm.com -OR-anilshukla 1@gmail.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Dedicated to-In loving Memory Of Mom-Induben (Inda) Grandpa-Labhshanker Grandma-Santok Baa Dad-Dr.Pravinbhai : From: Anil and Renuka Son-Manan-and-Daughter in law--Anne અષ્ટાવક્ર મુનિએ જનકરાજા ને આપેલ ઉપદેશ, તે અષ્ટાવક્ર ગીતા તરીકે ઓળખાય છે. | મુક્તિ કેવી રીતે મળે ? આત્મજ્ઞાન (સત્યજ્ઞાન) અને વૈરાગ્ય કેવી રીતે મળે ? એવા જનકરાજા ના પ્રશ્ન ના જવાબ માં અષ્ટાવક્ર મુનિએ ખૂબ સુંદર રીતે આત્મા ની ઓળખ આપી છે. અનુક્રમણિકા Page # | # | પ્રકરણ Page # # | - ૧૭ - 0 5 = પ્રકરણ-૧...... પ્રકરણ-૨...... પ્રકરણ-3... પ્રકરણ-૪. પ્રકરણ-૫. પ્રકરણ-૬. પ્રકરણ-૭... પ્રકરણ-૮ પ્રકરણ-૯... પ્રકરણ-૧૦............. ૧૧ | પ્રકરણ-૧૧. ૧૨ પ્રકરણ-૧૨........ પ્રકરણ-૧૩. પ્રકરણ-૧૪...... પ્રકરણ-૧૫.. ૧૬ | પ્રકરણ-૧૬. પ્રકરણ-૧૭.. પ્રકરણ-૧૮. ૧૯ | પ્રકરણ-૧૯... ૨૦ | પ્રકરણ-૨૦............... 9 ૦ ૦ ૦ ૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧ જનકરાજા,અષ્ટાવક્ર મુનિ ને પ્રશ્ન કરે છે – --મુક્તિ કેવી રીતે મળે છે.? --જ્ઞાન અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે? (૧) અષ્ટાવક્ર મુનિ જવાબ આપતાં કહે છે કે-રાજન, જો તું મુક્તિ ને ઈચ્છતો હોય તો--વિષયો ને (ઇન્દ્રિયો ના વિષયોને) વિષ (ઝેર) જેવા સમજી ને છોડી દે.અને --ક્ષમાં, સરળતા, દયા,સંતોષ અને સત્ય નું અમૃત ની જેમ સેવન કર (૨) તે પંચમહાભૂત (પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ,આકાશ) નથી કે -તું પંચમહાભૂત થી બનેલું શરીર પણ નથી, તું વિશુદ્ધ આત્મા છે, તેથી --મુક્તિના માટે આ બધાના સાક્ષીરૂપ (તારામાં) રહેલા આત્મા ને જાણ (૩) જો તું આત્મા ને શરીર થી (દેહ થી) છુટો પાડીને --આત્મા માં જ સ્થિર થઇ ને રહેશે તો--હમણાં જ તું સુખી, શાંત અને બંધન થી મુક્ત બનીશ.(તને મુક્તિ મળશે) (૪) તું કોઈ વર્ણ (બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્ર) નથી, તું કોઈ આશ્રમી (બ્રહ્મચર્યાશ્રમ ,વગેરે) પણ નથી, અને --તું ઇન્દ્રિયો (આંખ-કાન વગેરે) થી પામી શકાય તેવો નથી. પણ --તું તો “અસંગ”, “નિરાકાર” અને આખા વિશ્વ નો “સાક્ષી” છે –એમ વિચારીને સુખી થા. (૫) ધર્મ અને અધર્મ, સુખ અને દુઃખ –તો મન ને લાગે છે તને નહિ, --તું તો કર્તા (કર્મો નો કરનાર) નથી કે ભોક્તા (ફળ નો ભોગવનાર) પણ નથી. --એટલે તને કોઈ બંધન નથી, --પણ તું તો સદા-સર્વદા (હંમેશ) માટે મુક્ત જ છે. (૬). તું સર્વ નો એક માત્ર દ્રષ્ટા (સાક્ષીરૂપે જોનાર) છે, અને તેથી તું સર્વદા મુક્ત જ છે.પણ, --તું, પોતાને (આત્માને) દ્રષ્ટા તરીકે જોવા ને બદલે, બીજા ને દ્રષ્ટા તરીકે જુએ છે, --તે જ તારા બંધન નું કારણ છે. (૭) હું કર્મો નો કર્તા છું (હું –મારું શરીર-કર્મો નો કરનાર છે) એવા --“અહંભાવ” રૂપી મોટા કાળા સર્પ ના ઝેર વડે વડે દૈશિત થયેલો (ફંસાયેલો) તું, --“હું કર્તા નથી” તે કથન પર વિશ્વાસ રાખી, તેવા વિશ્વાસરૂપી અમૃત ને પી ને સુખી થા (૮) “હું એક “આત્મા” છું (હું શરીર નથી) અને વિશુદ્ધ જ્ઞાનરૂપ છું” એવો નિશ્ચય કરી ને-તે --“નિશ્ચયરૂપી –અગ્નિ વડે “અજ્ઞાનરૂપ- ગહન વન” ને સળગાવી દઈ,તું --શોક વગરનો (ચિંતા વગરનો) બનીને સુખી થા. (૯) આ જગત-રૂપી દોરડામાં, કલ્પનાથી (અજ્ઞાનથી) જેમ સર્પ નો ભાસ થાય છે, તેને તું, --“હું તો આનંદ-પરમાનંદ જ્ઞાન સ્વ-રૂપ છું” તેવા જ્ઞાન નો અનુભવ કરી, તે ભાસ ને મિટાવી) --જ્ઞાન ના પ્રકાશમય રસ્તા પર સુખપૂર્વક વિહાર કર (૧૦) Page #4 -------------------------------------------------------------------------- ________________ જે પોતાને મુક્ત માને છે-તે મુક્ત છે અને જે પોતાને બંધાયેલો માને છે તે બંધાયેલો છે--એવી જગત ની કિવદંતી (લોકવાદ) છે તે સાચી છે, --જેની જેવી મતિ (બુદ્ધિ) તેવી જ તેની ગતિ થાય છે. (૧૧) આ આત્મા એ સાક્ષી,સર્વવ્યાપક,પૂર્ણ,એક, ચૈતન્યસ્વ-રૂપ,અક્રિય,અસંગ, નિસ્પૃહ અને શાંત (આનંદમય) છે. --પરંતુ ભ્રમ (અજ્ઞાન-માયા) ને લીધે તે સંસારવાળો (શરીરવાળો) હોય તેમ ભાસે છે. (૧૨) “હું આભાસાત્મક (શરીર છું તેવો આભાસ) છું” એવા ભ્રમ ને અને, --બાહ્ય તેમજ અંદર ના ભાવો ને (સુખ-દુ:ખ...વગેરે) છોડીને, --પર્વતના જેવા અચળ થઈને (ફૂટસ્થ)-તું, --અચળ,જ્ઞાનરૂપ,અતરૂપ –આત્માનો જ વિચાર કર. (૧૩) હે પુત્ર, દેહાધ્યાસ રૂપી (હું શરીર છું-તેવા) બંધન વડે લાંબા સમયથી તું બંધાયો છે, --તે પાશ ને (બંધન ને) “હું જ્ઞાન-રૂપ છું” એવા --“જ્ઞાન-રૂપી” ખડગ (તલવાર) વડે છેદી (કાપી) નાંખી તું સુખી થા. (૧૪) તું અસંગ,અક્રિય (કોઈ પણ ક્રિયા વગરનો),સ્વયંપ્રકાશ અને નિર્દોષ છે. --તું જે સમાધિ (સમાધિ-વગેરે ની ક્રિયા) કરી રહ્યો છે --તે જ તારું બંધન છે (આત્મા તો અક્રિય છે) (૧૫) તારા વડે જ આ વિશ્વ વ્યાપ્ત થયેલું છે અને તારા માં જ વિશ્વ વણાયેલું છે, --ખરી રીતે જોતાં તો તું શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ જ છે, માટે --તારી મુદ્ર ચિત્તવૃત્તિને (મનથી હું બંધાયેલો છું તેવી ચિત્તવૃત્તિને) વશ ના થા. (૧૬) તું કશાની પણ ઈચ્છા વિનાનો,કોઈ પણ જાતના વિકારો વિનાનો, --શાંત અંતઃકરણ વાળો,અગાધ ઊંડી) બુદ્ધિવાળો,ક્ષોભ વગરનો. અને --માત્ર ચૈતન્ય (આત્મા) માં જ નિષ્ઠા (વિશ્વાસ) રાખનારો થા, (૧૭) તું સાકાર (શરીર..વગેરે) ને ખોટી માન,અને --નિરાકાર “તત્વ” (આત્મા-પરમાત્મા) ને નિશ્ચલ માન, --આ તત્વ ના જ્ઞાનથી સંસારમાં ફરી જન્મવાનો સંભવ રહેતો નથી. (૧૮) જેવી રીતે અરીસા ની મધ્યમાં પ્રતિબિંબિત થયેલા, --પ્રતિબિંબ ના રૂપ ની અંદર,બહાર,અને ચારે બાજુ માત્ર અરીસો જ રહેલો છે (બીજું કાંઇ નહિ) તેવી રીતે --આ શરીરમાં પણ અંદર,બહાર અને ચારે બાજુ એ એક માત્ર ચૈતન્ય (ઈશ્વર) જ રહેલું છે. (૧૯) જેવી રીતે ઘડામાં રહેલું આકાશ (ઘડાકાશ) અને --બહાર રહેલું સર્વવ્યાપક આકાશ (મહાકાશ) એ એક જ છે, --તેવી રીતે સમસ્ત પ્રાણી માત્ર માં (જીવ માત્રમાં) અંદર (આત્મા રૂપે) અને બહાર, --નિત્ય,અવિનાશી,બ્રહ્મ (પરમાત્મા) રહેલું છે. (૨૦) પ્રકરણ -૧-સમાપ્ત Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ જનક કહે છે કેશું હું નિર્દોષ, શાંત, જ્ઞાનરૂપ,અને પ્રકૃતિ થી પર છું? પણ (અહો). --આ તો આશ્ચર્યની વાત છે કે આટલા સમય સુધી હું મોહ વડે ઠગાયો છું !! (૧) જેવી રીતે આ દેહને એક માત્ર “હું” જ (આત્મા તરીકે પ્રકાશમાન કરું છું, --તેવી રીતે જગતને પણ “હું” જ (આત્મા–પરમાત્મા –તરીકે) પ્રકાશમાન કરું છું. આથી, --સમસ્ત જગત મારું છે,(આત્મા તરીકે) અથવા મારું કંઈ નથી (સર્વ પરમાત્મા નું છે), (ર) અહો, જગત એ પરમાત્મા થી જુદું ના હોવા છતાં, (જે વાત આજે જાણી) પણ, --આ વાત જ્યાં સુધી જાણી નહોતી ત્યારે તે વખતે જગત ને સાચું જ માન્યું હતું. પરંતુ, --હવે ઉપદેશ ના જ્ઞાનથી તેનું મિથ્યાત્વ સમજાઈ ને તેમાં પરમાત્મા નું દર્શન થાય છે. (૩) જેમ પાણી માંથી જ ઉત્પન્ન થયેલા તરંગો, ફીણ અને પરપોટા, એ પાણી થી જુદા નથી, --તેમ આત્મા માંથી બહાર નીકળેલું આ જગત આત્મા થી ભિન્ન નથી, (૪) જેમ વિચાર કરતાં જણાય છે કે-કપડું એ તાંતણારૂપ (દોરા રૂપ) છે એટલે કે, --તાંતણા થી જ કપડા નું અસ્તિત્વ છે, તાંતણા એ કપડા થી જુદા નથી, તેમ, --આ જગત પણ આત્મા નો જ અંશ છે.જગત આત્મા થી જુદું નથી. (૫) જેમ શેરડી ના રસમાં કલ્પિત રીતે પણ સાકર તો રહેલી જ છે, અને, --સાકર માં શેરડી નો રસ કલ્પિત રીતે વ્યાપ્ત રહેલો જ છે, તેમ --આત્મા માં કલ્પાયેલું જગત આત્મા વડે જ વ્યાપ્ત રહે છે. (૬) જેમ દોરડા ના અજ્ઞાનથી જ તે દોરડા માં (અંધારા ને લીધે) સર્પ નો ભાસ થાય છે, પરંતુ --દોરડાનું જ્ઞાન થતા જ (અજવાળું થતાં) તેમાં સર્પ ભાસતો નથી, તેમ, --આત્માના (સ્વ-રૂપના) અજ્ઞાન ને લીધે જગત ભાસે છે, પણ આત્મજ્ઞાન થતાં જગત ભાસતું નથી (૭) પ્રકાશ (જ્ઞાન) એ જ “મારું પોતાનું સ્વ-રૂપ છે” જેથી “હું” પ્રકાશ થી જુદો છું જ નહિ, --એટલે જગત જયારે પ્રકાશે છે, ત્યારે “હું” (આત્મા) જ જગત રૂપે ભાસે છે. (૮) જેમ અજ્ઞાન ને લીધે છીપલા માં ચાંદી ભાસે (દેખાય) છે, દોરડામાં સર્પ ભાસે છે, અને --સૂર્ય ના કિરણો માં જેમ મૃગજળ ભાસે છે, તેમ, --અજ્ઞાનથી જ કલ્પાયેલું જગત મારામાં “હું” માં ભાસે છે. (૯) જેમ માટીમાંથી બનેલો ઘડો માટી માં, પાણીમાં થી ઉપજેલો તરંગ પાણીમાં અને, --સોનામાંથી બનેલું કડું સોનામાં જ લય પામે છે (મળી જાય છે, તેમ, --મારા માંથી (“હું” માં થી) ઉદ્ભવ પામેલું જગત મારામાં જ (“હું”માં જ) લય પામે છે. (૧૦) બ્રહ્મા થી માંડીને તરણા (તૃણ) સુધી નો જગત નો નાશ થાય છે પણ --“હું” (અહં-આત્મા) નો વિનાશ થતો નથી,તેવા --“હું” ને નમસ્કાર કરું છું, અહો,તે “હું” (આત્મા) કેટલો આશ્ચર્ય સભર છે ?! (૧૧) Page #6 -------------------------------------------------------------------------- ________________ અહો, હું મને એટલે કે મારામાં રહેલા “હું” (અહં-આત્મા) ને નમન કરું છું, --હું દેહધારી હોવાં છતાં “એક” જ છું. (હું અને આત્મા એક જ છું), --જે નથી કશે જતો કે નથી કશે આવતો, પરંતુ હું જગત ને વ્યાપીને રહ્યો છું. (૧૨) અહો, હું, મને એટલે કે મારામાં રહેલા “હું” (અહં-આત્મા) ને વંદન કરું છું, --મારા (મારા આત્મા) જેવો કોઈ ચતુર નથી કે જેના વડે (જે આત્મા વડે) --આ શરીર સાથે સંસર્ગ સાધ્યા વિના પણ આ વિશ્વ ચિરકાલ થી ધારણ કરાયું છે. (૧૩) અહો, હું મને એટલે કે મારામાં રહેલા “હું” (અહં-આત્મા) ને નમસ્કાર કરું છું, --જે “મારા" માં (“હું”-આત્મામાં) કાંઇ જ (કશુંય) નથી,અને (છતાં ય પણ) --તે “મારા"માં (“હું”-આત્મામાં) મન અને વાણી જેવા વિષયોરૂપ બધું યે છે (પણ ખરું) !! (૧૪) ફેય (જે જાણવાનું છે તે-ઈશ્વર), જ્ઞાતા (જાણનાર) અને જ્ઞાન(સત્ય નું જ્ઞાન), એ ત્રિપુટી, --જ્યાં આગળ વાસ્તવિક રીતે નથી (ત્રણે જુદી નથી),પરંતુ અજ્ઞાન ને લીધે તે ભાસે છે, --(પણ સત્ય નું જે જ્ઞાન છે) તે નિરાકાર નિરંજન (અદ્વૈત) તે “હું” (આત્મા) છું. (૧૫) અહો,જે ત થી ઉત્પન્ન થતું દુઃખ છે, તેનું સત્યજ્ઞાન સિવાય કોઈ ઓસડ (દવા) નથી, --આ સમસ્ત દય-પ્રપંચ (જગત-દ્રતઉપાધિ) મિથ્યા છે, અને માત્ર, --“હું” એક (અદ્વૈત) અને શુદ્ધ “ચૈતન્ય” રસ (આત્મા) છું. (૧૬) “હું” કેવળ બોધ રૂપ (જ્ઞાનરૂપ) જ છું, પરંતુ, --“મેં કેવળ અજ્ઞાન થી જ આ ઉપાધિ (દય પ્રપંચ=જગત=દ્વૈત) ની કલ્પના કરી છે”..... --આવો નિત્ય વિચાર કરતાં કરતાં નિર્વિકલ્પ સ્થિતિ (અદ્વૈતની સ્થિતિ) થઇ ગઈ છે. (૧૭) અહો,મારામાં રહેલું વિશ્વ ખરું જોતાં મારામાં રહેલું જ નથી, --મને બંધન પણ નથી અને મોક્ષ પણ નથી, અને --કોઈ પણ આધાર (આશ્રય) વિના ઉભી થઇ ગયેલી “જગત-રૂપ ભ્રાંતિ” (મ) શાંત થઇ ગઈ છે. (૧૮) શરીર સાથે આ વિશ્વને (જગતને) કશું લાગતું વળગતું નથી, --(કારણ શરીર માં રહેલો) આત્મા તો શુદ્ધ “ચૈતન્ય” માત્ર જ છે, તો પછી, --જગતની કલ્પના શામાં કરવી ? (જગત મિથ્યા છે) (૧૯) શરીર-જગત,બંધન-મોક્ષ,સ્વર્ગ-નરક,ભય--એ બધું કલ્પના માત્ર જ છે, તો તેની સાથે, --“હું” કે જે “ચિદાત્મા-રૂપ"(આત્મા-રૂપ) છું, તેને તે બધા સાથે) શો સંબંધ? (૨૦) અહો, (આ રીતે) આ સમસ્ત જગતના જન-સમુદાયમાં (મનુષ્યોમાં) પણ, --હવે મને “ઢેઢ” દેખાતું નથી (હું àત જોતો નથી-સર્વ જગ્યાએ એક પરમાત્મા દેખાય છે) એટલે, --મારા માટે તે બધું (જન-સમુદાય) જંગલ જેવું થઇ ગયું છે, તો પછી હું શામાં આસક્તિ રાખું ? (૨૧) હું દેહ (શરીર) નથી, તે જ રીતે દેહ એ મારો નથી, અને હું જીવ (મનુષ્ય) પણ નથી, --કારણ કે હું શુદ્ધ “ચૈતન્ય” છું. --જીવન પ્રત્યે જીવવાની જે ઈચ્છા (સ્પૃહા) હતી તે જ મારા માટે બંધન હતું. (૨૨) Page #7 -------------------------------------------------------------------------- ________________ અહો,અનત મહાસાગર-રૂપ મારામાં ચિત્ત-રૂપી (મન-રૂપી) વાયુ (પવન) વાતાં, --જગત-રૂપ (જગતના જેવા) વિચિત્ર તરંગો ઓચિંતા ઉઠયા (૨૩) અનંત મહાસાગર-રૂપ મારામાં ચિત્તરૂપ (મન-રૂપ) વાયુ શાંત બની જતાં, --જીવ-રૂપ (મનુષ્ય-રૂપ) વેપારી નું જગત-રૂપ વહાણ કમનસીબે ભાગી ગયું. (૨૪) આશ્ચર્યની વાત છે-કે-અનંત મહાસાગર-રૂપ મારામાં --જીવ-રૂપ (અને જગત-રૂપ) મોજાંઓ આપોઆપ જ ઉત્પન્ન થાય છે, --અથડાય છે, રમે છે અને છેવટે લય (નાશ) પામે છે. (૧૫) પ્રકરણ-૨-સમાપ્ત Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ અષ્ટાવક્ર બોલ્યાઆત્મા ને વાસ્તવિક રીતે એક (અદ્વૈત) અને અવિનાશી જાણ્યા પછી, --આત્મજ્ઞ (આત્મા ને જાણનાર) અને ધીર એવા તને, --ધન ની પ્રાપ્તિ કરવા પ્રત્યે પ્રીતિ કેમ થાય છે? (૧) અહો,જેમ છીપ ના અજ્ઞાનથી-ભ્રમથી (ભમથી છીપલા પર ચાંદી દેખાય છે.પણ તે ચાંદી નથી) --તેના પર દેખાતી ચાંદી કાઢી લેવાનો લોભ (પ્રીતિ) ઉપજે છે, તેમ --“આત્મા” ના અજ્ઞાન થી વિષયો-રૂપ ભૂમાત્મક (ભ્રમ વાળી) વસ્તુમાં (ધન-વગેરેમાં) પ્રીતિ થાય છે. (૨) જેમાં (જે આત્મા માં) જગત, એ સમુદ્ર ના તરંગ ની જેમ સ્કૂરે છે, (સમુદ્ર ના તરંગો અનિત્ય-અસ્થાયી છે) --તે (આત્મા) “હું” જ છું, (જગત એ તરંગો છે-અનિત્ય છે) એમ જાણ્યા પછી પણ, --તું પામર (દીન-મૂર્ખ) મનુષ્ય ની જેમ શા માટે દોડાદોડ કરે છે ? (૩). આત્મા ને શુદ્ધ “ચૈતન્ય-રૂપ” અને “અત્યંત સુંદર" જાણવા છતાં, --જે મનુષ્ય વિષયોમાં (સ્વાદ-વગેરે) આસકત બને છે, તે --મલિનતાને (સુંદર આત્મા ને નહિ પણ ગંદકીને) જ પામે છે. (૪) પોતાના આત્મા ને સર્વ ભૂતો માં (જીવો માં) અને --સર્વ જીવો ને પોતાના આત્મા માં જાણનાર મુનિઓ માં પણ --જો, મમત્વ (હું-મારું) ચાલુ રહે –તો તે આશ્ચર્ય છે. (૫) પરમ અદ્વૈત માં સ્થિર થયેલો અને મોક્ષ ને માટે પ્રયાસ કરતો મનુષ્ય પણ, --મનમાં રહેલી સૂક્ષ્મ વાસનાઓ ને આધીન થઇ,વ્યાકુળ બની, --જો, કામ ને વશ થાય તો, તે આશ્ચર્ય છે. (૬) યોગ થી ઉત્પન્ન થયેલા “જ્ઞાન” ના શત્રુ ને (વાસનાઓ-વિષયભોગને) જાણતો હોવાં છતાં, --અંતકાળ ને પ્રાપ્ત થયેલો મનુષ્ય અતિ દુર્બળ બની, --જો, વિષયભોગ ની ઈચ્છા કરે, તો તે આશ્ચર્ય છે. (૭) આ લોક અને પરલોક પ્રત્યે વિરક્ત, --નિત્ય અને અનિત્ય વસ્તુ ના ભેદ ને સમજનાર, અને મોક્ષ ની ઈચ્છા રાખનાર, -- મનુષ્ય ને જો, મોક્ષ થી જ ભય લાગે, તો, તે આશ્ચર્ય છે. (૮). ધીર મનુષ્ય, ભોગો ભોગવવા છતાં અને ભોગો ભોગવવાથી પીડાયુક્ત બનતો હોવા છતાં પણ --તે હંમેશના માટે કેવળ “આત્મા” ને જોતો હોય છે, એટલે તે, --નથી “પ્રસન્ન”(હર્ષમય) થતો કે નથી “કોપિત” (ગુસ્સે) થતો. (૯) જે મનુષ્ય પોતાના પ્રવૃત્તિ યુક્ત (પ્રવૃત્તિ કરતા) શરીર ને, --કોઈ બીજા ના શરીર ની જેમ જુએ છે, પોતાનું શરીર પ્રવૃત્તિ કરતું નથી તેમ જુએ છે) --એવો મહાત્મા પુરુષ “સ્તુતિ” થી (વખાણથી) કે નિંદાથી કેવી રીતે ક્ષોભ પામે ? (૧૦) Page #9 -------------------------------------------------------------------------- ________________ આ સમસ્ત જગત એ 'માયા માત્ર” (માત્ર માયા જ છે) એમ સમજી ને જગત ને જોનાર ને, --જગત ની કોઈ કુતુહલતા રહેતી નથી, તેથી તેની બુદ્ધિ શાંત થઇ છે અને તેવા મનુષ્ય ને, -જો મૃત્યુ પાસે આવે, તો પણ તે મૃત્યુ,તેને કેવી રીતે ત્રાસ આપે ? (૧૧) જે મહાત્મા નું મન નિરાશા ના પ્રસંગે પણ, --તદ્દન નિસ્પૃહ (અનાસક્ત) રહે છે, તેવા, --આત્મજ્ઞાન થી સંતુષ્ટ મહાપુરુષ ની તુલના કોની સાથે થઇ શકે ? (૧૨) આ દૃશ્ય-જગત,સ્વ-ભાવ થી કંઈ જ નથી, (જગત મિથ્યા છે) –એમ જાણનાર, --એ શાંત બુદ્ધિવાળો મનુષ્ય શું એમ જુએ છે કે – --આ ગ્રહણ (લેવા) કરવા યોગ્ય છે કે આ ત્યાગવા યોગ્ય છે?? (૧૩) વિષય વાસના રૂપ મળનો (ગંદકીનો) જેણે અંતઃકરણથી ત્યાગ કરેલો છે, --જે ઢંદ (સુખ-દુઃખ વગેરે) અને આશા વગરનો થયો છે, તેના જીવનમાં સહજ-પણે આવતા ભોગોથી, --તે નથી હર્ષ પામતો કે નથી દુઃખી થતો. (૧૪) પ્રકરણ -૩-સમાપ્ત Page #10 -------------------------------------------------------------------------- ________________ 10 પ્રકરણ-૪ જનક કહે છેઅહો, ભોગ-રૂપ “લીલા” કરતા,(ભોગ પ્રત્યે અનાસકત રહી ભોગ ભોગવતા) એવા --ધીર,આત્મજ્ઞાની પુરુષ ની સાથે --સંસારી (સંસારમાં ઓતપ્રોત-આસક્ત થયેલા) મૂઢ મનુષ્ય ની કોઈ સમાનતા છે જ નહિ. (૧) જે પદ (આત્મ-પદ) ની ઈચ્છા કરતા ઇન્દ્ર વગેરે દેવો, તે પદ ની પ્રાપ્તિ ના થતાં, --દીનતા ને પ્રાપ્ત કરે છે,શોકાતુર બને છે, ત્યારે --તે આત્મ-પદ માં સ્થિર થયેલો યોગી હર્ષ પણ પામતો નથી,તે આશ્ચર્ય છે. (૨) એ આત્મ-પદ ને જાણનાર ને તેના અંતઃકરણ માં પુણ્ય કે પાપ નો સ્પર્શ થતો નથી, --જેમ આકાશમાં ધુમાડો દેખાય પણ આકાશ ને વાસ્તવિક રીતે ધુમાડા નો સ્પર્શ થતો નથી તેમ. (૩) આ સમસ્ત જગત “આત્મ-રૂપ” છે, એમ જેણે જાણ્યું છે, તેવા મહાત્મા ની સહજ-ક્રિયાઓ માં (સહજ કર્મોમાં) --વિધિ-નિષેધ રૂપ બંધ નો (આ કર્મ થાય કે આ કર્મ ના થાય તેવો) અમલ કોણ કરાવી શકે ? (૪) બ્રહ્મા થી માંડી તૃણ (તરણા) સુધીની અને ચારે પ્રકારની જીવજાતિ ઓમાં (અંડજ,સ્વેદજ..વગેરેમાં) --માત્ર જ્ઞાની જ ઈચ્છા ને અનિચ્છા ને દૂર હટાવવામાં સમર્થ છે. (૫) આ જગત માં કોઈક જ પોતાના “આત્મા” ને અને “પરમાત્મા” ને એકરૂપ (અદ્વૈત) જાણે છે, અનુભવે છે), --અને એ જે જાણે છે,તેને જ જે આચરણ માં મૂકે છે તેને કશેથી પણ ભય આવતો નથી. (૬) પ્રકરણ-૪-સમાપ્ત Page #11 -------------------------------------------------------------------------- ________________ 11 પ્રકરણ-૫ અષ્ટાવક્ર કહે છે-કે તારો કશાની ય સાથે “સંગ” નથી, --તું શુદ્ધ (આત્મા) છે, તો પછી તું શાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે? --આ પ્રમાણે “દેહાભિમાન” નો નાશ કરી “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૧) સમુદ્ર માં જેમ (ફેણ થી પાણી નો પરપોટો ઉદય પામે છે પેદા થાય છે, તેમ, --તારામાંથી તારા આત્મામાંથી) વિશ્વ (જગત) ઉદય પામે છે (પેદા થાય છે) –એ પ્રમાણે, --આત્મા ને “એકમાત્ર” જાણી “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૨) અવ્યક્ત માંથી વ્યક્ત બનેલું જગત, પ્રત્યક્ષ હોવા છતાં,અવાસ્તવિક ( મિથ્યા) હોઈ, --તે જગત દોરડામાં દેખાતા સર્પ ની જેમ તારા નિર્મલ આત્મા માં છે જ નહિ, --આથી તું (જગત ના વિચારો છોડી ને) “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૩) સુખ-દુઃખ ને સરખાં ગણી,આશા-નિરાશા ને સમાન ગણી,તેમજ --જીવન અને મરણ ને પણ સરખાં ગણી ને, --પૂર્ણતા ને પ્રાપ્ત કરી ને, તું “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૪) પ્રકરણ-૫-સમાપ્ત Page #12 -------------------------------------------------------------------------- ________________ 12 પ્રકરણ-૬ અષ્ટાવક્ર કહે છે-કે “હું” (અહં-આત્મા) આકાશની જેમ “અનંત” છું.અને જગત ઘડાની જેમ પ્રકૃતિજન્ય છે.આ સત્ય “જ્ઞાન” છે. -- તો પછી આ જગત-વગેરે નો ત્યાગ પણ થઇ શકતો નથી, -- કે તે જગત ને ગ્રહણ પણ નથી કરી શકાતું, --વળી તે જગત નો લય પણ સંભવિત નથી. (૧) “હું” (અહં-આત્મા) મહાસાગર જેવો છું, અને આ જગત (પ્રપંચ) તરંગ જેવો છે,આ સત્ય “જ્ઞાન” છે, --તો પછી આ જગત-વગેરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૨) “હું” (અહં-આત્મા) છીપ સમાન છું, અને જગત ની કલ્પના “રૂપા સમાન” (વિવર્ત) છે,આ સત્ય “જ્ઞાન” છે. -- તો પછી આ જગત-વગેરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૩) “હું” (અહં-આત્મા) જ સર્વ ભૂતોમાં (જીવોમાં) છું અને સર્વ ભૂતો મારામાં છે,આ સત્ય “જ્ઞાન” છે. -તો પછી આ જગત-વગરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૪) પ્રકરણ-ફસમાપ્ત Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ જનક કહે છે કે “મારા-રૂપ” (અહં-આત્મા-રૂપ) મહાસાગર માં. --“મન-રૂપ” પવન વડે,"જગત-રૂપ” વહાણ આમતેમ ભમે છે (ડોલે છે), --પરંતુ મને તેનો “ઉગ” (અસહિષ્ણુતા-અસહનશીલતા) નથી. (૧) “મારા-રૂપ” (અહં-આત્મા-રૂપ) મહાસાગર માં. --એની મેળે જ “જગત-રૂપ” તરંગો ઉઠે કે તરંગો શાંત થઇ જાય, પરંતુ તેનાથી, --નથી “મારામાં” (અહં-આત્મામાં) નથી વૃદ્ધિ થવાની કે નથી કશું ઓછું થવાનું. (૨) “મારા-રૂપ” (અહં-આત્મા-રૂપ) મહાસાગર માં. આ “જગત” તો “કલ્પનામાત્ર” જ છે, --અને તેના (તે જગતના) આશ્રય-રૂપ “હું” (અહં-આત્મા) તો, --અત્યંત “શાંત” અને “આકાર વગરનો” (નિરાકાર) જ છું. (૩) “આત્મા” એ “જગત” માં નથી,અને તે અનંત-નિરંજન સ્થિતિ માં રહેલ “આત્મા” માં “જગત” નથી. --આથી તેના (તે જગતના) આશ્રય-રૂપ “હું” (અહં-આત્મા) તો, --“આસક્તિ વગરનો” “નિસ્પૃહ” અને “શાંત” છું. (૪). અહો, “હું” (અહં-આત્મા) તો “ચૈતન્ય” માત્ર છું, અને “જગત” (સંસાર) ઇન્દ્રજાલ (માયા) જેવું છે, --આથી મારે માટે ત્યાજ્ય ત્યાગ કરવાનો) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવાનો) ની, --“કલ્પના” પણ ક્યાં થાય? અને કલ્પના કેવી રીતે થાય ? (૫) પ્રકરણ-૭-સમાપ્ત Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૮ અષ્ટાવક્ર કહે છે કે જયારે ચિત્ત (મન) કાંઇ-- ઈચ્છે—કે—શોક-- કરે, --કાંઇ—છોડી–દે--કે –કાંઇ–ગ્રહણ—કરે, --કાંઇ—હર્ષ—કરે—કે—કોપ (ગુસ્સે) –કરે, ત્યારે જ “બંધન” થાય છે. (૧) જયારે ચિત્ત ઈચ્છા કરતુ નથી, શોક કરતુ નથી, --છોડી દેતું નથી કે ગ્રહણ કરતુ નથી, --હર્ષ નથી પામતું કે કોપ નથી કરતું, ત્યારે જ “મોક્ષ” થાય છે. (૨) જયારે ચિત્ત કોઈ પણ દૃષ્ટિ થી (નજરથી) વિષયો માં “આસક્ત થઇ જાય છે, --ત્યારે “બંધન” થાય છે, અને --જયારે ચિત્ત બધીય દષ્ટિ થી વિષયોમાં “અનાસક્ત” થઇ જાય ત્યારે “મોક્ષ” થાય છે. (૩) જયારે “અહમ” (હું શરીર છું તેવું -દેહાભિમાન) નથી, ત્યારે “મોક્ષ છે, અને, --અહમ (દેહાભિમાન) છે, ત્યારે “બંધન” છે, --એમ સહજ વિચારી,તું કશાનું પણ ગ્રહણ કે ત્યાગ કર નહિ. (૪) પ્રકરણ-૮-સમાપ્ત Page #15 -------------------------------------------------------------------------- ________________ 15 પ્રકરણ-૯ અષ્ટાવક્ર કહે છે-કે-કૃત (કરવા જેવાં) અને અકૃત (નહિ કરવા જેવા) કર્મો, તેમજ, --સુખ-દુઃખ જેવા કંદો, કોનાં અને ક્યારે શાંત થયાં છે ? આવું જાણી ને --આ સંસારમાં વૈરાગ્યશીલ થઈને,વ્રત-કર્મ વગરનો અને ત્યાગ-પરાયણ થા. (૧). ઉત્પત્તિ અને વિનાશ-રૂપ, જગતનાં લોકો ના વર્તન (લોકચેષ્ટા) ના અવલોકન વડે, --કોઈક જ “ધન્ય-પુરુષ” (મહાત્મા) --જીવન જીવવાની,જીવન ભોગવવાની,કે જીવન ના જ્ઞાન ની “ઈચ્છા”—પ્રત્યે, --“વૈરાગ્ય” ને પેદા કરી ને શાંત બને છે. (૨) આ બધું દય જગત (સંસાર) અનિત્ય, ત્રિવિધ તાપ (આધ્યાત્મિક,આધિદૈવિક,આધિભૌતિક) થી દોષયુક્ત, --સાર વગરનું, નિંદવા-યોગ્ય અને ત્યાજ્ય (ત્યાગ કરવા જેવું) છે, --એમ નિશ્ચય કરી ને તે “ધન્ય-પુરુષ” (મહાત્મા) શાંત બને છે. (૩) જીવન માં (સંસારમાં) એવો કોઈ કાળ (સમય) કે જીવન ની એવી કોઈ અવસ્થા નથી કે જ્યાં મનુષ્ય ને. -સુખ-દુઃખ વગેરે જેવા ઠંદો નો સામનો કરવો પડતો ના હોય, એટલે જ, --યથાપ્રાપ્ત (જે મળી જાય તે) વસ્તુઓમાં વર્તવાવાળો મનુષ્ય સિદ્ધિ (મોક્ષ) ને પામે છે. (૪) મહર્ષિઓના, સાધુઓના અને યોગીઓ ના જુદા જુદા પ્રકારના મતો ને સાંભળી, --વૈરાગ્ય ને પામેલ કયો મનુષ્ય શાંત થતો નથી? (એટલે કે મનુષ્ય શાંત થાય છે) (૫). વૈરાગ્ય,સમત્વ અને યુક્તિ (યોગ વગેરે) દ્વારા --“ચૈતન્ય” ના “સ્વ-રૂપ” નું જ્ઞાન પ્રાપ્ત કરી જે પોતાને સંસારમાંથી તારે છે, (મુક્ત બને છે), --તે શું પોતે જ પોતાનો ગુરૂ નથી ? (અથવા –શું તેને બીજા ગુરુની જરૂર પડે ?) (૬) તું ભૂતો (જીવો) ના વિકારો (દેહ,ઇન્દ્રિયો વગેરે ના કાર્યો) ને યથાર્થ (વાસ્તવિક) રીતે, --તે જ જીવો માં દેખ. (તેમ કરવાથી તે વિકારો થી ઉદ્ભવતી બંધનાલ્ક અશાંતિ,અસારતા તને દેખાશે) -- ને આમ તું કરીશ ત્યારે) તે ક્ષણે જ તું બંધન માંથી મુક્ત બની સ્વ-રૂપ માં સ્થિર બનીશ. (૭) વાસના ઓ જ સંસાર (બંધન) છે, તેથી તે બધી વાસનાઓ નો ત્યાગ કર, --વાસનાઓના ત્યાગ થી,સંસારનો (બંધન નો) પણ ત્યાગ થઇ જશે,અને, --જે સ્થિતિ (પરમપદની-મુક્તિ ની) થવી જોઈએ તે આજે જ (હાલ જ) થઇ જશે. (૮). પ્રકરણ-૯-સમાપ્ત Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૦ અષ્ટાવક્ર કહે છે કે શત્રુ-રૂપ કામને અને અનર્થ થી ભરેલા અર્થ (ધન) ને, --તેમ જ આ બંને ના કારણ-રૂપ ધર્મ ને પણ ત્યજી દઈ, --સર્વત્ર (સર્વ કર્મો નો) અનાદર કર. (૧) મિત્ર,જમીન,ધન,ઘર,સ્ત્રી,પુત્ર,સગાંસંબધી વગેરે ને,તું, --તે બધાં સ્વપ્ન કે ઇન્દ્રજાલ (જાદુગીરી) ની જેમ માત્ર ત્રણ કે પાંચ દિવસ માટેનાં જ છે,તેમ જો. (૨) જ્યાં જ્યાં તૃષ્ણા છે,ત્યાં સંસાર (બંધન) છે,એમ સમજ.માટે, --બળવાન વૈરાગ્ય નો આશરો લઇ ને તૃષ્ણા વગરનો થઇ સુખી થા. (3) તૃષ્ણા એ બંધન નું સ્વ-રૂપ છે,અને તૃષ્ણા નો નાશ એ જ મોક્ષ છે. --સંસાર પ્રત્યે ની અનાસક્તિ માત્રથી જ વારંવાર આત્મા ની પ્રાપ્તિ અને તૃપ્તિ થાય છે. (૪) તું એક શુદ્ધ અને ચેતન (આત્મા) છે અને જગત જડ અને અસત્ છે, --જે અવિદ્યા (અજ્ઞાન) કરીને કહેવાય છે તે પણ કાંઇ નથી (અસત્ છે) તો પછી, --કાંઇ જાણવાની (કે બનવાની) ઈચ્છા તને કેમ હોઈ શકે ? (૫) રાજ્ય,પુત્રો,પત્નીઓ,શરીરો અને સુખો માં તું આસક્ત હતો, --છતાં પણ જન્મો-જન્મ માં તે બધાં નાશ પામી ગયાં. (૬) અર્થ,કામ અને સુકૃત કર્મો પણ હવે બસ થયાં, આ બધાં થી પણ, --સંસાર-રૂપ વનમાં (તારું) મન શાંત થયું નહિ. (૭) કેટલાયે જન્મો માં તેં શરીર,મન અને વાચા વડે,પરિશ્રમ આપવાવાળાં --દુઃખ દાયક કર્મો કર્યા છે,તો હવે તો શાંત થા!!! (૮) પ્રકરણ-૧૦-સમાપ્ત 16 Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૧ અષ્ટાવક્ર કહે છે કે“ભાવ અને અભાવ રૂપ (ઉત્પત્તિ અને નાશ રૂપ-સૃષ્ટિનો) વિકાર સ્વભાવ થી જ (માયાથી જ) થાય છે” --એમ જેણે નિશ્ચય કર્યો છે,તેવો, --“નિર્વિકાર” અને “કલેશ (અશાંતિ વગરનો “મનુષ્ય સહેલાઈથી જ શાંત બને છે. (૧) “સર્વ જગતનું નિર્માણ કરનાર ઈશ્વર જ છે,બીજો કોઈ નથી” એમ જેણે નિશ્ચય કર્યો છે, --અને જેની બધી “આશા” ઓ પોતાના અંતઃકરણ માં થી નાશ પામી છે, --તેવો મનુષ્ય કશે “આસક્ત” થતો નથી. (૨) “સમયે (સમય પર) આવતી,આપત્તિ(દુઃખ) અને સંપત્તિ (ધન) દૈવ (પ્રારબ્ધ) થી જ આવે છે” --એમ જેણે નિશ્ચય કર્યો છે, તેવો “સંતોષી” અને “શાંત ઇન્દ્રીયોવાળો” મનુષ્ય, --કશાની “ઈચ્છા” કરતો નથી, તેમ જ કશાનો “શોક” કરતો નથી. (૩) “સુખ-દુઃખ અને જન્મ-મૃત્યુ, દૈવ (પ્રારબ્ધ) થી જ આવે છે” એમ જણે નિશ્ચય કર્યો છે. --અને માત્ર “સાધ્યને” (ઈશ્વરને) જ જોનારો, (માત્ર ઈશ્વર માટેના જ કર્મ કરનારો) મનુષ્ય, --અનાયાસે આવી પડતાં કર્મ કરતો હોવાં છતાં કર્મ થી લપાતો નથી. (૪). “આ સંસારમાં બીજી કોઈ રીતે નહિ પણ માત્ર “ચિંતા” થી જ દુ:ખ ઉભું થાય છે” --એમ જેણે નિશ્ચય કર્યો છે, તેવો “ચિંતા વગરનો” અને --સર્વત્ર “સ્પૃહા વગરનો” (અનાસક્ત) મનુષ્ય સુખી ને શાંત બને છે. (૫) “હું દેહ નથી,દેહ મારો નથી,પણ હું તો કેવળ બોધ-રૂપ (જ્ઞાન-રૂપ-આત્મા-રૂપ) છું” -એવો જેણે નિશ્ચય કર્યો છે, તેવો “મોક્ષ” ને પ્રાપ્ત થયેલો મનુષ્ય, --કરેલાં કે ના કરેલાં “કર્મો” ને સંભાળતો નથી (યાદ કરતો નથી) (૬) “બ્રહ્મા થી માંડી તૃણ (તરણા) સુધી સર્વ માં “હું” (આત્મા) જ રહ્યો છું” --એવો જેણે નિશ્ચય કર્યો છે, તેવો મનુષ્ય ”સંકલ્પ વગરનો” “પવિત્ર” અને “શાંત” બને છે, અને, --તેના માટે જગત માં કશું પ્રાપ્ત (મેળવવાનું) કે અપ્રાપ્ત (ખોવાનું) રહેતું નથી. (૭) “આ અનેક આશ્ચર્ય વાળું (ચમત્કાર જેવું) જગત કાંઈ જ નથી (છે જ નહિ)” -એવો જેણે નિશ્ચય કર્યો છે, તેવો “વાસના વગરનો” અને “ચૈતન્ય રૂપ” મનુષ્ય, --સંસાર જાણે છે જ નહિ (સંસાર મિથ્યા છે, એમ સમજી ને “શાંત” બને છે. (૮) પ્રકરણ-૧૧ સમાપ્ત Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૨ જનક કહે છે કે પહેલાં શારીરિક (કાયિક) કર્મો નો,પછી વાણી ના કર્મો નો (વાચિક) અને તેના પછી, --માનસિક કર્મો નો ત્યાગ કરી, હવે હું સ્થિત (સ્થિર) છું. (૧) શબ્દ વગેરે વિષયો માં આસક્તિ ના અભાવ થી (વિષયો પ્રત્યે અનાસક્ત) અને, --આત્મા તો અદૃશ્ય (જોઈ ના શકાય તેવો) હોવાથી, --કદીક “વિક્ષેપ” તો “એકાગ્ર” હૃદય વાળી સ્થિતિ માં સ્થિત (સ્થિર) છું. (2) “વિક્ષેપ” દશામાં રહેલા ને માટે સમ્યક અભ્યાસ કરી “ સમાધિ” સુધી પહોંચવાનો નિયમ છે, --અને “સમાધિ” દશા માં રહેનારા માટે પણ ઉલ્ટા નિયમ- વ્યવહારો છે,તે નિયમો જોઈ ને, --(હું તો) આત્માનંદમાં (નિજાનંદમાં) સ્થિત (સ્થિર) છું. (3) ત્યાજ્ય (ત્યાગવાનું) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવાનું) –હવે રહ્યું નથી, --તેથી “હર્ષ” અને “શોક” ના અભાવ વાળી સ્થિતિ માં સ્થિત (સ્થિર) છું. (૪) આશ્રમ માં રહેવું કે આશ્રમ થી પર થવું, ધ્યાન કરવું કે ધ્યાન ના કરવું, મન ને માનવું કે ના માનવું, --વગેરે વાતો માં માત્ર “હું” જ વિકલ્પ (મારી મરજી અનુસાર) આપું, એમ સ્થિત (સ્થિર) છું. (૫) જેમ કર્મ કરવાં એ અજ્ઞાન નું કાર્ય છે,તેમ કર્મ ના કરવાં તે પણ અજ્ઞાન નું કાર્ય છે, --આ “તત્વ” ને જાણી લઇ “હું” સ્થિત (સ્થિર) છું (૬) અચિંત્ય (બ્રહ્મ) નું ચિંતન કરનારો પણ “ચિંતન-રૂપ” થાય છે, એ સમજી ને, --તે “અચિંત્ય” (બ્રહ્મ) નું ચિંતન છોડી ને સ્થિત (સ્થિર) છું. (૭) જેણે આ પ્રમાણે સ્થિરતા ની સ્થિતિ કરી છે,તે કૃતકૃત્ય થયા છે, અને --જેનો આવી સ્થિરતા નો “સ્વ-ભાવ” બન્યો છે તે પણ કૃતકૃત્ય જ છે. પ્રકરણ-૧૨-સમાપ્ત (૮) 18 Page #19 -------------------------------------------------------------------------- ________________ 19 પ્રકરણ-૧૩ “કાંઇ પણ ના હોવાની “(શૂન્યતા) સ્થિતિ થી ઉત્પન્ન થતી માનસિક સ્વસ્થતા, --કપીન ધારણ કરવાથી (કે માત્ર,ભગવાં પહેરવાથી) પણ અપ્રાપ્ય છે, --ત્યાગ અને ગ્રહણ એ બંને ના વિચાર છોડી દઈ ને હું સુખપૂર્વક સ્થિત છું. (૧) કશામાં ક્યાંક શરીર નું દુઃખ,કશામાં જીભ નું દુઃખ,તો કશામાં ક્યાંક વળી મન નું દુ:ખ,એટલે, --આ બધું છોડીને હું માત્ર આત્મપ્રાપ્તિ ના પુરુષાર્થ માં સુખપૂર્વક સ્થિત છું. (૨) “કોઈ પણ કર્મ કરી શકાતું જ નથી (કરાતું જ નથી” એમ “તત્વ-દષ્ટિ” થી વિચારીને, --જે વખતે જે કર્મ સહજ આવી પડે તે કરી ને હું સુખપૂર્વક સ્થિત છું. (૩) કર્મ-રૂપ અને નૈષ્ફર્મ્સ-રૂપ (અકર્મ) બંધન ના ખ્યાલો દેહાભિમાન વાળા યોગી ને જ લાગે છે, પરંતુ, --મને તો દેહ –વગેરે ના સંયોગ અને વિયોગ નો અભાવ હોઈ,હું સુખપૂર્વક સ્થિત છું. (૪) બેસવાથી,ચાલવાથી કે સૂઈ જવાથી, મને કોઈ લાભ કે હાનિ થતી નથી, આથી, બેસવા, ચાલવા અને સુવા છતાં –હું સુખપૂર્વક સ્થિત છું. (૫) કશું પણ કર્યા વગર સૂઈ રહું તો મને કોઈ હાનિ નથી,અને યત્ન કરું તો મને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, --આથી “લાભ” અને “હાનિ” એ બંને ને ત્યજી દઈ,હું સુખપૂર્વક સ્થિત છું. (૬) જગતની વસ્તુઓમાં રહેલા સુખ-દુ:ખ અને અનિશ્ચિતપણા ને વારંવાર જોઈ ને, --તે શુભ અને અશુભ નો પરિત્યાગ કરી હું સુખપૂર્વક સ્થિત છું. (૭) પ્રકરણ-૧૩-સમાપ્ત Page #20 -------------------------------------------------------------------------- ________________ 20 પ્રકરણ-૧૪ જે પ્રકૃતિ-સ્વભાવવત, શૂન્ય-ચિત્ત (ચિત્તવૃત્તિ વિહીન) છે, તેવો મનુષ્ય. --પ્રમાદ (મજા) ને ખાતર જ જગતની વસ્તુઓ ની ભાવના કરતો હોય તેવું લાગે,અને, --ભલે તે જાગતા જેવો લાગતો હોય છતાં તે, (જ્ઞાન નિંદ્રામાં) ઊંઘતો જ હોવાથી,(શૂન્ય-ચિત્ત હોવાથી) --તેનું સંસારરૂપી બંધન ક્ષીણ થયેલું છે. (૧) જયારે મારી કામના (સ્પૃહા) નષ્ટ થઇ ગઈ છે, ત્યારે, --મારા માટે ધન શું? મિત્રો શું? વિષયો રૂપી ચોર શું? --શાસ્ત્ર શું ? કે વિજ્ઞાન શું ? (૨). સાક્ષી-પુરુષ “આત્મા” અને ઈશ્વર (પરમાત્મા) તેમજ નૈરાશય (આશા વગરના) અને બંધન-મોક્ષ, --આ બધા શબ્દો નું મને જ્ઞાન થયું છે, (આ સર્વ નો હું જ્ઞાતા છું) --એટલે મુક્તિ ને માટે મને હવે ચિંતા નથી. (૩) જે પુરુષ નું અંતઃકરણ સંકલ્પ-વિકલ્પ વગરનું છે, જેના અંતઃકરણ માં વિષય-વાસનાઓ નથી), અને , --ભલે તે બહાર થી સ્વછંદ-પણે (સ્વેચ્છા-પૂર્વક) વિચરતો (ફરતો) હોય, તેમ છતાં તે જ્ઞાની છે. --આવા જ્ઞાની પુરુષ ને જ્ઞાની પુરુષ જ જાણી શકે છે, અજ્ઞાની પુરુષ નહિ. (૪) પ્રકરણ-૧૪-સમાપ્ત Page #21 -------------------------------------------------------------------------- ________________ 21 પ્રકરણ-૧૫ અષ્ટાવક્ર કહે છે-કેએક સત્વ-બુદ્ધિ-વાળો પુરુષ માત્ર થોડા ઉપદેશ થી જ કૃતાર્થ (ધન્ય) થઇ જાય છે, જયારે, --અસત્ બુદ્ધિ વાળો બીજો જીવનપર્યત જિજ્ઞાસુ હોવા છતાં મોહ ને પામે છે. (૧) વિષયોમાં થી રસ જતો રહેવો (વૈરાગ્ય)એ જમોક્ષ છે, --વિષયોમાં રસ હોવો-એ જ –બંધન છે, --ટૂંકમાં આ આટલું જ માત્ર “જ્ઞાન-વિજ્ઞાન” છે, તે સમજી તારી ઈચ્છામાં આવે તેમ કર. (૨) આ તત્વજ્ઞાન અત્યંત બોલવાવાળા,પ્રવૃત્તિ મય,મહાજ્ઞાની પંડિત પુરુષ ને --મૂંગો,પ્રવૃત્તિ વગરનો(જડ), અને જગતને તે બહાર થી આળસુ દેખાય તેવો કરી નાખે છે, --આથી જગતના ભોગાભિલાષી (ભોગો ની ઈચ્છાવાળા) મનુષ્યો વડે તે તત્વજ્ઞાન ત્યજાયેલું છે. (૩) તું દેહ નથી કે દેહ તારો નથી,તું ભોક્તા (ભોગવનાર) નથી કર્તા (કર્મો નો કરનાર) નથી, --તું શુદ્ધ ચૈતન્ય-રૂપ (આત્મા-રૂપ) અને સાક્ષી-રૂપ છે, એટલે (અને તને કોઈ ઈચ્છા પણ નથી) --કોઈ પણ જાતની ઈચ્છા રાખ્યા વગર સુખપૂર્વક વિચર. (સુખી થા) (૪). રાગ અને દ્વેષ (દ્વૈત) એ તો મન ના ધર્મો છે, તારા (આત્માના) નહિ, --અને (એટલે) મન તો તારું કદી છે જ નહિ, પણ તું તો, --નિર્વિકલ્પ વિકલ્પ વગરનો) નિર્વિકાર,અને બોધ (જ્ઞાન) સ્વ-રૂપ છે,માટે સુખપૂર્વક વિચર. (૫) સર્વ ભૂતોમાં (જીવોમાં) પોતાના આત્મા ને અને પોતાના આત્મા માં સર્વ ભૂતો ને (જીવોને) જાણી ને, --અહંકાર અને મમત્વ (મમતા-આસક્તિ) વગરનો થઇ ને તું સુખી થા. (૬) સમુદ્રમાં જેમ તરંગો થાય છે, તેમ આ જગત ટૂરે(બને) છે, (જગત એ સમુદ્રના તરંગ જેવું છે) --અને એ જ તું છે, તું જ એ સમુદ્ર અને એ સમુદ્રનું તરંગ પણ છે-બંને જુદા નથી) --માટે,હે,ચૈતન્ય-સ્વ-રૂપ તું સંતાપ વગરનો થા. (૭) હે પ્રિય (તાત-સૌમ્ય) તું શ્રદ્ધા રાખ, તું શ્રદ્ધા રાખ, અને અહીં (જગતમાં) મોહ ના પામ, (કારણ કે), --તું જ્ઞાન-સ્વ-રૂપ, આત્મા (પરમાત્મા) સ્વ-રૂપ છે અને પ્રકૃતિ થી પર છે. (૮). ગુણો (સત્વ-રજસ-તમસ) થી લપટાયેલો (ઢંકાયેલો) આ દેહ, --ક્યારેક સ્થિત, તો ક્યારેક આવે અને જાય છે, પણ --આત્મા તો નથી આવતો કે નથી જતો, તો શા માટે તું તેનો શોક કરે છે ? (૯) ચાહે આ શરીર કલ્પ (સમયનું એક માપ=અબજો વર્ષ) ના અંત સુધી રહે કે આજે જ પડે, પણ --તું કે જે ચૈતન્ય-માત્ર-સ્વ-રૂપ છે, તેની શી વૃદ્ધિ છે કે શી હાનિ છે ? (૧૦) તારા-રૂપી અનંત મહાસાગર માં જગત-રૂપી તરંગ આપોઆપ (સ્વ-ભાવથી), --ઉદય થાય (બને) કે અસ્ત થાય (નાશ પામે) પણ તેથી, --તારી વૃદ્ધિ પણ થતી નથી કે નાશ પણ થતો નથી. (૧૧) Page #22 -------------------------------------------------------------------------- ________________ 22 હે પ્રિય, તું ચૈતન્યમાત્ર-સ્વ-રૂપ (આત્મા) છે, અને આ જગત તારાથી ભિન્ન (જુદું) નથી, તો પછી, --ત્યાજ્ય (ત્યાગવું) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવું) ની કલ્પના, --કોને, કેવી રીતે અને ક્યાંથી હોઈ શકે? (૧૨) તું “એક", "નિર્મળ”, “શાંત”, “અવ્યય” (અવિનાશી), “ચિદાકાશ” (ચૈતન્ય-રૂપ-આકાશ) છે, --અને આવા તારા માં જન્મ ક્યાંથી? કર્મ કયાંથી? અને અહંકાર પણ ક્યાંથી?(હોઈ શકે ?) (૧૩) જે જે તું જુએ છે ત્યાં ત્યાં તું એકલો જ ભાયમાન (દેખાય) થાય છે, વધુ શું કહું ? --સોનાના બાજુબંધ અને સોનાના ઝાંઝર, શું સોનાથી ભિન્ન (જુદાં) ભાસે (દેખાય) છે ખરા ? (૧૪) જે “આ” છે તે “હું” છું, કે “હું” નથી-એવા ભેદભાવ (દ્વૈત) ને છોડી દે,અને, --બધું ય “આત્મા” (અદ્વૈત) છે-એમ નિશ્ચય કરી,સંકલ્પ વગરનો થઇ સુખી થા. (૧૫) તારા અજ્ઞાન થી જ આ જગત ભાસે (દેખાય) છે, પરંતુ, --વસ્તુતઃ તો (સાચમાં તો) તું એકલો જ (એક-અદ્વૈત) છે અને તારાથી જુદો કોઈ --સંસારી (બંધન વાળો) અને અસંસારી (મુક્ત) છે જ નહિ. (૧૬) આ સંસાર એ ભ્રાંતિમાત્ર છે, બીજું કંઇ નહિ,એવો નિશ્ચય કરનાર, --વાસનાઓ વગરનો અને કેવળ ચૈતન્ય-રૂપ મનુષ્ય,જગત માં જાણે કાંઇ છે જ નહિ, --એમ સમજી ને શાંત બને છે. (૧૭) સંસાર-સાગર માં એક તું જ છે,હતો, અને હોઈશ.તને બંધન પણ નથી અને મોક્ષ પણ નથી, --માટે તું કૃતાર્થ (ધન્ય) હોઈ સુખી થા. (૧૮) હે,ચૈતન્ય-રૂપ જનક, સંકલ્પ-વિકલ્પ થી તારા ચિત્તને (મન ને) ક્ષોભિત (દુઃખી) ના કર,પણ, --મન ને શાંત કરી,આનંદ રૂપ પોતાના આત્મા માં સ્થિર થા. (૧૯) ધ્યાન (મનન) નો સર્વત્ર ત્યાગ કર અને હૃદયમાં કાંઇ પણ ધાર (ધારણા) કર નહિ, --તું આત્મા હોઈ મુક્ત જ છે, પછી વિચારો કરીને શું કરવાનો છે ? (૨૦). પ્રકરણ-૧૫-સમાપ્ત Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૬ અષ્ટાવક્ર કહે છે કેહે પ્રિય, વિવિધ શાસ્ત્રો ને તું અનેકવાર કહે અથવા સાંભળે,પરંતુ, --તે બધું ભૂલી જવા વિના તને શાંતિ થશે નહિ. (૧) હે, જ્ઞાન-સ્વરૂપ, તું ભલે,ભોગ,કર્મ કે સમાધિ,ગમે તે કરે, કે, --ભલે ને તારું મન આશાઓ વગરનું બન્યું હોય, તેમ છતાં તારું મન તને અત્યંત લોભાવશે. (૨) પરિશ્રમ થી (ભોગ,કર્મ, સમાધિ...વગેરે) બધાય મનુષ્ય દુઃખી થાય છે, પરંતુ --એને મન ને) કોઈ જાણી શકતું નથી, જે મન લોભાવે છે-તે-મન ને જાણો-આ ઉપદેશ છે) અને --આ ઉપદેશ થી ધન્ય (કૃતાર્થ) થયેલો મનુષ્ય નિર્વાણરૂપ પરમ સુખ ને પામે છે. (૩) જે પુરુષ આંખ ની મીંચવા-ઉઘાડવાની ક્રિયા (પ્રવૃત્તિ) થી પણ ખેદ પામે છે, તેવા, --આળસુના સરદારો (નિવૃત્તિશીલ-ઈશ્વર માં તન્મય) ને સુખ પ્રાપ્ત થાય છે, બીજા ને નહિ. (૪) આ કર્યું અને આ કર્યું નહિ-એવા ઢંદો થી મન જયારે મુક્ત બને છે, ત્યારે તે, --(પુરુષાર્થો) ધર્મ,અર્થ,કામ અને મોક્ષ પ્રત્યે ઉદાસીન (ઈચ્છા વગરનું) બને છે. (૫) વિષયો નો દ્વેષી (દ્વેષ કરનાર) મનુષ્ય વિરક્ત (અનાસકત) છે, --અને વિષયો માં લોલુપ મનુષ્ય “રાગી” (આસક્ત) છે, પરંતુ --આ બંને થી પર થયેલો જીવનમુક્ત (મુક્ત થયેલો) મનુષ્ય નથી વિરક્ત કે નથી રાગી. (૬) જ્યાં સુધી સ્પૃહા (તૃષ્ણા-મમતા) જીવતી હોય, અને અવિવેક ની સ્થિતિ હોય, તો તેવી સ્થિતિ, --એટલે કે- ત્યાગ અને ગ્રહણ ની ભાવના એ સંસાર રૂપી વૃક્ષ નો અંકુર છે. (૭) પ્રવૃત્તિ માંથી આસક્તિ જન્મે છે, અને નિવૃત્તિ માંથી દ્વેષ (વિષયો નો દ્વેષ) જન્મે છે. --આથી બુદ્ધિમાન અને ઠંદ વગરનો પુરુષ “જે છે તે” પરિસ્થિતિ માં (બાળક ની જેમ) સ્થિર રહે છે. (૭) રાગી (આશક્તિ પુરુષ (આસક્તિ થી મળેલા) દુઃખ થી દૂર થવાની ઈચ્છા થી સંસાર ને છોડવા ઈચ્છે છે, --પરંતુ અનાસકત પુરુષ દુઃખ થી મુક્ત થઇ ને સંસાર માં (રહેવા છતાં) પણ ખેદ પામતો નથી. (૮) જેને મોક્ષ વિષે પણ આસક્તિ છે, તેમજ દેહમાં પણ મમતા છે, અને જેને દેહ નું અભિમાન છે, --તે યોગી નથી અને જ્ઞાની પણ નથી, પરંતુ તે તો કેવળ દુ:ખ ને જ પામે છે. (૯) જો તારા ઉપદેશક શિવ હોય, વિષ્ણુ હોય કે બ્રહ્મા હોય, તો પણ, --બધું ભૂલી ગયા વિના (બધાના-એટલેકે બધા જ્ઞાન નો ત્યાગ વિના) તને શાંતિ મળવાની નથી. (૧૦) પ્રકરણ-૧૬-સમાપ્ત Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૭ અષ્ટાવક્ર કહે છે-કે જે પુરુષ સંતોષી અને શુદ્ધ ઇન્દ્રીયોવાળો છે અને સદાય એકલો (અસંગ) તથા આનંદ માં રહે છે, --માત્ર તેણે જ જ્ઞાનનું અને યોગાભ્યાસ નું ફળ પ્રાપ્ત કર્યું છે. (૧) તત્વ (સત્ય) ને જાણનારો આ જગત માં કદી ખેદ ને પામતો નથી, તે વાત સાચી છે,કેમ કે, --તેના એકલા થી જ સમસ્ત બ્રહ્માંડ-મંડળ વ્યાપ્ત છે.(તેના સિવાય બીજું કશું છે જ નહિ) (૨) શલ્લકી નાં (એક જાતની મધુર રસવાળી વનસ્પતિનાં) પાન ખાઈ ને આનંદિત થયેલા હાથી ને, --જેવી રીતે લીંબડાનાં કડવા પાન આનંદ (હર્ષ) પમાડતાં નથી, તેમ, --“આત્મા” રામ પુરુષને કોઈ વિષયો હર્ષ પમાડતા નથી. (૩) જે મનુષ્ય ભોગવાયેલા ભોગો માં આસક્ત થતો નથી અને, --ના ભોગવાયેલા ભોગો પ્રત્યે આકાંક્ષા રાખતો નથી,તેવા મનુષ્ય સંસારમાં દુર્લભ છે. (૪) અહીં સંસારમાં ભોગેચ્છુ (ભોગો ની ઈચ્છા વાળા) અને મોક્ષેચ્છુ (મોક્ષ ની ઈચ્છા વાળા) દેખાય છે, --પરંતુ ભોગ અને મોક્ષ –એ બંને પ્રત્યે આકાંક્ષા વગર ના વિરલા મહાત્મા કોઈક જ છે. (૫) કોઈ ઉદાર મન (બુદ્ધિ) વાળા ને જ પુરુષાર્થો (ધર્મ,અર્થ,કામ,મોક્ષ) પ્રત્યે અને, --જીવન તથા મરણ ને માટે ત્યાજ્ય (ત્યાગનો) કે ગ્રાહ્યભાવ (ગ્રહણ કરવાનો) હોતો નથી. (૬) જગત ના વિલયની (નાશની) જેને ઈચ્છા નથી કે તે જગત રહે તો પણ જેને દુઃખ નથી, એવો, --ધન્ય (કૃતાર્થ) પુરુષ,સહજ મળતી આજીવિકા વડે સુખપૂર્વક (સંતોષમાં) રહે છે. (૭) સત્ય જ્ઞાનને પામેલો અને જે જ્ઞાન ને પામવાથી, જેની બુદ્ધિ (જ્ઞાનમાં) લય પામી ગઈ છે, --તેવો કૃતાર્થ (ધન્ય) પુરુષ,ઇન્દ્રિયો ના વિષયો (જોતો,સંભાળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો) --ભોગવતો હોવાં છતાં (તે વિષયો પ્રત્યે અનાસક્ત હોવાથી) સુખપૂર્વક રહે છે. (૮) જયારે સંસારરૂપ સાગર ક્ષીણ થાય (સંસાર જતો રહે) ત્યારે દૃષ્ટિ શૂન્ય બને છે, --સર્વ ક્રિયાઓ (કર્મો) નિરર્થક બને છે,ઇન્દ્રિયો ક્ષુબ્ધ બને છે, અને --નથી આસક્તિ રહેતી કે નથી વિરક્તિ રહેતી. (૯) અહો,મનથી મુક્ત થયેલા ની કેવી ઉત્કૃષ્ટ દશા છે !! કે,જે, --નથી જાગતો,નથી સૂતો,નથી આંખ બંધ કરતો કે નથી આંખો ખોલતો. (૧૦) બધી વાસનાઓથી મુક્ત બનેલો,જ્ઞાની મુક્ત પુરુષ, સર્વ ઠેકાણે સ્વસ્થ (શાંત) દેખાય છે, --સર્વત્ર નિર્મળ અંતઃકરણ વાળો રહે છે અને સર્વત્ર શોભે છે. (૧૧) ઇચ્છાઓ અને અનિચ્છાઓ (ને રાગ-દ્વેષ) થી મુક્ત એ મહાત્મા,ભલે, --જોતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો,ગ્રહણ કરતો,બોલતો કે ચાલતો હોય છતાં મુક્ત જ છે. (૧૨) તે નથી કોઈની નિંદા કરતો, કે નથી કોઈની સ્તુતિ (વખાણ) કરતો, 24 Page #25 -------------------------------------------------------------------------- ________________ 25 --નથી ખુશ થતો કે નથી નાખુશ (ક્રોધિત) થતો, --નથી કોઈને આપતો કે નથી કોઈની પાસેથી લેતો, અને સર્વત્ર રસ વગરનો થઈને રહે છે. (૧૩) પ્રીતિયુક્ત (સુંદર) સ્ત્રી જેની પાસે આવે કે મૃત્યુ પાસે આવે, પણ તેને જોઈને જે મહાત્મા નું મન, --વિહવળ થતું નથી, પણ સ્વસ્થ રહે છે, તે મુક્ત જ છે. (૧૪) આવા,બધેય સમદર્શી,ધીરજવાન પુરુષને, સુખમાં કે દુઃખમાં સ્ત્રીમાં કે પુરુષમાં, --સંપત્તિ માં કે વિપત્તિમાં કશો જ ફરક હોતો નથી. (૧૫) જેનો (જેના મનમાં) સંસાર નાશ પામ્યો છે-તેવા મનુષ્યમાં, --નથી હિંસા કે નથી કરુણા,નથી ઉદ્ધતાઈ કે નથી નમ્રતા,નથી આશ્ચર્ય કે નથી ક્ષોભ (૧૬) મુક્ત પુરુષ, નથી વિષયોમાં આસક્ત થતો કે નથી વિષયો ને ધિક્કારતો, પણ --સદા અનાસક્ત થઇ પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુઓ નો ઉપભોગ કરે છે. (૧૭) જેનું મન નાશ પામ્યું છે, તે સમાધાન કે અસમાધાન, હિત કે અહિત,વગેરે ની --કલ્પના ને પણ જાણતો નથી, પરંતુ તે કેવળ કૈવલ્ય (મોક્ષ)માં જ સ્થિર રહે છે. (૧૮) મમતા વગરનો,અહંતા (અભિમાન) વગરનો,અને જગતમાં કાંઈજ નથી (જગત મિથ્યા) એવા, --નિશ્ચય વાળો,અને અંદરથી જેની બધી આશાઓ લય (નાશ) પામી ગઈ છે, --તેવો મનુષ્ય કર્મ કરે છતાં તે કર્મ થી (કર્મ ના બંધનથી) લપાતો નથી. (૧૯) જેનું મન ક્ષીણ બન્યું છે, અને જે મન ના પ્રકાશ-અંધકાર,સ્વપ્ન અને જડતા (સુષુપ્તિ) થી --રહિત છે (વગરનો છે), તે કોઈ અવર્ણનીય દશા ને પ્રાપ્ત થાય છે. (૨૦). પ્રકરણ-૧૭-સમાપ્ત Page #26 -------------------------------------------------------------------------- ________________ 26 પ્રકરણ-૧૮ અષ્ટાવક્ર કહે છે કેજે બોધ (તેજ રૂપી-જ્ઞાન) ના ઉદય થી,જગત એક ભ્રમ કે સ્વપ્ન જેવું થઇ જાય છે, --તે એક માત્ર શાંત અને આનંદરૂપ-તેજ (પરમાત્મા) ને નમસ્કાર હો(૧) સર્વ ધન કમાઈ ને મનુષ્ય પુષ્કળ ભોગો પ્રાપ્ત કરે છે, --પરંતુ તે બધાના પરિત્યાગ વગર તે સુખી થતો જ નથી. (૨) “કર્મ-જન્ય દુઃખ (કર્મો થી પેદા થતાં દુ:ખો) –રૂપી” “સૂર્યની જવાળાઓથી” જેનું મન ભસ્મ થયું છે, --તેણે “શાંતિ-રૂપી” “અમૃતધારા” ની વૃષ્ટિ (વરસાદ) વગર “સુખ” ક્યાંથી મળે ? (3) આ સંસાર “ભાવના-માત્ર” (સંકલ્પ-માત્ર) છે, અને “પરમાર્થ-દૃષ્ટિ” થી તે કંઈ જ નથી,( મિથ્યા છે) --કારણકે ભાવ-રૂપ (સંકલ્પ-રૂપ=જગત) અને અભાવ-રૂપ (વિકલ્પ-રૂપ-પ્રલય) પદાર્થો માં --સ્થિર થયેલા એવા “સ્વ-ભાવ” નો કોઈ અભાવ (વિકલ્પ) હોતો નથી. (૪) આત્મા નું “સ્વ-રૂપ” દૂર નથી કે સમીપ (નજીક) માં નથી,(આત્મા તો સર્વ-વ્યાપક છે)--તે (આત્મા) સંકલ્પ-રહિત,પ્રયત્ન-રહિત,વિકાર-રહિત, દુ:ખ-રહિત અને શુદ્ધ છે, --તે (આત્મા) તો હંમેશ ને માટે પ્રાપ્ત છે. (નોંધ- રહિત=વગરનો) (૫) “મોહ”ના નિવૃત્ત (નાશ) થવાથી, થતા પોતાના “સ્વ-રૂપ” (આત્મા) ના ગ્રહણ-માત્ર થી, --પુરુષ “શોક-રહિત” થાય છે, અને --આવો આવરણહીન (માયા વિહીન-અનાસકત) પુરુષ, શોભાયમાન (ધન્ય) થાય છે. (૬) “આ બધું જગત કલ્પના માત્ર છે,અને આત્મા મુક્ત અને નિત્ય છે --એમ જાણ્યા પછી ધીર (જ્ઞાની-પંડિત) પુરુષ,શું બાળક ના જેવી ચેષ્ટા કરે ? (૭) “આત્મા” એ “બ્રહ્મ” (પરમાત્મા) છે, અને ભાવ-અભાવ (જગત અને પ્રલય) કલ્પના-માત્ર છે, --એવો નિશ્ચય કર્યા પછી તેવા નિષ્કામ પુરુષ માટે,પછી, --જાણવાનું શું? બોલવાનું શું? કે કરવાનું શું ? (બાકી રહે છે?) (૮) આ બધું “આત્મા” જ છે, એવો નિશ્ચય કર્યા પછી, શાંત બનેલા (જીવન્મુક્ત) યોગી ની, --“આ હું છું અને આ હુ નથી” એવી કલ્પનાઓ નષ્ટ થઇ જાય છે. (૯) શાંત બનેલા યોગી (જીવન્મુક્ત) ને, નથી વિક્ષેપ કે નથી એકાગ્રતા, --નથી જ્ઞાન કે નથી મૂઢતા (અજ્ઞાન) , નથી સુખ કે નથી દુઃખ. (૧૦) નિર્વિકલ્પ (વિકલ્પ વગરના=જીવન્મુક્ત) બનેલા,સ્વ-ભાવ વાળા યોગી ને, --સ્વ-રાજ્ય માં (પોતાને સ્વર્ગ નું રાજ્ય મળે તો તેમાં) કે ભિક્ષાવૃત્તિમાં, --લાભમાં કે હાનિમાં,લોકોમાં રહે કે જંગલમાં રહે--કંઈ જ ફેર હોતો નથી. (૧૧) બંદો (સુખ-દુઃખ વગેરે) થી મુક્ત બનેલા, યોગીને, કામ શો? અને અર્થ શો? --અને “આ કર્યું અને આ કર્યું નહિ” એવો વિવેક શો? (૧૨) Page #27 -------------------------------------------------------------------------- ________________ જીવન્મુક્ત બનેલા આવા યોગી ને માટે કશું કર્તવ્ય છે જ નહિ, વળી, --તેના અંતરમાં કોઈ આસક્તિ નહિ હોવાને કારણે તે --જગતમાં યથાપ્રાપ્ત (જે મળી જાય તેમાં આનંદ માની) જીવન જીવે છે. (૧૩) સર્વ સંકલ્પો ના અંત ને પામેલા, યોગી ને,માટે, મોહ શું ? કે જગત શું ? --ધ્યાન શું ? કે મુક્તિ શું? (૧૪) જે આ જગતને જુએ છે, તે એમ કહી શકતો નથી,કે “જગત નથી” (કારણ તેનામાં વાસનાઓ છે), --પરંતુ જેનામાં વાસનાઓ રહી નથી તેવો પુરુષ જગત ને જોતો હોવા છતાં જોતો નથી (૧૫) જે પુરુષે શ્રેષ્ઠ “બ્રહ્મ” જોયું છે,તેવો પુરુષ “હું બ્રહ્મ છું” એવું ચિંતન પણ કરે છે, પણ, --જે બીજું કશું જોતો જ નથી એવો (માત્ર આત્મા ને જ જોતો હોય) પુરુષ શાનું ચિંતન કરે ? (૧૬) જે પુરુષ પોતાનામાં વિક્ષેપો જુએ તે ભલે તેનો નિરોધ (ધ્યાન,સમાધિ વગેરે) કરે, --પણ જેને કોઈ વિક્ષેપો નથી તે સાધ્ય ના અભાવ થી (કાંઇ સાધવાનું રહેતું ના હોવાથી) શું કરે ? (૧૭) લોકો સાથે રહેતો અને લોકો ની જેમ વર્તતો હોવાં છતાં લોકો થી જુદો એવો ધીર (જ્ઞાની પુરુષ, --નથી પોતાની સમાધિને જોતો,નથી વિક્ષેપ ને જોતો કે નથી કોઈ બંધન ને જોતો. (૧૮). જે પુરુષ તૃપ્ત છે,ભાવ-અભાવ (સંકલ્પ-વિકલ્પ) અને વાસના વગરનો છે,તે, --લોકો ની નજરે કર્મો (ક્રિયાઓ) કરતો હોવા છતાં કાંઇ કરતો નથી. (૧૯) જે વખતે જે કરવાનું આવી પડે તે કરી ને આનંદ થી રહેતા, --જ્ઞાની ને પ્રવૃત્તિ કે નિવૃત્તિ માં કોઈ જ દુરાગ્રહ હોતો નથી. (૨૦) વાસનારહિત,કોઈના પર આધાર નહિ રાખનારો,સ્વચ્છેદ અને બંધન માંથી મુક્ત થયેલો મનુષ્ય, --“સંસાર-રૂપી” પવન થી પ્રેરિત બની, (પવનથી સૂકાં પાંદડાં જેમ અહીં તહીં જાય છે,તેવી) --સૂકાં પાંદડાં ની જેવી ચેષ્ટા (વર્તન) કરે છે. (૨૧) અસંસારી (જ્ઞાની) ને કશે પણ નથી હર્ષ કે નથી શોક, --શીતળ (શાંત) મનવાળો તે હંમેશ દેહ રહિત (દેહ ના હોય તેવા) ની જેમ શોભે છે, (૨૨) શાંત અને શુદ્ધ આત્મા વાળા અને આત્મા માં જ સ્થિર બનેલા ધીર(જ્ઞાની પુરુષ ને, --નથી કશું ત્યજવાની ઈચ્છા કે નથી કશું મેળવવાની ઈચ્છા (આશા) (૨૩) “સ્વ-ભાવ” થી જ “શૂન્ય ચિત્તવાળા” અને સહજ કર્મ કરતા ધીર (જ્ઞાની) પુરુષ ને, --સામાન્ય મનુષ્ય ની જેમ માન કે અપમાન લાગતાં નથી. (૨૪) “આ કર્મ મારા દેહ વડે થયું છે, નહિ કે મારા આત્મા વડે" એમ જે સતત ચિંતન કરે છે, --તેવો પુરુષ કર્મ કરતો હોવા છતાં કાંઈજ (કર્મ) કરતો નથી. (૨૫) સામાન્ય મનુષ્ય ની જેમ તે (જ્ઞાની) કર્મો કરે છે, પણ તેમ છતાં, તે નાદાન (મૂર્ખ) હોતો નથી, --કર્મો માં આસક્તિ નહિ હોવાથી તે જીવન્મુક્ત પુરુષ સંસારમાં શોભે છે. (૨૬). Page #28 -------------------------------------------------------------------------- ________________ 28 અનેક પ્રકારના વિચારો કરીને અંતે થાકી ગયેલો,અને તેથી જ શાંત થયેલો, ધીર(જ્ઞાની પુરુષ, --નથી કલ્પનાઓ કરતો,નથી જાણતો,નથી સાંભળતો કે નથી જોતો. (૨૭). આવો જ્ઞાની પુરુષ સમાધિના પણ અભાવ ને લીધે મુમુક્ષ (મોક્ષની ઈચ્છા રાખનાર) નથી, --(તેનાથી વિરુદ્ધ) કોઈ પણ વિક્ષેપ ના અભાવ થી બદ્ધ (બંધન વાળો) પણ નથી, --પરંતુ નિશ્ચય કરી ને આ બધાને કલ્પનામય જોતો,તે "બ્રહ્મ”-રૂપે જ રહે છે. (૨૮) જેનામાં અહંકાર છે તે કાંઇ ના કરે તો પણ કર્મ કરે જ છે, --જયારે અહંકાર વગરના ધીર પુરુષને માટે તો “કાંઇ ના કરેલું કે કરેલું “(કર્મ) છે જ નહિ. (૨૯) એવા જીવન્મુક્ત નું ચિત્ત (પ્રભુમય-મન) કે જે પ્રકાશમય છે, તેમાં સ્વૈત નથી તેથી ઉદ્વેગ નથી, --નથી કોઈ સંકલ્પ-વિકલ્પ તેથી દુનિયા તરફ નિરાશ દૃષ્ટિ છે. --નથી કોઈ અજ્ઞાન કે જેથી નથી કોઈ સંદેહ. (૩૦) ધીર પુરુષનું ચિત્ત (ઈશ્વરમાં તન્મય-મન) ધ્યાન કરવાને કે કોઈ ક્રિયા કરવા પ્રવૃત્ત થતું નથી, --પરંતુ કાંઇ પણ નિમિત્ત ના હોવા છતાં યથાપ્રાપ્ત ધ્યાન અને ક્રિયા કરે પણ છે. (૩૧). “સત્ય-તત્વ” ને સાંભળીને જડ મનુષ્ય મૂઢ (અજ્ઞાની) બને છે અને સંકોચ (ગભરાટ) પ્રાપ્ત કરે છે, --તેવી જ રીતે કોઈ જ્ઞાની ની દશા એ અજ્ઞાની ની જેમ જ --બાહ્યદૃષ્ટિ થી મૂઢતા જેવી જ દેખાય છે.(બાહ્યદૃષ્ટિ થી જ્ઞાની નું મૂઢના જેવું વર્તન લાગે છે.) (૩૨) મૂઢ (અજ્ઞાની) મનુષ્યો એકાગ્રતા અથવા ચિત્ત-નિરોધ નો વારંવાર અભ્યાસ કરે છે, પરંતુ, --જ્ઞાનીઓ તો આત્મપદ માં “સૂતેલા ની જેમ” સ્થિર બનેલા હોઈ ને, --કશું પણ (એકાગ્રતા-કે ચિત્તનિરોધ- વગેરે) કરવાપણું જોતા જ નથી. (૩૩) પ્રયત્ન ના કરવાથી અથવા પ્રયત્ન વડે,પણ મૂઢ (અજ્ઞાની) મનુષ્ય સુખ પામતો નથી,ત્યારે, --માત્ર તત્વ નો નિશ્ચય થતાં જ ધીર (જ્ઞાની) મનુષ્ય સુખી બને છે. (૩૪) તે શુદ્ધ, પ્રિય, પૂર્ણ, પ્રપંચરહિત, દુ:ખ રહિત, ચૈતન્ય આત્મા પુરુષ ને , --સંસાર માં રહેલા અભ્યાસી (મૂઢ-અજ્ઞાની) લોકો પણ જાણતા નથી (જાણી શકતા નથી) (૩૫) મૂઢ (અજ્ઞાની) પુરુષ અભ્યાસ-રૂપ કર્મ (યોગ-વગેરે) વડે મોક્ષ ને પ્રાપ્ત કરી શકતો નથી,જયારે, --ધીર (જ્ઞાની) પુરુષ વિજ્ઞાન (જ્ઞાન) માત્ર થી જ મુક્ત અને નિર્વિકાર બને છે. (૩૬). મૂઢ (અજ્ઞાની) પુરુષ “બ્રહ્મ” ને મેળવવાની ને “બ્રહ્મ-રૂપ” થવાની ઈચ્છા રાખે છે, તેથી જ, --તે તે “બ્રહ્મ" ને મેળવી શકતો નથી કે બ્રહ્મ-રૂપ થઇ શકતો નથી, જયારે --ધીર (જ્ઞાની) ઇચ્છતો ના હોવા છતાં પણ “બ્રહ્મ-રૂપ” જ છે. (૩૭) કોઈ આધાર વગરના અને દુરાગ્રહી મૂઢો (અજ્ઞાનીઓ) જ સંસાર-રૂપી મૂળ નું પોષણ કરવાવાળા છે, --જયારે તે અનર્થ ના મૂળ-રૂપ સંસાર ના મૂળ નો જ્ઞાનીઓએ ઉચ્છેદ (નાશ) કર્યો છે. (૩૮) મૂઢ (અજ્ઞાની) મનુષ્ય શાંત બનવા ઈચ્છે છે, તેથી જ તે શાંતિ પામતો નથી, --ધીર (જ્ઞાની) પુરુષ “તત્વ” નો નિશ્ચય કરી,સર્વદા શાંત ચિત્તવાળો જ હોય છે. (૩૯) Page #29 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય-દય પદાર્થો (સંસાર) નું અવલંબન (આધાર) કરતો હોય તેવા, --મૂઢ (અજ્ઞાની) ને “આત્મા” નું દર્શન ક્યાંથી થાય ? --જ્ઞાની પુરુષ તે દૃશ્ય પદાર્થ (સંસાર) ને ના જોતાં,અવ્યય (અવિનાશી) આત્મા ને જુએ છે. (૪૦) જે હઠથી પ્રયત્ન કરે છે, તે મૂઢ (અજ્ઞાની પુરુષ ને ચિત્ત નો નિરોધ ક્યાંથી થાય ? પણ, --આત્મામાં જ રમણ કરનાર જ્ઞાની ને એ ચિત્ત નિરોધ સર્વદા અને સહજ હોય છે. (૪૧) કોઈ એક ભાવરૂપ (પ્રપંચ-માયા) ને “સત્ય” માનવાવાળો છે, --તો બીજો કોઈ અભાવરૂપ “કશુજ નથી (મિથ્યા)” માનનારો હોય છે, જયારે --કોઈ વિરલ એ બંને (ભાવ-અભાવ) ને નહિ માનવા વાળો “જે ને તેમાં સ્થિતિ માં શાંત રહે છે. (૪૨) ૧ણી, દુર્બુદ્ધિ પુરુષો શુદ્ધ અને અદ્વિતીય “આત્મા” ની “ભાવના” કરે છે, પણ, --“મોહ” ને લીધે તે આત્મા ને જાણતા નથી કે જાણવાનો પ્રયત્ન કરતા નથી, અને એથી, --સારા યે (આખા) જીવન દરમિયાન તે “સુખ” વગરના રહે છે. (૪૩) મુમુક્ષ (મોક્ષ ને ઇચ્છનાર) ની બુદ્ધિ, સંસારિક વિષયોના આલંબન (આધાર) વગર રહી શકતી નથી, --જયારે મુક્ત ની બુદ્ધિ સર્વદા નિષ્કામ અને વિષયોના આલંબન (આધાર) વગરની હોય છે. (૪૪) વિષયો-રૂપી વાઘ” ને જોઈ ને,ગભરાયેલા અને પોતાના શરીરની ચિંતા થી પોતાનું રક્ષણ કરવા, --શરણું ઇચ્છતા તેવા મૂઢો (અજ્ઞાનીઓ) “ચિત્ત ના નિરોધ અને એકાગ્રતા” ની સિદ્ધિ માટે, --જલ્દી થી પર્વતની ગુફા માં પ્રવેશ કરે છે. (૪૫) જયારે “વાસનારહિત (વાસના-વગરના) પુરુષ-રૂપ” સિંહ ને જોઈને “વિષયો-રૂપી વાઘ” નાસી જાય છે, --અને અસમર્થ અને ક્રિયામાં આસક્ત રહેનારા તે મૂઢો (અજ્ઞાનીઓ) ખુદ આવી ને,તે, --વાસના વગરના મુક્ત-જ્ઞાની પુરુષો નું સેવન (સત્સંગ-વગેરે) કરે છે. (૪૬) નિશંક (શંકા-સંશય વગરનો) અને સ્થિર મનવાળો, જ્ઞાની-મુક્ત પુરુષ, --મોક્ષ ને માટે ક્રિયાઓ (સાધનાઓ-કર્મો) કરતો નથી (ક્રિયાઓનો આગ્રહ રાખતો નથી) પણ, --જોતો,સાંભળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો –(કશામાં આસક્ત થયા વિના) સુખ માં રહે છે. (૪૭) યથાર્થ વસ્તુ (સત્ય) ના શ્રવણ માત્ર થી જ શુદ્ધ બનેલી બુદ્ધિવાળો, અને સ્વસ્થ ચિત્તવાળો,મનુષ્ય, --કર્મ કે અકર્મ (વિકર્મ-ઉદાસીનતા) ને જોતો નથી. (૪૮) શુભ કે અશુભ ,જયારે જે કંઈ પણ કરવાનું આવે, તે એ સરળ (મુક્ત-જ્ઞાની) મનુષ્ય કરે છે, --અને તેનો વ્યવહાર અને ચેષ્ટા (વર્તન) બાળક ના જેવું હોય છે.(બાળક જેવું દેખાય છે) (૪૯) સ્વતંત્રતાથી (જ્ઞાની) “સુખ” ને પામે છે, સ્વતંત્રતાથી “પર-બ્રહ્મ” ને મેળવે છે, -- સ્વતંત્રતાથી પરમાનંદ ને પ્રાપ્ત કરે છે, સ્વતંત્રતાથી પરમ-પદ ની (સ્વ-રૂપની) પ્રાપ્તિ થાય છે. (૫૦) જયારે મનુષ્ય પોતાના આત્મા ને અકર્તા (કર્મ નહિ કરનાર) અને અભોક્તા (ફળ નહિ ભોગવનાર) માને છે, --ત્યારે તેની બધી ચિત્ત વૃત્તિઓ નો નાશ થાય છે. (૫૧) ધીર (જ્ઞાની) પુરુષ ની શાંતિ વગરની (ઉચ્છંખલ) સ્વાભાવિક સ્થિતિ શોભે છે,પણ, Page #30 -------------------------------------------------------------------------- ________________ 30 --સ્પૃહા (ઈચ્છા) યુક્ત ચિત્ત વાળા મૂઢ (અજ્ઞાની) ની શાંતિ કૃત્રિમ હોઈ શોભતી નથી. (૫૨) જેઓએ “કલ્પના” નો ત્યાગ કર્યો છે,જે બંધન વગરના છે અને જેમની બુદ્ધિ “મુક્ત” છે, --એવા ધીર (જ્ઞાની) પુરુષો પણ કદીક (પ્રારબ્ધ વશાત) --મોટા ભોગો ભોગવે છે અને પર્વત ની ગુફાઓમાં પણ પ્રવેશ કરે છે. (૫૩) પંડિત,દેવતા કે તીર્થ નું પૂજન કરતાં, અને સ્ત્રી,રાજા કે પુત્રો વગેરે ને જોતાં, --ધીર (જ્ઞાની) પુરુષ ના મન માં કોઈ વાસના હોતી નથી. (૫૪) નોકરો, પુત્રો, પુત્રી, પત્ની,ભાઈ કે સગાસંબંધી ઓ મશ્કરી કરે કે ધિક્કારે,તેમ છતાં, --યોગી (ધીર-જ્ઞાની) જરા પણ વિકાર (ક્રોધ-દુઃખ) પામતો નથી. (૫૫). ધીર (જ્ઞાની પુરુષ સંતુષ્ટ (સંતોષી) છે, છતાં સંતુષ્ટ નથી, અને, --ખિન્ન (ક્રોધિત-દુ:ખી) હોવા છતાં પણ ખેદ (દુઃખ) પામતો નથી, --તેની એવી આશ્ચર્ય-ભરી અવસ્થા તો એના જેવા જ જાણી શકે !! (૫૬) કર્તવ્યતા (મારું આ કર્તવ્ય છે એવું માનવું) એ જ સંસાર છે,પણ એ કર્તવ્યતા ને, --શૂન્યાકાર, આકારરહિત,વિકારરહિત,અને દુ:ખ રહિત જ્ઞાનીઓ (તેમ) જોતા” નથી. (૫૭) મુઢ (અજ્ઞાની) કર્મો,ના, કરતો હોય, તેમ છતાં ક્ષોભ (સંકલ્પ-વિકલ્પ) ને લીધે બધે વ્યાકુળ બને છે, --જયારે કુશળ (જ્ઞાની પુરુષ કર્મો કરતો હોવા છતાં વ્યાકુળ થતો નથી. (૫૮), જ્ઞાની (શાંત બુદ્ધિ વાળો) વ્યવહારમાં પણ સુખે બેસે છે, સુખે સુએ છે, સુખે આવે છે-જાય છે, --સુખે બોલે છે અને સુખે ખાય છે. (૫૯) સામાન્ય લોકો ની જેમ વ્યવહાર કરવા છતાં પણ જેને સ્વ-ભાવ થી જ દુ:ખ થતું નથી, --તે મનુષ્ય મોટા સરોવરની જેમ ક્ષોભ-રહિત,કલેશ-રહિત (વગરનો) હોઈ શોભે છે. (૧૦) મૂઢ (અજ્ઞાની) ની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ જ બને છે, જયારે, --ધીર પુરુષ ની પ્રવૃત્તિ પણ નિવૃત્તિ નું ફળ આપે છે. (૬૧). ઘર,સ્ત્રી વગેરેમાં (પરિગ્રહોમાં) (દેખીતો) વૈરાગ્ય વિશેષ કરીને મૂઢ (અજ્ઞાની) નો જ દેખાય છે, પણ, --દેહમાંથી યે જેની આશા ક્ષીણ (નાશ) થઇ ગઈ છે તેવા જ્ઞાની ને રાગ શું કે વૈરાગ્ય શું ? (૬૨). મૂઢ (અજ્ઞાની) ની દૃષ્ટિ,સર્વદા દૃશ્ય (સંસાર) ની ભાવના અને અભાવના માં લાગેલી રહે છે, --પરંતુ શાંત (જ્ઞાની) મનુષ્ય ની દૃષ્ટિ,દય ની ભાવના કરવા છતાં અદૃષ્ટિ-રૂપ જ રહે છે. (૧૩) જે મુનિ (જ્ઞાની) સર્વ આરંભોમાં (ક્રિયાઓમાં) બાળક ની જેમ નિષ્કામપણે વર્તે છે, --તે શુદ્ધ મુનિ ને કરાતાં કર્મો માં પણ લેપ થતો નથી. (૬૪) તે આત્મજ્ઞાની ધન્ય છે કે જે સર્વભૂતોમાં સમાન દૃષ્ટિ રાખે છે અને જે, -સાંભળતા,સ્પર્શતો, સુંઘતો,ખાતો છતાં તૃષ્ણા (આશા-આસક્તિ) વગરનો છે. (૧૫) Page #31 -------------------------------------------------------------------------- ________________ હંમેશાં આકાશ ની જેમ નિર્વિકલ્પ વિકલ્પ વગરના) જ્ઞાની ને, --સંસાર શું કે સંસાર નો આભાસ શું ?સાધ્ય શું અને સાધન શું ? (૧૬) તે કર્મફળ ના ત્યાગ વાળો અને પૂર્ણ આનંદ-સ્વરૂપ મહાત્મા જય પામે છે, --જેની સ્વભાવિક (અકૃત્રિમ) સમાધિ તેના પૂર્ણ સ્વરૂપ માં હોય છે. (૧૭) અહીં વધુ કહી ને શું ફાયદો? જેણે તત્વ ને જાણ્યું છે,તેવો મહાત્મા, --ભોગ અને મોક્ષ બંને પ્રત્યે નિસ્પૃહ (આકાંક્ષા વગરનો) અને હંમેશ બધે રસ-હીન હોય છે. (૬૮), મહત-તત્વ થી શરુ થયેલું, આ જગત (દ્વૈત), નામ-માત્ર થી જ ઉભું થયેલું છે, --તે જગત ની કલ્પના છોડ્યા પછી,શુદ્ધ જ્ઞાન-સ્વ-રૂપ બનેલા ને શું કર્મ બાકી રહે? (૬૯) આ બધું જગત “ભ્રમ-રૂપ” હોઈ કાંઇ જ નથી, એવા નિશ્ચયવાળો,અને બ્રહ્મ નું જેણે ફુરણ થયું છે તેવો, --શુદ્ધ પુરુષ સ્વ-ભાવ વડે જ (સ્વ-ભાવ થી જ) શાંત બની જાય છે. (૭૦) શુદ્ધ આત્મ-સ્વ-રૂપ ના ફુરણ- રૂપ,અને દૃશ્ય-ભાવ (જગત-માયા) ને ન જોનાર ને, --વિધિ (કર્મો ની વિધિ) શું અને વૈરાગ્ય શું ?ત્યાગ શું અને શમ (નિવૃત્તિ) શું ? (૭૧) અનંત-રૂપે સ્કૂરતા અને પ્રકૃતિ (માયા) ને ના જોતાં યોગી ને, --બંધન શું? અને મોક્ષ શું ? હર્ષ (સુખ) શું કે વિષાદ (દુ:ખ) શું ? (૭૨). બુદ્ધિ પર્યત (બુદ્ધિ થી) જોતાં આ જગત માયામાત્ર જ દેખાય છે,(આવું સમજનાર) --યોગી મમતા-રહિત,અહંકાર રહિત,અને નિષ્કામ બની ને શોભે છે. (૭૩) આત્મા ને અવિનાશી અને સંતાપ-રહિત (શોક રહિત) જોનારા મુનિ ને, --વિદ્યા શી? કે વિશ્વ શું ? દેહ શો? કે અહંતા-મમતા શી ? (૭૪) (પણ) જો જડ-બુદ્ધિવાળો (મૂઢ-અજ્ઞાની, મનુષ્ય,ચિત્ત નિરોધ વગેરે જેવા કર્મો ત્યાગી દે, --તો તે ક્ષણથી જ તેના મનોરથો વધે છે, અને તે વાણી ના પ્રલાપો કરવાનો પ્રારંભ કરે છે. (૭૫) મૂઢ (અજ્ઞાની) એ “પરમ વસ્તુ” ને સાંભળી ને પણ મૂઢતા છોડતો નથી, જો કે ભલે એણે , --બહાર ના પ્રયત્નો કરી ને નિર્વિકલ્પ (સંકલ્પ વગરની) સ્થિતિ પ્રાપ્ત કરી હોય, --તેમ છતાં અંદર થી તે વિષય વાસના વાળો જ રહે છે. (૭૬). જે જ્ઞાન વડે “ક્ષીણ (નાશ) બનેલા કર્મ” વાળો છે, અને માત્ર “લોક-દૃષ્ટિ” થી કર્મ કરવાવાળો છે, --તેને કાંઇ પણ કરવા નો કે કાંઇ બોલવાનો પ્રસંગ જ પ્રાપ્ત થતો નથી. (૭૭) હંમેશ નિર્વિકાર અને નિર્ભય ધીર પુરુષ માટે અંધકાર શું કે પ્રકાશ શું ?કે હાનિ (નુકશાન) શું? (૭૮) અનિર્વાચ્ય સ્વભાવ વાળા અને સ્વભાવ-રહિત યોગી ને માટે, --પૈર્ય શું? વિવેક શું ? કે નિર્ભયતા શું ? (૭૯) Page #32 -------------------------------------------------------------------------- ________________ 32 સ્વર્ગ કે નર્ક કશું નથી,કે જીવન- કે મુક્તિ પણ નથી, --અહીં વધુ કહી ને શું કામ? યોગ-દૃષ્ટિ થી કશું પણ નથી. (૮૦) (તત્વના) અમૃત વડે પૂર્ણ અને શીતલ (શાંત) થયેલું ધીર (જ્ઞાની પુરુષ ની ચિત્ત (મન) --લાભ ની ઈચ્છા રાખતું જ નથી,તેમ જ હાનિ (ગેરલાભ) થી શોકાતુર પણ થતું નથી. (૮૧) સુખ અને દુઃખમાં સમાન, સંતોષી અને નિષ્કામ પુરુષ, --(બીજા) કોઈ શાંત (જ્ઞાની) ને વખાણતો નથી,કે કોઈ દુષ્ટ ની નિંદા પણ કરતો નથી, --અને પોતાને કોઈ કર્તવ્ય કરવાનું બાકી છે, એવું પણ જોતો (વિચારતો) નથી. (૮૨) ધીર (જ્ઞાની પુરુષ,સંસાર નો દ્વેષ કરતો નથી,કે આત્મા ને જોવાની ઈચ્છા પણ રાખતો નથી, --પરંતુ તે હર્ષ અને દ્વેષ વગરનો હોઈને,તે નથી મરેલો કે નથી જીવતો. (૮૩) પુત્ર,સ્ત્રી વગેરે માં સ્નેહ વગરનો (અનાસક્ત),વિષયો પ્રત્યે નિષ્કામ અને --પોતાના શરીર પ્રત્યે પણ નિરાશ,એવો નિશ્ચિત થયેલો જ્ઞાની શોભે છે. (૮૪). યથાપ્રાપ્ત વર્તન કરતા,સ્વેચ્છા-અનુસાર ફરતા,અને જ્યાં સૂરજ આથમે ત્યાં સૂતા, --ધીર (જ્ઞાની) પુરુષ ને બધે ય સંતોષ છે. (૮૫) પોતાના “સ્વ-ભાવ-રૂપી સ્થાન” માં વિશ્રાંતિ લેવા ને લીધે, જેને સમસ્ત જગત ભુલાઈ ગયું છે, --એવા મહાત્મા ને દેહ પડો કે પ્રાપ્ત થાઓ, તેની ચિંતા હોતી નથી. (૮૬) જેની પાસે કશું પણ નથી, જે ઇચ્છાનુસાર ફરે છે, જે નિર્બદ (વંદ વગરનો) છે, અને, --જેના શંશય નાશ પામ્યા છે, અને જે સર્વભાવોમાં અશક્ત છે,એવો જ્ઞાની રમણ કરે છે. (૮૭) મમત્વ-રહિત,માટી,સોના અને પથ્થર ને સમ ગણનાર,અને જેની, હૃદય ની ગાંઠો છૂટી ગઈ છે, તેવો, --તથા જેણે રજોગુણ તથા તમોગુણ ને દૂર કર્યા છે તેવો ધીર પુરુષ શોભે છે. (૮૮) સર્વત્ર અનાસક્ત રહેનાર ના હૃદયમાં,કશી જ વાસના હોતી નથી, --મુક્તાત્મા અને સંતુષ્ટ મનુષ્ય ની કલ્પના કે સરખામણી કોની જોડે થાય ? (૮૯) એવા વાસના-રહિત સિવાય બીજો કોણ એવો મનુષ્ય હોઈ શકે કે,જે, --જાણતો હોવાં છતાં જાણતો નથી,જોવા છતાં જોતો નથી,બોલતો હોવાં છતાં બોલતો નથી. (૯૦) વસ્તુઓમાંથી જેની “સારી-નરસી” ભાવના દૂર થઇ છે, અને જે નિષ્કામ છે, --તે ભિખારી હોય કે રાજા હોય તો પણ શોભે છે. (૯૧) નિષ્કપટ, સરળ અને કૃતાર્થ યોગી ને, સ્વચ્છંદતા ક્યાં? કે સંકોચ ક્યાં ? --અથવા તો “તત્વ” નો નિશ્ચય પણ ક્યાં ? (૯૨). આત્મા માં વિશ્રાંતિ થવાથી,સંતુષ્ટ બનેલા,નિસ્પૃહ અને દુઃખ-રહિત પુરુષ વડે, --“જે અંદર અનુભવાતું હોય” તે કેવી રીતે કોને કહી શકાય ? (કોણ સમજે?) (૯૩) Page #33 -------------------------------------------------------------------------- ________________ 33 ધીર પુરુષ સૂતો હોવાં છતાં, સુષુપ્તિમાં નથી,સ્વપ્ન માં નથી, --જાગતો છતાં,જાગૃતિ માં નથી, પણ દરેક ક્ષણે સંતુષ્ટ રહે છે. (૯૪) જ્ઞાની ચિંતા-સહિત હોવાં છતાં ચિંતા-રહિત છે,ઇન્દ્રિયો થી યુક્ત છતાં ઇન્દ્રિય- રહિત છે, --બુદ્ધિ થી યુક્ત છતાં બુદ્ધિ- રહિત છે,અહંકાર -સહિત છતાં અહંકાર-રહિત છે. (૯૫) જ્ઞાની દુ:ખી નથી તેમ સુખી પણ નથી, વિરક્ત નથી –તેમ આસકત પણ નથી, --મુમુક્ષુ નથી-તેમ મુક્ત પણ નથી, તે નથી કંઈ છે-કે કાંઇ પણ નથી. (૯૬) એવો ધન્ય-પુરુષ,વિક્ષેપ માં વિક્ષિપ્ત નથી,સમાધિ માં સમાધિવાળો નથી, --મૂઢતા માં મૂઢ નથી કે પંડિતાઈ માં પંડિત પણ નથી. (૯૭) મુક્ત પુરુષ જેવી હોય તેવી સ્થિતિ માં શાંત છે,અને કૃતકૃત્ય હોઈ સુખી છે, તેમજ, --સર્વત્ર “સમ” હોઈ, તૃષ્ણા રહિત-પણા ને લીધે કરેલું કે ન કરેલું-કશું સંભારતો નથી. (૯૮) જ્ઞાની ને કોઈ વંદન કરે તો ખુશ થતો નથી, કે કોઈ નિંદા કરે તો ચિડાતો નથી, --તે (જ્ઞાની) મરણ થી ઉદ્વેગ (દુઃખ) પામતો નથી કે જીવન થી હર્ષ પામતો નથી. (૯૯) તેવો શાંત બુદ્ધિ વાળો, લોકો થી વ્યાપ્ત દેશમાં પણ જતો નથી,કે ભાગી ને જંગલ માં પણ જતો નથી, --પણ, જ્યાં જે સ્થિતિ માં હોય ત્યાં તે સમ-ભાવ થી રહે છે. (૧૦૦) પ્રકરણ-૧૮-સમાપ્ત Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૯. જનક કહે છે કેઆપના તત્વજ્ઞાન ના ઉપદેશ થી મારા હૃદય માંથી અનેક પ્રકારના, --સંકલ્પ-વિકલ્પ રૂપી તીરો (કાંટાઓ) મારા પોતા વડે જ ખેંચી કઢાયા છે. (૧) પોતાની મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે, --ધર્મ શું ?અર્થ શું ?કામ શું ?વિવેક શું? દૈત શું ? કે અદ્વૈત શું ?(હવે કશું રહ્યું નથી) (૨). પોતાની મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે, ભૂતકાળ શું? ભવિષ્યકાળ શું?વર્તમાનકાળ શું ?દેશ શું ?કે નિત્યતા પણ શું ?(હવે કશું રહ્યું નથી) (3) પોતાની મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે, --આત્મા શું?અનાત્મા શું?શુભ શું?અશુભ શું ? ચિંતા શું? કે ચિંતારહિતપણું શું ? (હવે કશું રહ્યું નથી) (૪) પોતાની મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે, --સ્વપ્ન શું?સુષુપ્તિ જાગ્રત કે તુરીય અવસ્થા શું?અને ભય પણ શું ? (હવે કશું રહ્યું નથી) (૫) પોતાની મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે, --દૂર શું કે નજીક શું? બાહ્ય નું કે અંદર નું શું? ધૂળ કે સૂક્ષ્મ શું ? (હવે કશું રહ્યું નથી)(૬) પોતાની મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે, --મૃત્યુ કે જીવન કેવું ?લોકો અને લૌકિક વ્યવહાર કેવો? લય કેવો કે સમાધિ કેવી ? (હવે કશું નથી) (૭) હું આત્મા માં વિશ્રાંતિ પામેલો હોઈ (આત્મા ના આનંદ માં નિમગ્ન થયેલો હોઈ) --ત્રિવર્ગ (ધર્મ-અર્થ-કામ) ની વાત બસ થઇ ગઈ (વાત પતી ગઈ) --યોગ ની અને વિજ્ઞાનની વાત પણ બસ થઇ ગઈ. (૮) પ્રકરણ-૧૯-સમાપ્ત Page #35 -------------------------------------------------------------------------- ________________ 35 પ્રકરણ-૨૦ જનક કહે છે કેમારું સ્વ-રૂપ નિરંજન નિર્મળહોઈ, મારે માટે હવે, --ભૂતો(જીવો) શું? દેહ શું? ઇન્દ્રિયો અને મન શું ? શૂન્ય શું? અને નિરાશા શું? (૧) હંમેશ તંદ-રહિત એવા મારે માટે હવે. શાસ્ત્ર કેવું?આત્મજ્ઞાન કેવું?વિષય-રહિત મન કેવું?તૃષ્ણા-રહિત પણું કેવું? કે તૃપ્તિ કેવી? (૨) વિદ્યા-અવિદ્યા કેવી? મારા માટે) હું કેવો? કે મારું કેવું? --બંધ કેવો કે મોક્ષ કેવો? તેમજ “સ્વ-રૂપ પણું” પણ કેવું ? મારા માટે હવે કશું નથી) (3) હંમેશ નિર્વિશેષ (સર્વત્ર સમ-ભાવ વાળા) ને માટે હવે, પ્રારબ્ધકર્મો પણ શું ? --જીવન-કે-મુક્તિ પણ શું? કે વિદેહ-મુક્તિ પણ શું? (મારા માટે હવે તે કશું રહ્યું નથી) (૪) હંમેશ સ્વ-ભાવ-રહિત (માત્ર સાક્ષી-રૂપ આત્મા) બનેલા મારા માટે હવે, --કર્તા (કર્મ નો કરનાર) શું? કે ભોક્તા (કર્મ ના ફળ ભોગવનાર) શું? કે નિષ્ક્રિયતા (અકર્મ) શું? --અને તમારે માટે) ફુરણ પણ કેવું? અને પ્રત્યક્ષ ફળ પણ કેવું ? (મારા માટે હવે કશું નથી) (૫) “અહં-રૂપ” (આત્મ-રૂપ,મારા-રૂપ) અદ્વૈત અને પોતાના સ્વ-રૂપ માં નિમગ્ન બનેલા મારા માટે, --લોકો શું?મુમુક્ષુ શું? યોગી શું? જ્ઞાની શું? મુક્ત શું? કે બંધન શું? (મારા માટે હવે કશું નથી) (૬) “અહં-રૂપ” (આત્મ-રૂપ,મારા-રૂપ) અદ્વૈત અને પોતાના સ્વ-રૂપ માં નિમગ્ન બનેલા મારા માટે, જગત (સૃષ્ટિ) કેવી અને સંહાર કેવો? સાધ્ય, સાધન,સાધક કે સિદ્ધિ કેવી? (મારા માટે હવે કશું નથી) (૭) હંમેશ નિર્મળ એવા મારા માટે, પ્રમાણ,પ્રમેય,પ્રમા કે પ્રમાતા, શું?જે કશું પણ છે તે પણ શું? કે જે કશું પણ નથી તે પણ શું? (૮) હંમેશ નિષ્ક્રય એવા મારે માટે, -વિક્ષેપ કેવો?એકાગ્રતા કેવી?જ્ઞાન કે મૂઢતા કેવી? હર્ષ કે શોક કેવો? (મારા માટે તે કશું નથી) (૯) હિંમેશ વિચાર રહિત એવા મારા માટે, --વ્યવહાર કેવો? કે પરમાર્થતા કેવી? સુખ શું કે દુઃખ શું? (મારા માટે તે કશું નથી) (૧૦). હંમેશ નિર્મળ એવા મારા માટે, --માયા કે સંસાર શું? પ્રીતિ કે અપ્રીતિ શું? જીવ કે બ્રહ્મ શું ? તમારા માટે તે કશું રહ્યું નથી) (૧૧) હંમેશ પર્વતની જેમ અચલ, વિભાગ રહિત,અને સ્વસ્થ એવા મારે માટે, --પ્રવૃત્તિ કે નિવૃત્તિ શું ? મુક્તિ કે બંધન શું ?(મારે તે કશું નથી) (૧૨) ઉપાધિરહિત અને કલ્યાણરૂપ,એવા મારે માટે, ઉપદેશ શું?શાસ્ત્ર શું? શિષ્ય કે ગુરૂ શું? વળી પુરુષાર્થ (મોક્ષ) શું? (મારે તે કશું નથી) (૧૩) Page #36 -------------------------------------------------------------------------- ________________ 36 (મારે માટે) “છે” પણ કેવું?(શું?) અને “નથી” પણ કેવું (શું?), --અદ્વૈત કે દ્વૈત શું? અહીં મારે વધુ કહીને શું ? મારે માટે તો કાંઇ પણ છે જ નહિ. (14) પ્રકરણ-૨૮- સમાપ્ત અષ્ટાવક્ર-ગીતા-સમાપ્ત.