Book Title: Ahimsa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf
Catalog link: https://jainqq.org/explore/249512/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અહિંસાને સિદ્ધાંત આય પરંપરામાં ઘણા પ્રાચીન છે. અને એને આદર પણ બધી આર્ય શાખાઓમાં એકસરખે થતો રહ્યો છે. આમ છતાં પ્રજાજીવનના વિસ્તાર અને જુદી જુદી ધાર્મિક પરંપરાઓના વિકાસની સાથે સાથે એ સિદ્ધાંત સંબંધી વિચાર તથા વ્યવહારમાં પણ અનેકમુખી વિકાસ થયેલ જોવાય છે. અહિંસા સંબંધી વિચારના મુખ્ય બે ઝરણું. પ્રાચીન કાળથી જ, આર્ય પર પરામાં વહેતાં થયાં હોય એમ લાગે છે. એક ઝરણું મુખ્યત્વે શ્રમણ જીવનના આધારે વહેતું થયું જ્યારે બીજું ઝરણું બ્રાહ્મણ પરંપરાચતુર્વિધ આશ્રમ–ના જીવનવિચારને આધારે પ્રવાહિત થયું. અહિંસાના તાત્વિક વિચારની દૃષ્ટિએ આ બન્ને ઝરણુઓ વચ્ચે કોઈ મતભેદ જોવામાં નથી આવતો, પરંતુ વ્યાવહારિક બાજુ કે જીવનમાં એના ઉપયોગની દૃષ્ટિએ કેવળ એ બને ઝરણાઓમાં જ નહીં, બર્ભે પ્રત્યેક શ્રમણ તેમ જ બ્રાહ્મણ ઝરણાની નાની-મોટી અવાંતર શાખાઓમાં પણ અનેક પ્રકારના મતભેદ કે અંદરઅંદરના વિરોધ જોવામાં આવે છે. એનું મુખ્ય કારણ જીવનદષ્ટિનો ભેદ છે. શ્રમણ પરંપરાની જીવનદષ્ટિ મુખ્યત્વે વ્યક્તિગત અને આધ્યાત્મિક છે, જ્યારે બ્રાહ્મણ પરંપરાની જીવનદષ્ટિ મુખ્યત્વે સામાજિક કે લકસંગ્રાહક છે. પહેલીમાં લોકસંગ્રહ એટલે અંશે જ ઈષ્ટ છે કે જ્યાં સુધી એ આધ્યાત્મિક્તાને વિરોધી ન હોય, જ્યાં એનો આધ્યાત્મિક્તા સાથે વિરોધ દેખાવા લાગે Page #2 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ત્યાં પહેલી દષ્ટિ જોકસંગ્રહ તરફ ઉદાસીન રહેવાની કે એને વિરોધ કરવાની; જ્યારે બીજી દષ્ટિમાં લેકસંગ્રહ એટલા મોટા પાયા પર કરવામાં આવ્યું છે કે જેથી એમાં આધ્યાત્મિકતા અને ભૌતિકતાની વચ્ચે સંધર્ષ જાગતું નથી. આગમાં અહિંસાનું નિરૂપણ શ્રમણ પરંપરાની અહિંસા સંબંધી વિચારસરણીને એક પ્રવાહ પિતાની વિશિષ્ટ ઢબે વહેતે હતો, જે કાળક્રમે, આગળ જતાં, દીર્ધતપસ્વી ભગવાન મહાવીરના જીવનમાં ઉદાત્ત રૂપે અભિવ્યક્ત થયો. એ અભિવ્યક્તિનાં સ્પષ્ટ દર્શન આપણને આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે પ્રાચીન આગમમાં થાય છે. અહિંસાધર્મની પ્રતિષ્ઠા તે આત્મપમ્યની દૃષ્ટિમાંથી જ થઈ છે. પણ ઉપર્યુક્ત આગમોમાં એનું નિરૂપણું અને વિશ્લેષણ આ રીતે થયું છે - (૧) દુઃખ અને ભયનું કારણ હોવાથી હિંસામાત્ર વન્ય છે: આ છે અહિંસાના સિદ્ધાંતની ઉત્પત્તિ-યુક્તિ. (૨) હિંસાને અર્થ જોકે પ્રાણુનાશક દુઃખ આપવું એવો થાય છે, તે પણ હિંસાજન્ય દેષને આધાર કેવળ પ્રમાદ અર્થાત્ રાગ-દ્વેષ વગેરે જ છે. જે પ્રમાદ કે આસક્તિ ન હોય તે કેવળ પ્રાણનાશ એ હિંસાની કટિમાં આવી નથી શકતા : આ છે અહિંસાનું વિશ્લેષણ. (૩) વિધ્ય જીવોના કદ, એમની સંખ્યા તથા એમની ઇધિ વગેરે સંપત્તિના તારતમ્ય ઉપર હિંસાના દેજનું તારતમ્ય અવલંબિત નથી, પરંતુ એ હિંસકના પરિણામ કે એની વૃત્તિનાં તીવ્રતા-મંદતા, જાણપણું. અજાણપણું કે બળપ્રયોગના ઓછા-વધુપણું ઉપર આધાર રાખે છે; આ થયું તાત્પર્ય. ઉપર જણાવેલ ત્રણે બાબતે ભગવાન મહાવીરના વિચાર અને આચારમાંથી ફલિત થઈને આગમાં ગૂંથાઈ ગઈ છે. કોઈ એક Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈનધર્મને પ્રાણુ વ્યક્તિ કે વ્યક્તિઓને સમૂહ ગમે તેવાં આધ્યાત્મિક કેમ ન હોય, પણ જ્યારે એ સંયમલક્ષી જીવનધારણના પ્રશ્નને પણ વિચાર કરે છે ત્યારે એમાંથી ઉપર્યુક્ત વિશ્લેષણ તથા કટિક્રમ આપોઆપ ફલિત થઈ જાય છે. આ દષ્ટિએ વિચાર કરતાં કહેવું પડે કે પછી જેન વા મયમાં અહિંસા સંબંધી જે વિશેષ ઊહાપોહ થયો છે, એને મૂળ આધાર તે પ્રાચીન જૈન આગમમાં પહેલાંથી જ હતો. - જ્યારે આપણે સમગ્ર જૈન વાસ્મયમાં મળી આવતા અહિંસા સંબંધી ઊહાપોહ ઉપર દષ્ટિપાત કરીએ છીએ ત્યારે આપણને સ્પષ્ટ રૂપે દેખાય છે કે જૈન વાત્મયને અહિંસા સંબંધી ઊહાપોહ મુખ્યત્વે ચાર બળો ઉપર આધાર રાખે છે. પહેલું એ કે એ મુખ્યત્વે સાધુજીવનને એટલે કે નવકાટી અહિંસાને, પૂર્ણ અહિંસાને–જ વિચાર કરે છે. બીજું એ કે એ બ્રાહ્મણ પરંપરામાં વિહિત માનવામાં આવતી અને પ્રતિષ્ઠિત લેખવામાં આવતી યય વગેરે અનેક પ્રકારની હિંસાનો વિરોધ કરે છે. ત્રીજું એ કે એ બીજી શ્રમણ પરંપરાઓના ત્યાગી-જીવન કરતાંય જેન શ્રમણના ત્યાગી-જીવનને નિયંત્રિત રાખવાને આગ્રહ સેવે છે. ચોથું એ કે એ જૈન પરંપરાના અવાંતર ફિરકાઓમાં ઊભા થતા પારસ્પરિક વિરોધના પ્રશ્નોના નિરાકરણને પણ પ્રયત્ન કરે છે. નવકેટી–પૂર્ણ અહિંસાના પાલનનો આગ્રહ પણ રાખો અને સંયમ કે સદ્ગણના વિકાસની દૃષ્ટિએ જીવનનિર્વાહનું સમર્થન પણ કરવું–આ વિરોધમાંથી હિંસાના વ્યહિંસા, ભાવહિંસા વગેરે ભેદેને ઊહાપોહ જાગ્યો, અને છેવટે એક માત્ર નિશ્ચય સિદ્ધાંત એ જ સ્થાપિત થયો કે આખરે પ્રમાદ જ હિંસા છે. અપ્રમત્ત જીવનવ્યવહાર દેખીતી રીતે ભલે હિંસાત્મક લાગે, છતાં ખરી રીતે એ અહિંસક જ છે. આ અંતિમ નિર્ણયને લાગેવળગે છે ત્યાં સુધી, શ્વેતાંબર--દિગંબર વગેરે કાઈ પણ જૈન ફિરકાને એમાં જરા સરખેય મતભેદ નથી. બધાય ૧. જુઓ જ્ઞાનબિજુગત ટિપ્પણ - ૭થી Page #4 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૧૩ ક્રિકાઓની વિચારસરણી, પરિભાષા અને દલીલા એકસરખી છે. વૈદિક હિંસાને વિરોધ વૈદિક પરંપરામાં યજ્ઞ, અતિથિ, શ્રાદ્ધ વગેરે અનેક નિમિત્તોથી કરવામાં આવતી જે હિ'સાને ધાર્મિક ગણીને પ્રતિષ્ઠિત લેખવામાં આવે છે, એને સાંખ્ય, બૌદ્ધ અને જૈન પરંપરાઓએ એકસરખા વિરાધ કર્યો છે; આમ છતાં, આગળ જતાં, આ વિધમાં મુખ્ય ભાગ બૌદ્ધ અને જૈન પરપરાને જ ચાલુ રહ્યો છે. જૈન વાઙમયમાંના અહિંસાને લગતા ઊહાપોહમાં આ વિરોધની ઘેરી છાપ અને પ્રતિક્રિયા પણ દેખાય છે. જૈન સાહિત્યમાં ડગલે ને પગલે વૈદિક હિંસાનું ખંડન જોવામાં આવે છે. આની સાથે જ વૈદિક લાકા જૈતાની સામે એ આશકા રજૂ કરે છે કે જો ધાર્મિક હિંસા પણું અકબ છે, તે તમે જેને પેાતાની સમાજરચનામાં મંદિર ચણાવવુ, દેવપૂજા કરવી વગેરે ધાર્મિક કાર્યોને સમાવેશ અહિંસારૂપે કેવી રીતે કરી શકશે, વગેરે વગેરે. આ શંકાનું સમાધાન પણ જૈન સાહિત્યમાં અહિંસા સંબંધી ઊહાપાહમાં વિસ્તારથી મળી આવે છે. જૈના અને ઔદ્ધો વચ્ચેના વિરાધનું કારણ પ્રમાદ–માનસિક દોષ-જ મુખ્યત્વે હિ ંસા છે અને એ દોષમાંથી જન્મેલ જ પ્રાણ-નાશા હિં`સા છે. આ વિચાર જૈન અને બૌદ્ધ પરપરાને એકસરખા માન્ય છે. આમ છતાં, આપણે જોઈએ છીએ કે, પ્રાચીન સમયથી જૈન અને બૌદ્ધ પર ંપરાની વચ્ચે અહિંસા સબંધી પારસ્પરિક ખંડનમંડન ઘણું થયું છે. સૂત્રકૃતાંગ જેવા પ્રાચીન આગમમાં પણ અહિંસા સંબંધી બૌદ્ધ મંતવ્યનું ખડન છે, એ જ રીતે જિઝઅનિકાય જેવા પિટક ગ્રંથમાં પણ જૈનસ'મત અહિંસાનું ઉપહાસયુક્ત ખાન મળી આવે છે. ઉત્તરવતી-પછી રચાયેલા નિયુક્ત વગેરે જૈન ગ્રંથોમાં તથા અભિધમ કાષ વગેરે બૌદ્ધ ગ્રંથૈામાં પણ એ જ જૂનું ખંડનમંડન નવા રૂપમાં જોવામાં આવે છે. જ્યારે જૈન અને Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈનધર્મને પ્રાણ બૌદ્ધ બને પરંપરાઓ વૈદિક હિંસાને એકસરખો વિરોધ કરે છે અને જ્યારે બન્નેની અહિંસાની વ્યાખ્યામાં કઈ તાત્ત્વિક મતભેદ નથી, તો પછી શરૂઆતમાં જ બન્ને વચ્ચે અંદરોઅંદર ખંડનમંડન શા માટે શરૂ થયું અને શા માટે ચાલતું રહ્યું?–આ એક પ્રશ્ન છે. જ્યારે આપણે બને પરંપરાઓનું સાહિત્ય ધ્યાનપૂર્વક વાંચીએ છીએ ત્યારે આને જવાબ આપણને મળી જાય છે. ખંડનમંડનનાં અનેક કારણેમાંનું મુખ્ય કારણ તો એ જ છે કે જૈન પરંપરાએ નવકાટી અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યાને અમલ કરવાને માટે બાહ્ય પ્રવૃત્તિઓનું જે વિશેષ નિયંત્રણ કર્યું એ બદ્ધ પરંપરાએ ન કર્યું. જીવનને લગતી બાહ્ય પ્રવૃત્તિઓનું અતિનિયંત્રણ અને મધ્યમ માર્ગમાંથી જન્મેલ શિથિલતા, એ બે વચ્ચેના પ્રબળ ભેદમાંથી જ જૈન અને બૌદ્ધ પરંપરાઓ અંદરોઅંદર ખંડનમંડનમાં પડી ગઈ. જૈન સાહિત્યમાંના અહિંસાને લગતા ઊહાપોહમાં આ ખંડનમંડનને પણ સારો એવો હિસ્સો છે. જ્યારે આપણે બને પરંપરાઓના ખંડનમંડનનું તટસ્થ રીતે અવલોકન કરીએ છીએ ત્યારે નિઃસંકેચપણે કહેવું પડે છે કે મેટેભાગે બન્ને એકબીજાને ખોટી રીતે સમજ્યાં છે. આને એક દાખલ ભઝિમનિકાયનું ઉપાલિસુત્ત અને બીજો દાખલો મૂત્રકૃતાંગ (૧. ૧. ૨. ર૪-૩૨; ૨. ૬. ૧૬-૨૮) છે. અહિંસાની કેટીની હિંસા જેમ જેમ જૈન સાધુસંઘને વિસ્તાર તે ગયો અને ભિન્ન ભિન્ન દેશ તથા કાળમાં નવી નવી પરિસ્થિતિને કારણે નવા નવા પ્રશ્નો પેદા થતા ગયા તેમ તેમ જૈન તત્વચિંતકોએ અહિંસાની વ્યાખ્યા અને એના વિશ્લેષણમાંથી એક સ્પષ્ટ નો વિચાર પ્રગટ કર્યો. તે એ કે જે અપ્રમત્ત ભાવે કોઈ જીવની વિરાધના–હિંસા થઈ જાય કે કરવી પડે તો એ કેવળ અહિંસકટીની છે, અને તેથી એ નિર્દોષ જ નહીં ૧. જુઓ જ્ઞાનબિંદુમાં ટિપણુમાંના જેન અને બૌદ્ધ અવતરણે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૧૫ મક્કે ગુણ નિરા)વર્ધક પણ છે. આ વિચાર પ્રમાણે સાધુ, પૂર્ણ અહિંસાને સ્વીકાર કરી લીધા પછી પણ, જે પિતાના સંયત જીવનની પરિપુષ્ટિ માટે હિંસારૂપ લેખાતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આદરે તપણું એ સંયમવિકાસમાં એક ડગલું આગળ વધે છે. જૈન પરિભાષા પ્રમાણે આ જ નિશ્ચય-અહિંસા છે. જે ત્યાગીઓ વસ્ત્ર વગેરે રાખપાના સાવ વિરોધી હતા તેઓ જ્યારે મર્યાદિત પ્રમાણમાં વસ્ત્ર વગેરે ઉપકરણ (સાધન) રાખવાવાળા સાધુઓને હિંસાને નામે તિરસ્કાર કરવા લાગ્યા ત્યારે વસ્ત્ર વગેરેનું સમર્થન કરનારા ત્યાગીઓએ એ જ નિશ્ચય-સિદ્ધાંતનો આશ્રય લઈને જવાબ આપ્યો કે ફક્ત સંયમના ધારણ અને નિર્વાહને માટે જ, શરીરની જેમ, મર્યાદિત ઉપકરણ વગેરે રાખવાં, એ અહિંસાનાં બાધક નથી. જૈન સાધુસંધે કરેલી આવી જાતની, એકબીજાના આચારભેદમાંથી જન્મેલી ચર્ચા દ્વારા પણ અહિં સાને લગતા ઉહાપોહમાં સારે એ વિકાસ થ હોય એમ દેખાય છે, જે ઘનિયુક્તિ વગેરેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. ક્યારેક ક્યારેક અહિંસાની ચર્ચા શુષ્ક તર્ક જેવી થઈ ગઈ હોય એમ જણાય છે. એક વ્યક્તિ પ્રશ્ર કરે છે કે જે તમારે વસ્ત્ર રાખવું જ હોય તો તેને ફાડ્યા વગરનું આખું જ શા માટે ન રાખવું ? કેમ કે એને ફાડતાં જે સુક્ષ્મ અણુઓ ઊડશે એ જરૂર છવઘાતક બનશે. આ પ્રશ્નને જવાબ પણ એવા જ ઢંગથી આપવામાં આવ્યું છે. જવાબ આપનારો કહે છે કે જે વસ્ત્ર ફાડતાં ફેલાયેલ સૂક્ષ્મ આણુઓને લીધે જીવઘાત થતો હોય તો તમે અમને વસ્ત્ર ફાડતાં અટકાવવા માટે જે કંઈ વાણીને પ્રવેશ કરે છે એનાથી પણ જીવઘાત થાય છે ને? વગેરે. અસ્તુ. એ ગમે તેમ હોય, પણ જિનભદ્રગણિની સ્પષ્ટ વાણીમાં જૈન પરંપરાને સંમત એવી અહિંસાનું પૂર્ણ સ્વરૂપ આપણને મળે છે. તેઓ કહે છે કે સ્થાન સજીવ હોય કે 'નિર્જીવ, એમાં કોઈ જીવઘાતક બની જતા હોય કે કોઈ અઘાતક જ જોવામાં આવતું હોય, પણ એટલા માત્રથી હિંસા કે અહિંસાને Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈનધર્મને પ્રાણ નિર્ણય નથી થઈ શકતે. સાચેસાચ હિંસા પ્રમાદ-અયતના-અસંયમમાં જ છે, પછી ભલે કઈ જીવનો ઘાત ન પણ થતા હોય. એ જ રીતે જે અપ્રમાદ કે યતના-સંયમ સુરક્ષિત હોય તે છવધાત લેવામાં આવે છતાં પણ ખરી રીતે અહિંસા જ છે. જૈન ઉહાપોહની કમિક ભૂમિકાએ ઉપરના નિયમ ઉપરથી અહિંસાને લગતા જૈન ઊહાપોહની નીચે જણાવેલી કમિક ભૂમિકાએ ફલિત થાય છે – (૧) પ્રાણ નાશ હિંસા રૂપ હેવાથી એને રોકો, એ જ અહિંસા છે. (૨) જીવનધારણની સમસ્યામાંથી ફલિત થાય છે કે જીવન–ખાસ કરીને સંયમી જીવન–માટે અનિવાર્ય લેખાતી પ્રવૃત્તિઓ આદરતાં કદાચ છવઘાત થઈ પણ જાય, છતાં જે પ્રમાદ ન હોય તે એ છવધાત હિંસારૂપ ન બનતાં અહિંસા જ છે. • (૩) જે સંપૂર્ણપણે અહિંસક રહેવું હોય તે, ખરી રીતે અને સૌથી પહેલાં, ચિત્તમાં રહેલ કલેશ( પ્રમાદ)ને જ ત્યાગ કરવો જોઈએ. એ થે તે સમજવું કે અહિંસા સિદ્ધ થઈ. બાહ્ય પ્રવૃત્તિઓ સાથે અહિંસાને કોઈ અનિવાર્ય સંબંધ નથી; એને નિયત સંબંધ માનસિક પ્રવૃત્તિઓની સાથે છે. (૪) વ્યક્તિગત કે સામૂહિક જીવનમાં એવાં પણ અપવાદસ્થાને આવે છે કે જ્યારે હિંસા કેવળ અહિંસા જ નથી રહેતી ઊલટી એ ગુણવર્ધક પણ બની જાય છે. આવા અપવાદરૂપ સ્થાનમાં, જે કહેવાતી હિંસાથી ડરીને, એનું આચરણ કરવામાં ન આવે તો ઊલટાને દોષ લાગે છે. જેને અને મીમાંસ વગેરે વચ્ચે સામ્ય જૈન અહિંસાના ઉત્સર્ગ અપવાદની આ ચર્ચા બરાબર અક્ષરે Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન. અહિંસા ૧૧૭. અક્ષર મીમાંસા અને સ્મૃતિમાંની અહિંસા સંબંધી ઉત્સગ-અપવાદની વિચારસરણી સાથે મળતી આવે છે. એમાં ફેર હોય તો એ જ છે કે જ્યાં જૈન વિચારસરણી સાધુ કે પૂર્ણત્યાગીના જીવનને ધ્યાનમાં રાખીને પ્રતિષ્ઠિત થઈ છે, ત્યાં મીમાંસકો અને સ્માર્લોની વિચારસરણી ગૃહસ્થ અને ત્યાગી બધાયના જીવનને કેન્દ્રમાં રાખીને પ્રચલિત થઈ છે. બન્ને વચ્ચેનું સામ્ય આ રીતે છે -- વેદિક १. सव्वे पाणा न हंतव्वा । १. मा हिंस्यात् सर्वभूतानि । ૨. સાધુજીવનની અશક્યતાને ૨. ચારે આશ્રમના બધા પ્રકારના અધિકારીઓના જીવનની તથા એને લગતાં કર્તવ્યની અશ કથતાને પ્રશ્ન. ૩. શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓમાં ૩. શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓમાં હિંસાહિંસા દેષને અભાવ; દેશને અભાવ; અર્થાત નિષિદ્ધ અર્થાત નિષિદ્ધ આચરણમાં આચાર જ હિંસા છે. જ હિંસા. અહીં એ ધ્યાનમાં રાખવું કે જૈન તત્ત્વજ્ઞ “શાસ્ત્ર” શબ્દથી જૈન શાસ્ત્રને ખાસ કરી સાધુજીવનના વિધિનિષેધનું પ્રતિપાદન કરતા શાસ્ત્રને–જ લે છે; જ્યારે વૈદિક તત્વચિંતક શાસ્ત્ર' શબ્દથી એ બધાંય શાસ્ત્રોને લે છે કે જેમાં વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય વગેરે બધાંય કર્તવ્યનું વિધાન હોય. ૪. છેવટે અહિંસાને મમ જિનની ક. છેવટે અહિંસાનું તાત્પર્ય આજ્ઞાના–જેનશાસ્ત્રના–યથાવત્ વેદ તથા સ્મૃતિઓની અનુસરણમાં જ છે. આજ્ઞાના પાલનમાં જ છે. [દઔચિં૦ નં૦ ૨, પૃ. ૪૧૨-૪૧૭] Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈનધમ ના પ્રાણ wwwwwv. અહિંસાની ભાવનાના વિકાસ મિનાથની કરા ભગવાન પાર્શ્વનાથની પહેલાં નિગ્રંથ પર પરામાં યદુકુમાર નેમિનાથ થઈ ગયા. એમની અઐતિહાસિક જીવનકથાઓમાં જે ઘટનાનો ઉલ્લેખ મળે છે, અને નિથ પરંપરાની અહિંસક ભાવનાને એક સીમાસ્ત ંભ કહી શકાય એમ છે. લગ્ન-સગપણ વગેરે સામાજિક ઉત્સવ!–સમાર’ભામાં જમવા-જમાડવાને અને મેાજ-મન કરવાને રિવાજ તે અત્યારે પણ પ્રચલિત છે, પણ એ સમયમાં આવા સમારંભોમાં અનેક પ્રકારનાં પશુઓના વધ કરીને એમનાં માંસથી જમણવારને આકર્ષીક બનાવવાની પ્રથા પ્રચલિત હતી—ખાસ કરીને ક્ષત્રિયામાં તો એ પ્રથા વિશેષ રૂઢ હતી. આ પ્રથા પ્રમાણે લગ્ન નિમિત્તે ઊજવાનાર ઉત્સવમાં, વધ કરવાને માટે એકત્ર કરવામાં આવેલાં હરણ વગેરે જુદી જુદી જાતનાં પશુએ જ્ઞાનાદ સાંભળીને નૈમિકુમાર, ખરાબર લગ્નને ટાંકણે જ કરુણા થઈ ગયા, અને જે લગ્નમાં આવાં પશુઓને વધ કરીને માંસ ખાવા-ખવરાવવાના કાર્યને પ્રતિષ્ઠિત માનવામાં આવતુ હતુ, એવાં પોતાનાં લગ્નના વિચાર જ એમણે માંડી વાળ્યો. મિકુમારના આ, કરુણામાંથી જન્મેલ બ્રહ્મચવાસના એ વખતના સમાજ ઉપર એવા પ્રભાવ પડયો અને ક્રમે ક્રમે એ પ્રભાવ એવા વધતો રહ્યો કે ધીમે ધીમે અનેક જાતિઓએ સામાજિક સમાર ભેામાં માંસ ખાવા-ખવરાવવાની પ્રથાને જ તિલાંજલિ આપી દીધી. ઘણે ભાગે આ જ એવી પહેલી ઘટના છે કે જે સામા જિક વ્યવહારશમાં અહિંસાને! પાયા નંખાયાની સૂચક છે. મિકુમાર યાશિરાણિ દેવકીનંદન શ્રીકૃષ્ણના નાનાભાઈ પિતરાઈ હતા; એમ લાગે છે કે એ કારણે દ્વારકા અને મથુરાના યાદવેા ઉપર સારા પ્રભાવ પડ્યો હતો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અહિંસા પાશ્વનાથને હિસાવિધ ઈતિહાસકાળમાં ભગવાન પાર્શ્વનાથનું સ્થાન આવે છે. એમનું જીવન કહે છે કે એમણે અહિંસાની ભાવનાને વિકસિત કરવા માટે એક જુદું જ પગલું ભર્યું. પંચાગ્નિ જેવી તામસ [–તમેગુણથી પ્રેરિત તપસ્યાઓમાં સૂક્ષ્મણૂળ પ્રાણીઓને વિચાર કર્યા વગર જ અગ્નિ પ્રગટાવવાની પ્રથા હતી, તેથી ક્યારેક ક્યારેક બળતણની સાથે બીજા છે પણ બળી જતા હતા. કાશીરાજ અશ્વસેનના પુત્ર પાર્શ્વનાથે આવી હિંસાજનક તપસ્યાને ઘેર વિરોધ કર્યો અને ધર્મ, ક્ષેત્રમાં અવિવેકને લીધે થનારી હિંસાના ત્યાગ તરફ લેકમત કેળવ્યો. ભગવાન મહાવીરે કરેલી અહિંસાની પ્રતિષ્ઠા પાર્શ્વનાથે પુષ્ટ કરેલી અહિંસાની ભાવના નિર્ચ થનાથ જ્ઞાતપુત્ર મહાવીરને વારસામાં મળી. એમણે યજ્ઞયાગ વગેરે જેવા ધર્મનાં જુદાં જુદાં ક્ષેત્રમાં થતી હિંસાને, તથાગત બુદ્ધની જેમ, એકાંત વિરોધ કર્યો, અને ધર્મક્ષેત્રમાં અહિંસાની એટલી પ્રતિષ્ઠા કરી કે, તે પછી તે અહિંસા જ ભારતીય ધર્મોને પ્રાણ બની ગઈ. ભગવાન મહાવીરની ઉચ અહિંસાપરાયણ જીવનયાત્રા તથા એકાગ્ર તપસ્યાએ એ વખતના અનેક પ્રભાવશાળી બ્રાહ્મણે અને ક્ષત્રિયોને અહિંસાની ભાવના તરફ આકર્ષા. પરિણામે જનતામાં સામાજિક તથા ધાર્મિક ઉત્સવમાં અહિંસાની ભાવનાએ પિતાનો પાયો નાખી દીધા, કે જેના ઉપર નિગ્રંથ પરંપરાની ભવિષ્યની પેઢીઓની કારકિર્દીને મહેલ ઊભા થયે. અહિંસાના અન્ય પ્રચારકે અશેકના પૌત્ર સંપ્રતિએ પિતાના પિતામહના અહિંસક સંસ્કારના વારસાને આર્ય સુહસ્તીની નિશ્રામાં વિશેષ સમૃદ્ધ કર્યો. સંપ્રતિએ કેવળ પિતાને આધીન રાજ્યપ્રદેશોમાં જ નહી, બલ્ક પોતાના રાજ્યની સીમાની બહાર પણ, જ્યાં અહિંસક જીવનવ્યવહારનું નામનિશાન પણ ન હતું, ત્યાં અહિંસાની ભાવનાને પ્રચાર કર્યો. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈનધર્મને પ્રાણ અહિંસા-ભાવનાના એ ઝરણને પૂરનું રૂપ આપવામાં જરૂર અને કેને ભાગ છે, પણ નિર્ગથ અનારનું તો એના સિવાય બીજું કોઈ ધ્યેય જ ન હતું. તેઓ ભારતમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે અહિંસાની ભાવનાને જ ફેલાવો કર્યો અને જનતાને હિંસામૂલક અનેક વ્યસનના ત્યાગને ઉપદેશ આપવામાં જ નિગ્રંથ ધર્મની કૃતકૃત્યતા અનુભવી. જેવી રીતે શંકરાચાર્યે ભારતના ચારે ખૂણાઓમાં મઠની સ્થાપના કરીને બ્રહ્માદતને વિજયસ્તંભ રો, એ જ રીતે મહાવીરના અનુયાયી અનગાર નિ એ ભારત જેવા વિશાળ દેશના ચારે ખૂણાઓમાં અહિંસા-અદ્વૈતની ભાવનાના વિજયસ્તંભ રોપ્યા–એમ કહેવામાં આવે તે એમાં અતિશયોકિત નહીં લેખાય. લેકમાન્ય તિલકે આ વાતને એવી રીતે કહી હતી કે ગુજરાતની અહિંસા-ભાવના, એ જેનોનું જ અર્પણ છે. અને ઈતિહાસ આપણને કહે છે કે વૈષ્ણવ વગેરે અનેક વૈદિક પરંપરાઓની અહિંસામૂલક ધર્મવૃત્તિમાં નિJસંપ્રદાયના ડાઘણુ પ્રભાવે જરૂર ભાગ ભજવ્યો છે. એ વૈદિક સંપ્રદાયોના પ્રત્યેક જીવનવ્યવહારની છણાવટ કરવાથી કેઈપણ વિચારક એ સહેલાઈથી જાણી શકે છે કે એના ઉપર નિર્ચ થેની અહિંસા–ભાવનાને રંગ જરૂર લાગે છે. આજે ભારતમાં હિંસામૂલક યજ્ઞયાગાદિ ધર્મવિધિને સમર્થક પણ પિતાના યજમાનોને પશુવધની પ્રેરણું કરવાની હિંમત નથી કરી શકતે. - આચાર્ય હેમચંદ્ર ગુર્જરપતિ પરમ માહેશ્વર સિદ્ધરાજ સુધ્ધાંને ઘણે અંશે અહિંસાની ભાવનાથી પ્રભાવિત કર્યા હતા. આનું ફળ અનેક દિશાઓમાં સારું આવ્યું. અનેક દેવ-દેવીઓની સામે ખાસ ખાસ પમાં થતી હિંસા બંધ થઈ ગઈ અને આવી હિંસાને અટકાવવાના એક વ્યાપક આંદેલનને પાયો નંખાઈ ગ. સિદ્ધરાજના ઉત્તરાધિકારી ગુર્જરપતિ કુમારપાળ તે પરમહંત જ હતા. એ યથાર્થ રૂપે પરમહંત એટલા માટે ગયા કે એમણે અહિંસાની ભાવનાને જેવી અને જેટલી પરિપુષ્ટ કરી, અને જે એને ફેલા કર્યો, Page #12 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૨૧ એ ઈતિહાસમાં અજોડ છે. કુમારપાળની “અમારિ–ષણ એટલી કપ્રિય બની કે એની પછીના અનેક નિર્ચ અને એમના અનેક ગૃહસ્થશિષ્ય અમારિ ઘોષણાને પિતાના જીવનનું ધ્યેય બનાવીને જ કામ કરવા લાગ્યા. આચાર્ય હેમચંદ્રની પહેલાં કેટલાય નિગ્રંથાએ માંસ ખાનારી જાતિઓને અહિંસાની દીક્ષા આપી હતી, અને નિગ્રંથ સંધમાં એસવાલ, પિરવાળ વગેરે વર્ગોની સ્થાપના કરી હતી. શક વગેરે પરદેશી જાતિઓ પણ અહિંસાના ચેપથી બચી શકી ન હતી ! હીરવિજયસૂરિએ અકબર જેવા ભારતસમ્રાટ પાસેથી ભિક્ષામાં એટલું જ માગ્યું કે એ, હમેશાંને માટે નહીં તે છેવટે ખાસ ખાસ તિથિઓ માટે, અમારિ ઘોષણ કરે. અકબરના એ પગલે પગલે જહાંગીર વગેરે એના વંશજો ચાલ્યા. જેઓ જન્મથી જ માંસભક્ષક હતા, એવા મુગલસમ્રાટ દ્વારા અહિંસાને આટલે ફેલાવો કરાવવો, એ આજે પણ સહેલું નથી. આજે પણ, આપણે જોઈએ છીએ કે, જૈન સમાજ જ એ છે કે જે બની શકે ત્યાં સુધી જુદાં જુદાં ક્ષેત્રમાં થતી પશુ-પક્ષી વગેરની હિંસાને અટકાવવાનો સતત પ્રયત્ન કરતા રહે છે. આ વિશાળ દેશમાં જુદી જુદી જાતના સંસ્કાર ધરાવતી અનેક જાતિઓ પાસે પાસે રહે છે, અનેક જાતિઓ જન્મથી જ માંસભક્ષી છે, આમ છતાં જ્યાં જુઓ ત્યાં અહિંસા તરફ તો લોકચિ દેખાય જ છે. મધ્યયુગમાં એવા અનેક સંતો અને ફકીરે થઈ ગયા, કે જેઓએ કેવળ અહિંસા અને દયાને જ ઉપદેશ આપ્યો છે, જે ભારતના આત્મામાં અહિંસાનાં મૂળ કેટલાં ઊંડાં ગયેલાં છે એની સાક્ષી પૂરે છે. મહાત્મા ગાંધીજીએ ભારતમાં નવજીવનના પ્રાણ ધબકતા કરવાને સંકલ્પ કર્યો તે એ કેવળ અહિંસાની ભૂમિકા ઉપર જ. જે એમને અહિંસાની ભાવનાનું આવું તૈયાર ક્ષેત્ર ન મળ્યું હતું તેઓ ભાગ્યે જ આટલા સફળ થયા હોત. [દઔચિં૦ નં. ૨, પૃ. ૭૫-૭૮ ? Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈનધર્મને પ્રાણુ ર અહિંસા અને અમારિ માનવપ્રકૃતિમાં હિંસા અને અહિંસાના બને તો સમાયેલાં છે. હિંદુસ્તાનમાં તેના મૂળ વતનીઓની અને પાછળથી તેમના વિજેતા તરીકે જાણીતા આર્યોની જાહોજલાલી વખતે અનેક જાતનાં બલિદાને તેમ જ યજ્ઞયાગની ભારે પ્રથા હતી અને એમાં માત્ર પશુઓ કે પંખીઓ જ નહિ, પણ મનુષ્ય સુધાને બલિ અપાવે. ધાર્મિક ગણત હિંસાને આ પ્રકાર એટલી હદ સુધી વ્યાપેલે હતો કે તેના પ્રત્યાઘાતથી બીજી બાજુએ એ હિંસાનો વિરોધ શરૂ થયો હતો. અને અહિંસાની ભાવનાવાળા પશે તો ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પણ સ્થપાઈ ગયા હતા. એમ છતાં અહિંસાતત્ત્વના અનન્ય પિષક તરીકે અને અહિંસાની આજની ચાલુ ગંગેત્રી તરીકે તે જે બે મહાન એતિહાસિક પુ આપણી સામે છે તે ભગવાન મહાવીર અને બુદ્ધ જ છે. એમના સમયમાં અને એમના પછી હિંદુસ્તાનમાં અહિંસાને જે પોષણ મળ્યું છે, તેનો જેટજેટલી રીતે અને જેટજેટલી દિશામાં પ્રચાર થયો છે તેમ જ અહિંસાતત્વ પરત્વે જે શાસ્ત્રીય અને સૂક્ષ્મ વિચાર થયા છે એની જોડ હિંદુસ્તાનની બહારના કોઈ પણ દેશના ઇતિહાસમાં મળી શકે તેમ નથી. દુનિયાના બીજા દેશે અને બીજી જાતિઓ ઉપર અસાધારણ પ્રભાવ પાડનાર, તેમને જીતનાર અને કાયમને માટે તેમનાં મન હરી લેનાર કોઈ તત્ત્વ હિંદુસ્તાનમાં ઉદ્ભવ્યું હોય તે તે હજાર વર્ષથી આજ સુધી સળંગ એ છેવત્તે અંશે ચાલ્યું આવેલું અને વિકાસ પામેલું અહિંસાતત્વ જ છે. અક, સંપ્રતિ અને ખારવેલ અહિંસાના પ્રચારક જૈન અને બૌદ્ધ સંઘે વ્યવસ્થિત સ્થપાયા પછી તેનું પ્રચારકાર્ય ચોમેર ખૂબ જેસભેર ચાલવા લાગ્યું. એના પુરાવાઓ આજે પણ જીવતા છે. મહાન સમ્રાટ અશોકની ધર્મલિપિએમાં જે ફરમાને છે તે આપણને સ્પષ્ટ જણાવે છે કે અશોકે ઉત્સવ Page #14 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૨૩ અને સમારંભમાં હિંસા ન કરવાની આજ્ઞા કરી હતી અથવા એક રીતે લેકે પાસે એમ ન કરવાની પિતાની ઈચ્છા તેણે દર્શાવી હતી. જાતે હિંસામુક્ત થઈ ફકીરી ધારણ કરી રાજદંડ ધારણ કરનારા અશકની ધર્મઆજ્ઞાઓને પ્રભાવ દરેક પંથના લેકે ઉપર કેટલે પડ્યો હશે એની કલ્પના કરવી કઠણ નથી. રાજકીય ફરમાન દ્વારા અહિંસાના પ્રચારને આ ભાગ અશકથી અટક્યો નથી. તેના પૌત્ર, ’ જાણતા જૈન સંપ્રતિ રાજાએ એ માર્ગનું ભારે અનુસરણ કર્યું હતું અને પિતાના પિતામહની અહિંસાની ભાવનાને એણે પિતાની ઢબે અને પિતાની રીતે બહુ જ પિવી હતી. રાજાઓ, રાજકુટુંબ અને મેટા મેટા અધિકારીઓ અહિંસાના પ્રચાર તરફ મૂકેલા હોય તે ઉપરથી બે વાત જાણવી સહેલ છે. એક તે એ કે અહિંસાપ્રચારક સંઘોએ પિતાના કાર્યમાં કેટલી હદ સુધી પ્રગતિ કરી હતી કે જેની અસર મહાન સમ્રાટે સુધી થઈ હતી, અને બીજી વાત એ કે લોકોને અહિંસાતત્વ કેટલું રુચ્યું હતું અથવા તેમનામાં દાખલ થયું હતું કે જેને લીધે તેઓ આવા અહિંસાની ઘોષણા કરનારા રાજાઓને માન આપતા. કલિંગરાજ આહંત સમ્રાટ ખારવેલે પણ એ માટે ખૂબ કર્યું હોય તેમ તેની કારકિર્દી ઉપરથી લાગે છે. વચ્ચે વચ્ચે બલિદાનવાળા યજ્ઞના યુગ માનવપ્રકૃતિમાંથી ઉદયમાં આવતા ગયા એમ ઈતિહાસ સ્પષ્ટ કહે છે, છતાં એકંદર રીતે જોતાં હિંદુસ્તાન અને તેની બહાર એ બન્ને અહિંસાપ્રચારક સંઘના કાર્યો વધારે સફળતા મેળવી છે. દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનનાં મધ્યકાલીન જૈન અને બૌદ્ધ રાજાઓ તેમ જ રાજકુટુંબ અને અમલદારોનું પહેલું કાર્ય અહિંસાના પ્રચારનું જ રહ્યું હોય તેમ માનવાને ઘણું કારણે છે. કુમારપાળ અને અકબર પશ્ચિમ હિંદુસ્તાનના પ્રભાવશાળી રાજ્યકર્તા પરમ આહંત Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈનધર્મનો પ્રાણુ કુમારપાળની અહિંસા તે એટલી બધી જાણીતી છે કે ઘણાને આજે તે અતિશયતાવાળી લાગે છે. મેગલ સમ્રાટ અકબરનું મન હરણ કરનાર ત્યાગી જેન ભિક્ષુ હીરવિજયસૂરિના અને ત્યાર પછીના તેમના અનુગામી શિષ્યોને બાદશાહો પાસેથી અહિંસા પરત્વે મેળવેલા ફરમાને હમેશને માટે ઇતિહાસમાં અમર રહે તેવાં છે. આ ઉપરાંત ઠાકરડાઓ, જમીનદારો, લાગવગવાળા અમલદારે અને ગામના આગેવાન પટેલે તરફથી પણ હિંસા ન કરવાનાં મળેલાં વચનો જે આપણે મેળવી શકીએ અને મળી આવે તે આ દેશમાં અહિંસા પ્રચારક સંઘે અહિંસાનું વાતાવરણ ઊભું કરવા કેટલે પુરુષાર્થ કર્યો છે એની કંઈક કલ્પના આવે. અહિંસાના પ્રચારને એક પુર: પાંજરાપોળ અહિંસાપ્રચારના એક સચોટ પુરાવા તરીકે આપણે ત્યાં પાંજરાપિાળની સંસ્થા ચાલી આવે છે. આ પરંપરા ક્યારથી અને કોની દ્વારા અસ્તિત્વમાં આવી એ ચેકસ કહેવું કઠણ છે, છતાં ગૂજરાતમાં એને પ્રચાર અને એની પ્રતિષ્ઠા જોતાં એમ માનવાનું મન થઈ જાય છે કે પાંજરાપોળની સંસ્થાને વ્યાપક કરવામાં કદાચ કુમારપાલને અને તેના ધર્મગુરુ આચાર્ય હેમચંદ્રનો મુખ્ય હાથ હોય. આખાયે કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતનું તેમ જ રજપૂતાનાના અમુક ભાગનું કઈ એવું જાણીતું શહેર કે સારી આબાદીવાળ કસબ નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તો નાનાં ગામડાંઓમાં પણ પ્રાથમિક નિશાળા( પ્રાઈમરી સ્કૂલોની પેઠે પાંજરાપોળની શાખાઓ છે. આ બધી પાંજરાપોળ મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેમની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આપણી પાસે અત્યારે ચોક્કસ આંકડા નથી, પણ મારી સ્થળ અટકળ એવી છે કે દરવર્ષે એ પાંજરાપોળ પાછળ જેને પચાસ લાખથી ઓછા ખર્ચ નથી કરતા, અને એ પાંજરાપોળોના આશ્રયમાં કાંઈ નહિ તે નાનામોટા લાખેક જીવ સારસંભાળ પામતા હશે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૨૫ ગુજરાત બહારના ભાગમાં જ્યાં જ્યાં ગશાળાઓ ચાલે છે ત્યાં બધે મુખ્ય ભાગે ફક્ત ગાયની જ રક્ષા કરવામાં આવે છે. શાળાઓ પણ દેશમાં પુષ્કળ છે અને તેમાં હજાર ગામે રક્ષણ પામે છે. પાંજરાપોળની સંસ્થા છે કે ગોશાળાની સંસ્થા છે, પણ એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ અહિંસાપ્રચારક સંધના પુરુષાર્થને જ આભારી છે, એમ કોઈ પણ વિચારક કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડિયારાની પ્રથા, જળચરોને આટાની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકારો અને દેવીના ભેગો બંધ કરાવવાની પ્રથા–એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે. માણસજાતની સેવા માટેની પ્રવૃત્તિ અત્યાર સુધી આપણે પશુ, પંખી અને બીજા જીવજંતુઓ વિશે જ વિચાર કર્યો છે. હવે આપણે મનુષ્યજાતિ તરફ પણ વળીએ. દેશમાં દાનપ્રથા એટલી ધોધબંધ ચાલતી કે તેમાં કોઈ માણસ ભૂખે રહેવા ભાગ્યે જ પામતું. પ્રચંડ અને વ્યાપક લાંબા દુષ્કાળમાં જગડુશા જેવા સખી ગૃહસ્થોએ પિતાના અન્નભંડાર અને ખજાનાઓ ખુલ્લા મૂક્યાના વિશ્વસ્ત પુરાવાઓ છે. જે દેશમાં પશુપંખી અને બીજા શુદ્ધ જીવો માટે કરડે રૂપિયા ખર્ચાતા હોય તે દેશમાં માણસજાત માટે લાગણું ઓછી હોય અગર તે તે માટે કાંઈ ન થયું હોય એમ કલ્પવું એ વિચારશક્તિની બહારની વાત છે. આપણું દેશનું આતિથ્ય જાણીતું છે અને આતિથ્ય એ માનવજાતને લક્ષીને જ છે. દેશમાં લાખો ત્યાગી અને ફકીરે થઈ ગયા અને આજેય છે. તે એક આતિથ્ય કે મનુષ્ય તરફની લેકની વૃત્તિનો પુરાવો છે. અપગે, અનાથે અને બીમારી માટે બને તેટલું વધારેમાં વધારે કરી છૂટવાનું બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેનાં શાસ્ત્રોમાં ફરમાન છે, જે તત્કાલીન લોકચિનો પડઘો છે. મનુષ્યજાતિની સેવાના દિવસે દિવસે વધતી જતી જરૂરિયાતને લીધે, અને પડેશીધર્મની અગત્ય સર્વથી પ્રથમ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈનધર્મનો પ્રાણ હોવાને લીધે, ઘણીવાર ઘણું ભાઈએ આવેશ અને ઉતાવળમાં અહિંસાના પ્રેમી લેકેને એમ કહી દે છે કે એમની અહિંસા કીડીમકેડી અને બહુ તે પશુપંખી સુધી વ્યાપેલી છે, માનવજાતને અને દેશભાઈઓને તે બહુ ઓછી સ્પર્શે છે પણ આ વિધાન બરાબર નથી એની સાબિતી માટે નીચેની હકીકત બસ ગણાવી જોઈએ – (૧) જૂના અને મધ્ય કાળને બાજુએ મૂકી માત્ર છેલ્લાં સે વર્ષના નાનામોટા અને ભયંકર દુષ્કાળો તેમ જ બીજી કુદરતી આફત લઈ તે વખતને ઈતિહાસ તપાસીએ કે તેમાં અન્નકષ્ટથી પીડાતા માનવો માટે કેટકેટલું અહિંસાષિક સંઘ તરફથી કરવામાં આવ્યું છે. કેટલા પૈસા ખરચવામાં આવ્યા છે. કેટલું અન્ન વહેંચવામાં આવ્યું છે! દવાદારૂ અને કપડાં માટે પણ કેટલું કરવામાં આવ્યું છે ! દા. ત. છપ્પનિયો દુષ્કાળ લે કે જેની વિગતે મળવી શક્ય છે. (૨) દુષ્કાળા અને બીજી કુદરતી આફત ન હોય તેવે વખતે પણ નાના ગામડા સુધ્ધાંમાં જે કોઈ ભૂખે મરતું જાણમાં આવે તે તેને માટે મહાજન કે કોઈ એકાદ ગૃહસ્થ કઈ અને કેવી રીતે મદદ પહોંચાડે છે એની વિગત જાણવી. (૩) અર્ધા કરોડ જેટલા ક્કર, બાવા અને સાધુસંતનો વર્ગ મોટેભાગે જાતમહેનત વિના જ, બીજા સાધારણુ મહેનતુવર્ગ જેટલા જ સુખ અને આરામથી હંમેશા નભતે આવ્યો છે અને નભે જાય છે તે. અમારિનું નિષેધાત્મક અને ભાવાત્મક રૂપ : અહિંસા અને દયા અહિંસા કે અમારિનાં બે રૂપ છે: (૧) નિષેધાત્મક (નકાર); (૨) તેમાંથી જ ફલિત થતું ભાવાત્મક (હકાર). કોઈને ઈજા ન કરવી કે કોઈને પિતાના દુઃખના તેની અનિચ્છાએ ભાગીદાર ન કરવા એ નિષેધાત્મક અહિંસા છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું અગર તો પિતાની સુખસગવડનો લાભ બીજાને આપ એ ભાવાત્મક અહિંસા છે. એ જ ભાવાત્મક અહિંસા દયા અગર તે સેવા તરીકે Page #18 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૨૭ જાણીતી છે. સગવડ ખાતર આપણે અહીં ઉક્ત બન્ને પ્રકારની અહિંસાને અનુક્રમે અહિંસા અને દયાના નામથી ઓળખાવીશું. અહિંસા એ એવી વસ્તુ છે કે જેની દયા કરતાં વધારેમાં વધારે કિંમત હોવા છતાં તે દયાની પેઠે એકદમ સૌની નજરે નથી ચડતી. દયાને લોકગમ્ય કહીએ તે અહિંસાને સ્વગમ્ય કહી શકાય. જે માણસ અહિંસાને અનુસરતા હોય તે તેની સુવાસ અનુભવે છે. તેને ફાયદો તે અનિવાર્ય રીતે બીજાઓને મળે જ છે, છતાં ઘણીવાર એ ફાયદે ઉઠાવનાર સુધ્ધાને એ ફાયદાના કારણરૂપ અહિંસાતને ખ્યાલ સુધ્ધાં નથી હોતો અને એ અહિંસાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડવામાં ઘણીવાર ઘણે લાબા વખત પસાર થઈ જાય છે જ્યારે દયાની બાબતમાં એથી ઊલટું છે. દયા એ એવી વસ્તુ છે કે તેને પાળનાર કરતાં તેનો લાભ ઉઠાવનારને જ તે વધારે સુવાસ આપે છે. દયાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડતાં વખત જ જ નથી. તેથી દયા એ ઉઘાડી તરવાર જેવી સૌની નજરે આવે એવી વસ્તુ છે. તેથી તેને આચરવામાં જ ધર્મની પ્રભાવના દેખાય છે. સમાજના વ્યવસ્થિત ધારણ અને પોષણ માટે અહિંસા તેમ જ દયા બનેની અનિવાર્ય જરૂર છે. જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં જેટલે અંશે બીજા ઉપર ત્રાસ વધારે ગુજરતે હેય, નબળાના હક્કો વધારે કચરાતા હોય, તે સમાજ કે તે રાષ્ટ્ર તેટલે જ વધારે દુઃખી અને ગુલામ. તેથી ઊલટું, જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં એક વર્ગને બીજી વર્ગ ઉપર કે એક વ્યક્તિને બીજી વ્યક્તિ ઉપર જેટલે ત્રાસ ઓછો અથવા બીજા નબળાના હક્કોની જેટલી વધારે રક્ષા તેટલે જ તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સુખી અને વધારે સ્વતંત્ર એ જ રીતે જે સમાજ અને જે રાષ્ટ્રમાં સબળ વ્યક્તિઓ તરફથી નબળાઓ માટે જેટજેટલો વધારે સુખસગવડને ભેગ અપાતો હોય, જેટજેટલી તેમની વધારે સેવા કરતી હોય, તેટલો તે સમાજ અને તે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈનધર્મને પ્રાણ રાષ્ટ્ર વધારે સ્વસ્થ અને વધારે આબાદ. એથી ઊલટું જેટજેટલું વધારે સ્વાથીપણું તેટટલે તે સમાજ વધારે પામર અને વધારે છિન્નભિન્ન. આ રીતે આપણે સમાજે અને રાષ્ટ્રોના ઈતિહાસ ઉપરથી જે એક નિશ્ચિત પરિણામ તારવી શકીએ છીએ તે એ છે કે અહિંસા અને દયા એ બન્ને જેટલાં આધ્યાત્મિક હિત કરનારાં ત છે તેટલાં જ તે સમાજ અને રાષ્ટ્રનાં ધારક અને પોષક તત્તવો પણ છે. એ બને તની જગતના કલ્યાણાર્થે એકસરખી જરૂરિયાત હોવા છતાં અહિંસા કરતાં દયા જીવનમાં લાવવી કાંઈક સહેલ છે. અંતર્દશન વિના અહિંસા જીવનમાં ઉતારી શકાતી નથી, પણ દયા તે અંતર્દર્શન વિનાના આપણુ જેવા સાધારણ લેકના જીવનમાં પણ ઊતરી શકે છે. અહિંસા નકારાત્મક હેવાથી બીજા કોઈને ત્રાસ આપવાના કાર્યથી મુક્ત થવામાં જ એ આવી જાય છે અને એમાં બહુ જ બારીકીથી વિચાર ન પણ કર્યો હોય, છતાં એનું અનુસરણ વિધિપૂર્વક શક્ય છે; જ્યારે દયાની બાબતમાં એમ નથી. એ ભાવાત્મક હોવાથી અને એના આચરણનો આધાર સંગે તેમ જ પરિસ્થિતિ ઉપર રહેલું હોવાથી એને પાળવામાં વિચાર કરવો પડે છે, બહુ જ સાવધાન રહેવું પડે છે અને દેશકાળની સ્થિતિનું બહુ જ ભાન રાખવું પડે છે. [દઅચિં૦ ભાગ ૧, પૃ. ૪૫-૪૫૬] સંથારે અને અહિંસા હિંસાને અર્થ છે પ્રમાદ કે રાગદેષ કે આસક્તિ. એને ત્યાગ જ અહિંસા છે. પ્રાચીન કાળથી ચાલી આવતી આત્મઘાતની પ્રથા ને જૈન ગ્રંથાએ નિષેધ કર્યો છે. પર્વત ઉપરથી ઝંપાપાત કરો, પાણીમાં ડૂબી જવું, ઝેર ખાવું વગેરે ભરવાની પ્રથાઓ પહેલાં પણ Page #20 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૨ હતી અને અત્યારે પણું છે–ભલે પછી એ ભરણુ ધર્મને નામે હેય કે સાંસારિક કઈ કારણથી હોય. જેવી રીતે પશુ વગેરેને વધ ધર્મ રૂપે પ્રચલિત હતા એવી જ રીતે આત્મવધ પણ પ્રચલિત હતું, અને કયાંક ક્યાંક તે અત્યારે પણ એ પ્રચલિત છે—ખાસ કરીને શિવની કે શક્તિની સન્મુખ. એક તરફ આવી પ્રથાઓને નિષેધ કરવો અને બીજી તરફ પ્રાણાંત અનશન કે સંથારાનું વિધાન કરવું, આ વિરોધ જરૂર વિમાસણમાં નાખી દે એવો છે. પણ મૂળ ભાવ સમજાતાં એમાં કોઈ વિરોધ નથી રહે. જૈનધર્મે જે પ્રાણનાશને નિષેધ કર્યો છે, તે પ્રમાદ કે આસક્તિપૂર્વક કરાતા પ્રાણુનાશનો જ. કોઈ ઇહલૌકિકકે પારલૌકિક સંપત્તિની ઈચ્છાથી, કામિનીની કામનાથી અને બીજા અયુદયની વાંછાથી, ધર્મ બુદ્ધિએ અનેક પ્રકારના આત્મવધ થતા રહ્યા છે. જેનધર્મ કહે છે કે એ આત્મવધ હિંસા છે, કારણ કે એનું પ્રેરક તત્વ કોઈ ને કોઈ પ્રકારનો આસક્તભાવ છે. પ્રાણાંત અનશન અને સંથારે પણ જે એ જ ભાવથી કે ભય યા લેભથી પ્રેરાઈને કરવામાં આવે તે એ પણ હિંસા જ છે. એને કરવાની જેનધર્મ આજ્ઞા નથી આપતે. જે પ્રાણુત અનશનનું વિધાન કરવામાં આવ્યું છે, એ તે છે સમાધિમરણ. જ્યારે દેહ અને આધ્યાત્મિક સદ્ગુણ-સંયમ, એમાંથી એકની જ પસંદગી કરવાને વિષમ સમય આવી પડે ત્યારે, એ વ્યક્તિ જે સાચેસાચ ધર્મને પ્રાણરૂપ લેખતી હશે તે તે દેહરક્ષાની પરવા નહીં કરે; એ તે કેવળ પોતાના દેહને ભોગ આપીને પણ પિતાની વિશુદ્ધ આધ્યાત્મિક સ્થિતિને બચાવી લેશે–જેવી રીતે કોઈ સાચી સતી, પિતાના સતીત્વને બચાવવાને બીજો કોઈ રસ્તે ન જોતાં, પિતાના દેહને નાશ કરીને પણ એને બચાવી લે છે. પણ એવી અવસ્થામાં પણ એ વ્યક્તિ ન કોઈના ઉપર ગુસ્સે થશે કે ન કોઈ રીતે ભયભીત થશે, અથવા ન કઈ સગવડ જોઈને પ્રસન્ન થશે. એનું Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. જૈનધર્મનો પ્રાણ ધ્યાન તે કેવળ પિતાના સંયત જીવનને બચાવવા તરફ અને સમભાવની રક્ષા કરવા તરફ જ રહેશે. જ્યાં સુધી દેહ અને સંયમ, એ બનેની સમાન રીતે રક્ષા થઈ શકે ત્યાં સુધી બન્નેની રક્ષા કરવી જોઈએ. પણ એકની જ પસંદગી કરવાનો સવાલ ઊભો થાય ત્યારે આપણા જેવા દેહરક્ષાને પસંદ કરશે અને આધ્યાત્મિક સંયમની ઉપેક્ષા કરશે, જ્યારે સમાધિમરણને અધિકારી એથી ઊલટું જ કરશે. દૈહિક અને આધ્યાત્મિક, એ બન્નેય જીવન તે છે, પણ જે જેનો અધિકારી હોય છે, તે કસોટીના વખતે એને જ પસંદ કરે છે. અને આવી જ આધ્યાત્મિક જીવનવાળી વ્યક્તિને માટે પ્રાણાંત અનશનની અનુજ્ઞા છે; પામર, ભયભીત કે લાલચુઓને માટે નહીં. આથી સમજી શકાશે કે પ્રાણાંત અનશન, દેહરૂપી ઘરને નાશ કરીને પણ, દિવ્ય જીવનરૂપ પિતાના આત્માને પડતે બચાવી લે છે. એટલા માટે એક તાત્વિક દષ્ટિએ, સાચા અર્થમાં અહિંસક જ છે. દેહને નાશ એ આત્મઘાત ક્યારે?–ટીકાકારને જવાબ જે લેખકો આવા સંથારાને આત્મઘાતરૂપે વર્ણવે છે, તેઓ એના હાર્દને પામી શકાય એટલો વિચાર નથી કરતા. પણ જો કોઈ અતિ ઉચ્ચ ઉદ્દેશથી પ્રેરાઈને, કોઈના પર રાગદ્વેષ રાખ્યા વગર, સંપૂર્ણ મૈત્રીભાવપૂર્વક અને પ્રસન્ન ચિત્તે, બાપુ–ગાંધીજી જેવું, પ્રાણુત અનશન કરે, તે પછી એ જ લેખકા એ મરણની પ્રશંસા કરવાના, એને ક્યારેય આત્મઘાત નહીં કહેવાના, કારણ કે આવી વ્યક્તિને ઉદ્દેશ અને જીવનક્રમ એ લેખકની નજર સામે છે, જ્યારે જૈન પરંપરામાં સંથારો કરવાવાળા ભલે શુભ આશયથી પ્રેરાયેલા કેમ ન હોય, છતાં એમને ઉદ્દેશ અને જીવનક્રમ એમને એ રીતે સુવિદિત નથી. પરંતુ શાસ્ત્રનું વિધાન છે એ જ દષ્ટિએ છે, અને એને અહિંસા સાથે પૂરેપૂરે સુમેળ પણ છે. આ સમજવા માટે એક દાખલો લઈએ. જે કોઈ વ્યક્તિ પિતાના આખા ઘરને બળતું Page #22 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૩૧ જોઈને પ્રયત્ન કરવા છતાં એને બળતું બચાવી ન શકે તે એ શું કરશે? છેવટે તે એ બીજું બધું બળતું મૂકીને પિતાની જાતને બચાવી લેવાને. આધ્યાત્મિક જીવનના પ્રવ્રુકની આવી જ સ્થિતિ હોય છે. એ નિરર્થક દેહને નાશ નહીં કરે, શાસ્ત્ર અને નિષેધ કર્યો છે, ઊલટું દેહની રક્ષાને કર્તવ્યરૂપ માનેલ છે, પરંતુ તે સંયમને માટે. છેવટે બીજો કોઈ રસ્તો ન હોય એવી લાચાર પરિસ્થિતિ આવી પડે તે જ, ઉપર જણાવેલી શરતે સાથે, દેહને નાશ સમાધિમરણું છે અને અહિંસા પણ; નહીં તે એ બાલમરણ અને હિંસા. ભયંકર દુષ્કાળ વગેરે જેવા તંગીના સમયમાં દેહરલાને માટે સંયમથી પતિત થવાનો અવસર આવે કે નિશ્ચિતપણે મરણ નિપજાવનારા રોગને લીધે પિતાની જાતને અને બીજાઓને નિરર્થક હેરાનગતિ થતી હોય અને એમ કરવા છતાં સંયમ કે સગુણની રક્ષા થવાનો સંભવ ન હોય ત્યારે, કેવળ સંયમ અને સમભાવની દૃષ્ટિએ, સંથારાનું વિધાન કરવામાં આવ્યું છે, જેમાં એકમાત્ર સૂક્ષ્મ આધ્યાત્મિક જીવનને જ બચાવવાનું ધ્યેય છે. જ્યારે ગાંધીજી વગેરે પ્રાણાંત અનશનની વાત કરે છે અને મશરૂવાળા વગેરે એનું સમર્થન કરે છે, ત્યારે એની પાછળ આ દષ્ટિબિંદુ જ મુખ્ય છે. હિંસા નહીં પણ આધ્યાત્મિક વીરતા આમાં હિંસાની કઈ ગંધ સરખી પણ નથી. આ વિધાન તે એ વ્યક્તિને માટે છે કે જે કેવળ આધ્યાત્મિક જીવનની ઉમેદવાર હૈય, અને એ માટે સ્વીકારેલી સતિજ્ઞાઓના પાલનમાં નિરત હોય. આવા જીવનના અધિકારી પણ અનેક પ્રકારના થતા રહ્યા છે. એક તે એ કે જેણે જિનકપનો સ્વીકાર કર્યો હોય, જે આજે વિચ્છિન્ન થયો છે. જિનકલ્પી ફક્ત એકલે જ રહે છે અને કોઈ પણ રીતે કોઈની સેવા નથી લેતા. એને માટે જીવનની અંતિમ ઘડીઓમાં કેઈની સેવા લેવાનો પ્રસંગ ન આવે એટલા માટે એ જરૂરી થઈ પડે છે કે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈનધર્મને પ્રાણ એ સાવધ અને સશક્ત અવસ્થામાં જ ધ્યાન અને તપસ્યા દ્વારા એવી તૈયારી કરી લે કે જેથી એને ન તે ભરણથી ડરવું પડે કે ન કોઈની સેવા લેવી પડે. એ પિતાની બધી જવાબદારીઓને અદા કર્યા પછી બાર વર્ષ સુધી એકલે ધ્યાન-તપ કરીને પિતાના જીવનને ઉત્સર્ગ -ત્યાગ કરે છે. પણ આ કલ્પ–આચાર તે કેવળ જિનકપીને માટે જ છે. બાકીનાં વિધાન જુદા જુદા અધિકારીઓને માટે છે. આ બધાને સાર એ છે કે જે સ્વીકારેલી સમ્પ્રતિજ્ઞાઓને ભંગ થવાનો વખત આવે, અને એ ભંગને જે સહન કરી શકતું ન હોય, એને માટે પ્રતિજ્ઞાભંગ કરતાં પ્રતિજ્ઞાનું પાલન કરવાપૂર્વક મરણને સ્વીકાર કરવો એ જ કલ્યાણકારી છે. આમાં તે આધ્યાત્મિક વીરતા છે, એ કંઈ ધૂળ જીવનના લોભથી આધ્યાત્મિક ગુણથી ચલિત થઈને મૃત્યુથી ભાગી છૂટવાની કાયરતા નથી કે સ્થૂળ જીવનની નિરાશાથી કંટાળીને મેતના માં ઓરાઈ જવાની આત્મઘાતને નામે ઓળખાતી બાલિશતા પણ નથી. આવી વ્યકિત મૃત્યુથી જેટલી નિર્ભય હોય છે એટલી જ એને માટે તૈયાર પણ હોય છે. એ જીવનપ્રિય હોય છે, જીવનમહી નહીં. સંલેખના, એ કંઈ મરણને આમંત્રણ આપવાની વિધિ નથી, પણ પિતાની મેળે આવી પહોંચનાર મરણને માટે નિર્ભય બનવાની તૈયારી માત્ર જ છે. એની પછી સંથારાને અવસર પણ આવી શકે છે. આ રીતે આ આખો વિચાર અહિંસા અને એમાંથી પ્રગટતા સગુણે તરફની તન્મયતામાંથી જ જમ્યો છે, જે આજે પણ અનેક રૂપે શિષ્ટ જનેને માન્ય છે. ૌદ્ધધર્મમાં આત્મવિધ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને જે એમ લખ્યું છે કે બૌદ્ધધમ સ્યુસાઈડ (suicide)–આત્મવધને નથી માનતે, એ બરાબર નથી. ખુદ બુદ્ધના સમયમાં ભિક્ષ છન્ન અને ભિક્ષુ વલ્કલીએ અસાધ્ય રાગને લીધે આત્મવધ કર્યો હતો, અને તથાગત એને માન્ય રાખ્યો Page #24 -------------------------------------------------------------------------- ________________ અહિંસા 133 હતા. બને ભિક્ષુ અપ્રમત્ત હતા. એમના આત્મવધમાં ફેર એ છે કે તેઓ ઉપવાસ વગેરેથી ધીમે ધીમે મૃત્યુની તૈયારી નથી કરતા, પરંતુ શસ્ત્રથી એક ઘાએ પિતાનો નાશ કરે છે, જેને હારાકીરી કહી શકાય. જૈન શાસ્ત્રો આવા શસ્ત્રવધને સંમતિ નથી આપતાં. બને પરંપરાઓમાં મૂળ ભૂમિકા સંપૂર્ણપણે એક જ છે, અને તે કેવળ સમાધિજીવનનું રક્ષણ. “સ્યુસાઈડ” - આપઘાત શબ્દ કઈક નિંઘ જે છે. શાસ્ત્રમાં એને માટે “સમાધિમરણ” અને “પંડિતમરણ” શબ્દ છે, જે યોગ્ય છે. ઉપર જણાવેલ છન્ન અને વલ્કલીની કથા અનુક્રમે ભઝિમનિકાય અને સંયુત્તનિકામાં છે. કેટલાંક સૂક્તો નમૂનારૂપે કેટલાંક પ્રાકૃત પડ્યો અને એને અનુવાદ જોઈએ - मरणपडियारभूया एसा एवं च // मरणणिमित्ता। जह गंडच्छेअकिरिया णो आयविराहणारूपा // –જેવી રીતે ગૂમડાને નસ્તર મારવું એ આત્મવિરાધનાને માટે નથી થતું, તેવી રીતે સમાધિમરણની ક્રિયા મરણ નિમિત્તે નહીં, કિંતુ એના પ્રતિકારને માટે છે. जीवियं नाभिकखेज्जा मरणं नावि पत्थए / –એને ન તો જીવનની અભિલાષા છે કે ન એ મરણને માટે પ્રાર્થના કરે છે. अप्पा खलु संथारो हवई विसुद्धचरित्तम्मि / –ચારિત્રમાં રહેલે વિશુદ્ધ આત્મા પોતે જ સંચારે છે. [દઔચિં ખ૦ 2, 50 પ૩૩-૧૩૬]