________________
અહિંસા
૧૧૫
મક્કે ગુણ નિરા)વર્ધક પણ છે. આ વિચાર પ્રમાણે સાધુ, પૂર્ણ અહિંસાને સ્વીકાર કરી લીધા પછી પણ, જે પિતાના સંયત જીવનની પરિપુષ્ટિ માટે હિંસારૂપ લેખાતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આદરે તપણું એ સંયમવિકાસમાં એક ડગલું આગળ વધે છે. જૈન પરિભાષા પ્રમાણે આ જ નિશ્ચય-અહિંસા છે. જે ત્યાગીઓ વસ્ત્ર વગેરે રાખપાના સાવ વિરોધી હતા તેઓ જ્યારે મર્યાદિત પ્રમાણમાં વસ્ત્ર વગેરે ઉપકરણ (સાધન) રાખવાવાળા સાધુઓને હિંસાને નામે તિરસ્કાર કરવા લાગ્યા ત્યારે વસ્ત્ર વગેરેનું સમર્થન કરનારા ત્યાગીઓએ એ જ નિશ્ચય-સિદ્ધાંતનો આશ્રય લઈને જવાબ આપ્યો કે ફક્ત સંયમના ધારણ અને નિર્વાહને માટે જ, શરીરની જેમ, મર્યાદિત ઉપકરણ વગેરે રાખવાં, એ અહિંસાનાં બાધક નથી. જૈન સાધુસંધે કરેલી આવી જાતની, એકબીજાના આચારભેદમાંથી જન્મેલી ચર્ચા દ્વારા પણ અહિં સાને લગતા ઉહાપોહમાં સારે એ વિકાસ થ હોય એમ દેખાય છે, જે ઘનિયુક્તિ વગેરેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.
ક્યારેક ક્યારેક અહિંસાની ચર્ચા શુષ્ક તર્ક જેવી થઈ ગઈ હોય એમ જણાય છે. એક વ્યક્તિ પ્રશ્ર કરે છે કે જે તમારે વસ્ત્ર રાખવું જ હોય તો તેને ફાડ્યા વગરનું આખું જ શા માટે ન રાખવું ? કેમ કે એને ફાડતાં જે સુક્ષ્મ અણુઓ ઊડશે એ જરૂર છવઘાતક બનશે. આ પ્રશ્નને જવાબ પણ એવા જ ઢંગથી આપવામાં આવ્યું છે. જવાબ આપનારો કહે છે કે જે વસ્ત્ર ફાડતાં ફેલાયેલ સૂક્ષ્મ આણુઓને લીધે જીવઘાત થતો હોય તો તમે અમને વસ્ત્ર ફાડતાં અટકાવવા માટે જે કંઈ વાણીને પ્રવેશ કરે છે એનાથી પણ જીવઘાત થાય છે ને? વગેરે. અસ્તુ. એ ગમે તેમ હોય, પણ જિનભદ્રગણિની સ્પષ્ટ વાણીમાં જૈન પરંપરાને સંમત એવી અહિંસાનું પૂર્ણ
સ્વરૂપ આપણને મળે છે. તેઓ કહે છે કે સ્થાન સજીવ હોય કે 'નિર્જીવ, એમાં કોઈ જીવઘાતક બની જતા હોય કે કોઈ અઘાતક જ જોવામાં આવતું હોય, પણ એટલા માત્રથી હિંસા કે અહિંસાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org