SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ 10 પ્રકરણ-૪ જનક કહે છેઅહો, ભોગ-રૂપ “લીલા” કરતા,(ભોગ પ્રત્યે અનાસકત રહી ભોગ ભોગવતા) એવા --ધીર,આત્મજ્ઞાની પુરુષ ની સાથે --સંસારી (સંસારમાં ઓતપ્રોત-આસક્ત થયેલા) મૂઢ મનુષ્ય ની કોઈ સમાનતા છે જ નહિ. (૧) જે પદ (આત્મ-પદ) ની ઈચ્છા કરતા ઇન્દ્ર વગેરે દેવો, તે પદ ની પ્રાપ્તિ ના થતાં, --દીનતા ને પ્રાપ્ત કરે છે,શોકાતુર બને છે, ત્યારે --તે આત્મ-પદ માં સ્થિર થયેલો યોગી હર્ષ પણ પામતો નથી,તે આશ્ચર્ય છે. (૨) એ આત્મ-પદ ને જાણનાર ને તેના અંતઃકરણ માં પુણ્ય કે પાપ નો સ્પર્શ થતો નથી, --જેમ આકાશમાં ધુમાડો દેખાય પણ આકાશ ને વાસ્તવિક રીતે ધુમાડા નો સ્પર્શ થતો નથી તેમ. (૩) આ સમસ્ત જગત “આત્મ-રૂપ” છે, એમ જેણે જાણ્યું છે, તેવા મહાત્મા ની સહજ-ક્રિયાઓ માં (સહજ કર્મોમાં) --વિધિ-નિષેધ રૂપ બંધ નો (આ કર્મ થાય કે આ કર્મ ના થાય તેવો) અમલ કોણ કરાવી શકે ? (૪) બ્રહ્મા થી માંડી તૃણ (તરણા) સુધીની અને ચારે પ્રકારની જીવજાતિ ઓમાં (અંડજ,સ્વેદજ..વગેરેમાં) --માત્ર જ્ઞાની જ ઈચ્છા ને અનિચ્છા ને દૂર હટાવવામાં સમર્થ છે. (૫) આ જગત માં કોઈક જ પોતાના “આત્મા” ને અને “પરમાત્મા” ને એકરૂપ (અદ્વૈત) જાણે છે, અનુભવે છે), --અને એ જે જાણે છે,તેને જ જે આચરણ માં મૂકે છે તેને કશેથી પણ ભય આવતો નથી. (૬) પ્રકરણ-૪-સમાપ્ત
SR No.008123
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy