SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જૈનધર્મને પ્રાણ નિર્ણય નથી થઈ શકતે. સાચેસાચ હિંસા પ્રમાદ-અયતના-અસંયમમાં જ છે, પછી ભલે કઈ જીવનો ઘાત ન પણ થતા હોય. એ જ રીતે જે અપ્રમાદ કે યતના-સંયમ સુરક્ષિત હોય તે છવધાત લેવામાં આવે છતાં પણ ખરી રીતે અહિંસા જ છે. જૈન ઉહાપોહની કમિક ભૂમિકાએ ઉપરના નિયમ ઉપરથી અહિંસાને લગતા જૈન ઊહાપોહની નીચે જણાવેલી કમિક ભૂમિકાએ ફલિત થાય છે – (૧) પ્રાણ નાશ હિંસા રૂપ હેવાથી એને રોકો, એ જ અહિંસા છે. (૨) જીવનધારણની સમસ્યામાંથી ફલિત થાય છે કે જીવન–ખાસ કરીને સંયમી જીવન–માટે અનિવાર્ય લેખાતી પ્રવૃત્તિઓ આદરતાં કદાચ છવઘાત થઈ પણ જાય, છતાં જે પ્રમાદ ન હોય તે એ છવધાત હિંસારૂપ ન બનતાં અહિંસા જ છે. • (૩) જે સંપૂર્ણપણે અહિંસક રહેવું હોય તે, ખરી રીતે અને સૌથી પહેલાં, ચિત્તમાં રહેલ કલેશ( પ્રમાદ)ને જ ત્યાગ કરવો જોઈએ. એ થે તે સમજવું કે અહિંસા સિદ્ધ થઈ. બાહ્ય પ્રવૃત્તિઓ સાથે અહિંસાને કોઈ અનિવાર્ય સંબંધ નથી; એને નિયત સંબંધ માનસિક પ્રવૃત્તિઓની સાથે છે. (૪) વ્યક્તિગત કે સામૂહિક જીવનમાં એવાં પણ અપવાદસ્થાને આવે છે કે જ્યારે હિંસા કેવળ અહિંસા જ નથી રહેતી ઊલટી એ ગુણવર્ધક પણ બની જાય છે. આવા અપવાદરૂપ સ્થાનમાં, જે કહેવાતી હિંસાથી ડરીને, એનું આચરણ કરવામાં ન આવે તો ઊલટાને દોષ લાગે છે. જેને અને મીમાંસ વગેરે વચ્ચે સામ્ય જૈન અહિંસાના ઉત્સર્ગ અપવાદની આ ચર્ચા બરાબર અક્ષરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249512
Book TitleAhimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy