SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 11 પ્રકરણ-૫ અષ્ટાવક્ર કહે છે-કે તારો કશાની ય સાથે “સંગ” નથી, --તું શુદ્ધ (આત્મા) છે, તો પછી તું શાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે? --આ પ્રમાણે “દેહાભિમાન” નો નાશ કરી “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૧) સમુદ્ર માં જેમ (ફેણ થી પાણી નો પરપોટો ઉદય પામે છે પેદા થાય છે, તેમ, --તારામાંથી તારા આત્મામાંથી) વિશ્વ (જગત) ઉદય પામે છે (પેદા થાય છે) –એ પ્રમાણે, --આત્મા ને “એકમાત્ર” જાણી “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૨) અવ્યક્ત માંથી વ્યક્ત બનેલું જગત, પ્રત્યક્ષ હોવા છતાં,અવાસ્તવિક ( મિથ્યા) હોઈ, --તે જગત દોરડામાં દેખાતા સર્પ ની જેમ તારા નિર્મલ આત્મા માં છે જ નહિ, --આથી તું (જગત ના વિચારો છોડી ને) “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૩) સુખ-દુઃખ ને સરખાં ગણી,આશા-નિરાશા ને સમાન ગણી,તેમજ --જીવન અને મરણ ને પણ સરખાં ગણી ને, --પૂર્ણતા ને પ્રાપ્ત કરી ને, તું “સ્વ-રૂપ” માં લીન થઇ જા. (૪) પ્રકરણ-૫-સમાપ્ત
SR No.008123
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy