SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧૭ અષ્ટાવક્ર કહે છે-કે જે પુરુષ સંતોષી અને શુદ્ધ ઇન્દ્રીયોવાળો છે અને સદાય એકલો (અસંગ) તથા આનંદ માં રહે છે, --માત્ર તેણે જ જ્ઞાનનું અને યોગાભ્યાસ નું ફળ પ્રાપ્ત કર્યું છે. (૧) તત્વ (સત્ય) ને જાણનારો આ જગત માં કદી ખેદ ને પામતો નથી, તે વાત સાચી છે,કેમ કે, --તેના એકલા થી જ સમસ્ત બ્રહ્માંડ-મંડળ વ્યાપ્ત છે.(તેના સિવાય બીજું કશું છે જ નહિ) (૨) શલ્લકી નાં (એક જાતની મધુર રસવાળી વનસ્પતિનાં) પાન ખાઈ ને આનંદિત થયેલા હાથી ને, --જેવી રીતે લીંબડાનાં કડવા પાન આનંદ (હર્ષ) પમાડતાં નથી, તેમ, --“આત્મા” રામ પુરુષને કોઈ વિષયો હર્ષ પમાડતા નથી. (૩) જે મનુષ્ય ભોગવાયેલા ભોગો માં આસક્ત થતો નથી અને, --ના ભોગવાયેલા ભોગો પ્રત્યે આકાંક્ષા રાખતો નથી,તેવા મનુષ્ય સંસારમાં દુર્લભ છે. (૪) અહીં સંસારમાં ભોગેચ્છુ (ભોગો ની ઈચ્છા વાળા) અને મોક્ષેચ્છુ (મોક્ષ ની ઈચ્છા વાળા) દેખાય છે, --પરંતુ ભોગ અને મોક્ષ –એ બંને પ્રત્યે આકાંક્ષા વગર ના વિરલા મહાત્મા કોઈક જ છે. (૫) કોઈ ઉદાર મન (બુદ્ધિ) વાળા ને જ પુરુષાર્થો (ધર્મ,અર્થ,કામ,મોક્ષ) પ્રત્યે અને, --જીવન તથા મરણ ને માટે ત્યાજ્ય (ત્યાગનો) કે ગ્રાહ્યભાવ (ગ્રહણ કરવાનો) હોતો નથી. (૬) જગત ના વિલયની (નાશની) જેને ઈચ્છા નથી કે તે જગત રહે તો પણ જેને દુઃખ નથી, એવો, --ધન્ય (કૃતાર્થ) પુરુષ,સહજ મળતી આજીવિકા વડે સુખપૂર્વક (સંતોષમાં) રહે છે. (૭) સત્ય જ્ઞાનને પામેલો અને જે જ્ઞાન ને પામવાથી, જેની બુદ્ધિ (જ્ઞાનમાં) લય પામી ગઈ છે, --તેવો કૃતાર્થ (ધન્ય) પુરુષ,ઇન્દ્રિયો ના વિષયો (જોતો,સંભાળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો) --ભોગવતો હોવાં છતાં (તે વિષયો પ્રત્યે અનાસક્ત હોવાથી) સુખપૂર્વક રહે છે. (૮) જયારે સંસારરૂપ સાગર ક્ષીણ થાય (સંસાર જતો રહે) ત્યારે દૃષ્ટિ શૂન્ય બને છે, --સર્વ ક્રિયાઓ (કર્મો) નિરર્થક બને છે,ઇન્દ્રિયો ક્ષુબ્ધ બને છે, અને --નથી આસક્તિ રહેતી કે નથી વિરક્તિ રહેતી. (૯) અહો,મનથી મુક્ત થયેલા ની કેવી ઉત્કૃષ્ટ દશા છે !! કે,જે, --નથી જાગતો,નથી સૂતો,નથી આંખ બંધ કરતો કે નથી આંખો ખોલતો. (૧૦) બધી વાસનાઓથી મુક્ત બનેલો,જ્ઞાની મુક્ત પુરુષ, સર્વ ઠેકાણે સ્વસ્થ (શાંત) દેખાય છે, --સર્વત્ર નિર્મળ અંતઃકરણ વાળો રહે છે અને સર્વત્ર શોભે છે. (૧૧) ઇચ્છાઓ અને અનિચ્છાઓ (ને રાગ-દ્વેષ) થી મુક્ત એ મહાત્મા,ભલે, --જોતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો,ગ્રહણ કરતો,બોલતો કે ચાલતો હોય છતાં મુક્ત જ છે. (૧૨) તે નથી કોઈની નિંદા કરતો, કે નથી કોઈની સ્તુતિ (વખાણ) કરતો, 24
SR No.008123
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy