SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જૈનધર્મને પ્રાણ બૌદ્ધ બને પરંપરાઓ વૈદિક હિંસાને એકસરખો વિરોધ કરે છે અને જ્યારે બન્નેની અહિંસાની વ્યાખ્યામાં કઈ તાત્ત્વિક મતભેદ નથી, તો પછી શરૂઆતમાં જ બન્ને વચ્ચે અંદરોઅંદર ખંડનમંડન શા માટે શરૂ થયું અને શા માટે ચાલતું રહ્યું?–આ એક પ્રશ્ન છે. જ્યારે આપણે બને પરંપરાઓનું સાહિત્ય ધ્યાનપૂર્વક વાંચીએ છીએ ત્યારે આને જવાબ આપણને મળી જાય છે. ખંડનમંડનનાં અનેક કારણેમાંનું મુખ્ય કારણ તો એ જ છે કે જૈન પરંપરાએ નવકાટી અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યાને અમલ કરવાને માટે બાહ્ય પ્રવૃત્તિઓનું જે વિશેષ નિયંત્રણ કર્યું એ બદ્ધ પરંપરાએ ન કર્યું. જીવનને લગતી બાહ્ય પ્રવૃત્તિઓનું અતિનિયંત્રણ અને મધ્યમ માર્ગમાંથી જન્મેલ શિથિલતા, એ બે વચ્ચેના પ્રબળ ભેદમાંથી જ જૈન અને બૌદ્ધ પરંપરાઓ અંદરોઅંદર ખંડનમંડનમાં પડી ગઈ. જૈન સાહિત્યમાંના અહિંસાને લગતા ઊહાપોહમાં આ ખંડનમંડનને પણ સારો એવો હિસ્સો છે. જ્યારે આપણે બને પરંપરાઓના ખંડનમંડનનું તટસ્થ રીતે અવલોકન કરીએ છીએ ત્યારે નિઃસંકેચપણે કહેવું પડે છે કે મેટેભાગે બન્ને એકબીજાને ખોટી રીતે સમજ્યાં છે. આને એક દાખલ ભઝિમનિકાયનું ઉપાલિસુત્ત અને બીજો દાખલો મૂત્રકૃતાંગ (૧. ૧. ૨. ર૪-૩૨; ૨. ૬. ૧૬-૨૮) છે. અહિંસાની કેટીની હિંસા જેમ જેમ જૈન સાધુસંઘને વિસ્તાર તે ગયો અને ભિન્ન ભિન્ન દેશ તથા કાળમાં નવી નવી પરિસ્થિતિને કારણે નવા નવા પ્રશ્નો પેદા થતા ગયા તેમ તેમ જૈન તત્વચિંતકોએ અહિંસાની વ્યાખ્યા અને એના વિશ્લેષણમાંથી એક સ્પષ્ટ નો વિચાર પ્રગટ કર્યો. તે એ કે જે અપ્રમત્ત ભાવે કોઈ જીવની વિરાધના–હિંસા થઈ જાય કે કરવી પડે તો એ કેવળ અહિંસકટીની છે, અને તેથી એ નિર્દોષ જ નહીં ૧. જુઓ જ્ઞાનબિંદુમાં ટિપણુમાંના જેન અને બૌદ્ધ અવતરણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249512
Book TitleAhimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy