________________
જે પોતાને મુક્ત માને છે-તે મુક્ત છે અને જે પોતાને બંધાયેલો માને છે તે બંધાયેલો છે--એવી જગત ની કિવદંતી (લોકવાદ) છે તે સાચી છે, --જેની જેવી મતિ (બુદ્ધિ) તેવી જ તેની ગતિ થાય છે. (૧૧)
આ આત્મા એ સાક્ષી,સર્વવ્યાપક,પૂર્ણ,એક, ચૈતન્યસ્વ-રૂપ,અક્રિય,અસંગ,
નિસ્પૃહ અને શાંત (આનંદમય) છે. --પરંતુ ભ્રમ (અજ્ઞાન-માયા) ને લીધે તે સંસારવાળો (શરીરવાળો) હોય તેમ ભાસે છે. (૧૨)
“હું આભાસાત્મક (શરીર છું તેવો આભાસ) છું” એવા ભ્રમ ને અને, --બાહ્ય તેમજ અંદર ના ભાવો ને (સુખ-દુ:ખ...વગેરે) છોડીને, --પર્વતના જેવા અચળ થઈને (ફૂટસ્થ)-તું, --અચળ,જ્ઞાનરૂપ,અતરૂપ –આત્માનો જ વિચાર કર. (૧૩)
હે પુત્ર, દેહાધ્યાસ રૂપી (હું શરીર છું-તેવા) બંધન વડે લાંબા સમયથી તું બંધાયો છે, --તે પાશ ને (બંધન ને) “હું જ્ઞાન-રૂપ છું” એવા --“જ્ઞાન-રૂપી” ખડગ (તલવાર) વડે છેદી (કાપી) નાંખી તું સુખી થા. (૧૪)
તું અસંગ,અક્રિય (કોઈ પણ ક્રિયા વગરનો),સ્વયંપ્રકાશ અને નિર્દોષ છે. --તું જે સમાધિ (સમાધિ-વગેરે ની ક્રિયા) કરી રહ્યો છે --તે જ તારું બંધન છે (આત્મા તો અક્રિય છે) (૧૫)
તારા વડે જ આ વિશ્વ વ્યાપ્ત થયેલું છે અને તારા માં જ વિશ્વ વણાયેલું છે, --ખરી રીતે જોતાં તો તું શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ જ છે, માટે --તારી મુદ્ર ચિત્તવૃત્તિને (મનથી હું બંધાયેલો છું તેવી ચિત્તવૃત્તિને) વશ ના થા. (૧૬)
તું કશાની પણ ઈચ્છા વિનાનો,કોઈ પણ જાતના વિકારો વિનાનો, --શાંત અંતઃકરણ વાળો,અગાધ ઊંડી) બુદ્ધિવાળો,ક્ષોભ વગરનો. અને --માત્ર ચૈતન્ય (આત્મા) માં જ નિષ્ઠા (વિશ્વાસ) રાખનારો થા, (૧૭)
તું સાકાર (શરીર..વગેરે) ને ખોટી માન,અને --નિરાકાર “તત્વ” (આત્મા-પરમાત્મા) ને નિશ્ચલ માન, --આ તત્વ ના જ્ઞાનથી સંસારમાં ફરી જન્મવાનો સંભવ રહેતો નથી. (૧૮)
જેવી રીતે અરીસા ની મધ્યમાં પ્રતિબિંબિત થયેલા, --પ્રતિબિંબ ના રૂપ ની અંદર,બહાર,અને ચારે બાજુ માત્ર અરીસો જ રહેલો છે (બીજું કાંઇ નહિ) તેવી રીતે --આ શરીરમાં પણ અંદર,બહાર અને ચારે બાજુ એ એક માત્ર ચૈતન્ય (ઈશ્વર) જ રહેલું છે. (૧૯)
જેવી રીતે ઘડામાં રહેલું આકાશ (ઘડાકાશ) અને --બહાર રહેલું સર્વવ્યાપક આકાશ (મહાકાશ) એ એક જ છે, --તેવી રીતે સમસ્ત પ્રાણી માત્ર માં (જીવ માત્રમાં) અંદર (આત્મા રૂપે) અને બહાર, --નિત્ય,અવિનાશી,બ્રહ્મ (પરમાત્મા) રહેલું છે. (૨૦)
પ્રકરણ -૧-સમાપ્ત