________________
25
--નથી ખુશ થતો કે નથી નાખુશ (ક્રોધિત) થતો, --નથી કોઈને આપતો કે નથી કોઈની પાસેથી લેતો, અને સર્વત્ર રસ વગરનો થઈને રહે છે. (૧૩)
પ્રીતિયુક્ત (સુંદર) સ્ત્રી જેની પાસે આવે કે મૃત્યુ પાસે આવે, પણ તેને જોઈને જે મહાત્મા નું મન, --વિહવળ થતું નથી, પણ સ્વસ્થ રહે છે, તે મુક્ત જ છે. (૧૪)
આવા,બધેય સમદર્શી,ધીરજવાન પુરુષને, સુખમાં કે દુઃખમાં સ્ત્રીમાં કે પુરુષમાં, --સંપત્તિ માં કે વિપત્તિમાં કશો જ ફરક હોતો નથી. (૧૫)
જેનો (જેના મનમાં) સંસાર નાશ પામ્યો છે-તેવા મનુષ્યમાં, --નથી હિંસા કે નથી કરુણા,નથી ઉદ્ધતાઈ કે નથી નમ્રતા,નથી આશ્ચર્ય કે નથી ક્ષોભ (૧૬)
મુક્ત પુરુષ, નથી વિષયોમાં આસક્ત થતો કે નથી વિષયો ને ધિક્કારતો, પણ --સદા અનાસક્ત થઇ પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુઓ નો ઉપભોગ કરે છે. (૧૭)
જેનું મન નાશ પામ્યું છે, તે સમાધાન કે અસમાધાન, હિત કે અહિત,વગેરે ની --કલ્પના ને પણ જાણતો નથી, પરંતુ તે કેવળ કૈવલ્ય (મોક્ષ)માં જ સ્થિર રહે છે. (૧૮)
મમતા વગરનો,અહંતા (અભિમાન) વગરનો,અને જગતમાં કાંઈજ નથી (જગત મિથ્યા) એવા, --નિશ્ચય વાળો,અને અંદરથી જેની બધી આશાઓ લય (નાશ) પામી ગઈ છે, --તેવો મનુષ્ય કર્મ કરે છતાં તે કર્મ થી (કર્મ ના બંધનથી) લપાતો નથી. (૧૯)
જેનું મન ક્ષીણ બન્યું છે, અને જે મન ના પ્રકાશ-અંધકાર,સ્વપ્ન અને જડતા (સુષુપ્તિ) થી --રહિત છે (વગરનો છે), તે કોઈ અવર્ણનીય દશા ને પ્રાપ્ત થાય છે.
(૨૦).
પ્રકરણ-૧૭-સમાપ્ત