________________
30
--સ્પૃહા (ઈચ્છા) યુક્ત ચિત્ત વાળા મૂઢ (અજ્ઞાની) ની શાંતિ કૃત્રિમ હોઈ શોભતી નથી. (૫૨)
જેઓએ “કલ્પના” નો ત્યાગ કર્યો છે,જે બંધન વગરના છે અને જેમની બુદ્ધિ “મુક્ત” છે, --એવા ધીર (જ્ઞાની) પુરુષો પણ કદીક (પ્રારબ્ધ વશાત) --મોટા ભોગો ભોગવે છે અને પર્વત ની ગુફાઓમાં પણ પ્રવેશ કરે છે. (૫૩)
પંડિત,દેવતા કે તીર્થ નું પૂજન કરતાં, અને સ્ત્રી,રાજા કે પુત્રો વગેરે ને જોતાં, --ધીર (જ્ઞાની) પુરુષ ના મન માં કોઈ વાસના હોતી નથી. (૫૪)
નોકરો, પુત્રો, પુત્રી, પત્ની,ભાઈ કે સગાસંબંધી ઓ મશ્કરી કરે કે ધિક્કારે,તેમ છતાં, --યોગી (ધીર-જ્ઞાની) જરા પણ વિકાર (ક્રોધ-દુઃખ) પામતો નથી. (૫૫).
ધીર (જ્ઞાની પુરુષ સંતુષ્ટ (સંતોષી) છે, છતાં સંતુષ્ટ નથી, અને, --ખિન્ન (ક્રોધિત-દુ:ખી) હોવા છતાં પણ ખેદ (દુઃખ) પામતો નથી, --તેની એવી આશ્ચર્ય-ભરી અવસ્થા તો એના જેવા જ જાણી શકે !! (૫૬)
કર્તવ્યતા (મારું આ કર્તવ્ય છે એવું માનવું) એ જ સંસાર છે,પણ એ કર્તવ્યતા ને, --શૂન્યાકાર, આકારરહિત,વિકારરહિત,અને દુ:ખ રહિત જ્ઞાનીઓ (તેમ) જોતા” નથી. (૫૭)
મુઢ (અજ્ઞાની) કર્મો,ના, કરતો હોય, તેમ છતાં ક્ષોભ (સંકલ્પ-વિકલ્પ) ને લીધે બધે વ્યાકુળ બને છે, --જયારે કુશળ (જ્ઞાની પુરુષ કર્મો કરતો હોવા છતાં વ્યાકુળ થતો નથી. (૫૮),
જ્ઞાની (શાંત બુદ્ધિ વાળો) વ્યવહારમાં પણ સુખે બેસે છે, સુખે સુએ છે, સુખે આવે છે-જાય છે, --સુખે બોલે છે અને સુખે ખાય છે. (૫૯)
સામાન્ય લોકો ની જેમ વ્યવહાર કરવા છતાં પણ જેને સ્વ-ભાવ થી જ દુ:ખ થતું નથી, --તે મનુષ્ય મોટા સરોવરની જેમ ક્ષોભ-રહિત,કલેશ-રહિત (વગરનો) હોઈ શોભે છે. (૧૦)
મૂઢ (અજ્ઞાની) ની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ જ બને છે, જયારે, --ધીર પુરુષ ની પ્રવૃત્તિ પણ નિવૃત્તિ નું ફળ આપે છે. (૬૧).
ઘર,સ્ત્રી વગેરેમાં (પરિગ્રહોમાં) (દેખીતો) વૈરાગ્ય વિશેષ કરીને મૂઢ (અજ્ઞાની) નો જ દેખાય છે, પણ, --દેહમાંથી યે જેની આશા ક્ષીણ (નાશ) થઇ ગઈ છે તેવા જ્ઞાની ને રાગ શું કે વૈરાગ્ય શું ? (૬૨).
મૂઢ (અજ્ઞાની) ની દૃષ્ટિ,સર્વદા દૃશ્ય (સંસાર) ની ભાવના અને અભાવના માં લાગેલી રહે છે, --પરંતુ શાંત (જ્ઞાની) મનુષ્ય ની દૃષ્ટિ,દય ની ભાવના કરવા છતાં અદૃષ્ટિ-રૂપ જ રહે છે. (૧૩)
જે મુનિ (જ્ઞાની) સર્વ આરંભોમાં (ક્રિયાઓમાં) બાળક ની જેમ નિષ્કામપણે વર્તે છે, --તે શુદ્ધ મુનિ ને કરાતાં કર્મો માં પણ લેપ થતો નથી. (૬૪)
તે આત્મજ્ઞાની ધન્ય છે કે જે સર્વભૂતોમાં સમાન દૃષ્ટિ રાખે છે અને જે, -સાંભળતા,સ્પર્શતો, સુંઘતો,ખાતો છતાં તૃષ્ણા (આશા-આસક્તિ) વગરનો છે. (૧૫)