SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ૧૧૩ ક્રિકાઓની વિચારસરણી, પરિભાષા અને દલીલા એકસરખી છે. વૈદિક હિંસાને વિરોધ વૈદિક પરંપરામાં યજ્ઞ, અતિથિ, શ્રાદ્ધ વગેરે અનેક નિમિત્તોથી કરવામાં આવતી જે હિ'સાને ધાર્મિક ગણીને પ્રતિષ્ઠિત લેખવામાં આવે છે, એને સાંખ્ય, બૌદ્ધ અને જૈન પરંપરાઓએ એકસરખા વિરાધ કર્યો છે; આમ છતાં, આગળ જતાં, આ વિધમાં મુખ્ય ભાગ બૌદ્ધ અને જૈન પરપરાને જ ચાલુ રહ્યો છે. જૈન વાઙમયમાંના અહિંસાને લગતા ઊહાપોહમાં આ વિરોધની ઘેરી છાપ અને પ્રતિક્રિયા પણ દેખાય છે. જૈન સાહિત્યમાં ડગલે ને પગલે વૈદિક હિંસાનું ખંડન જોવામાં આવે છે. આની સાથે જ વૈદિક લાકા જૈતાની સામે એ આશકા રજૂ કરે છે કે જો ધાર્મિક હિંસા પણું અકબ છે, તે તમે જેને પેાતાની સમાજરચનામાં મંદિર ચણાવવુ, દેવપૂજા કરવી વગેરે ધાર્મિક કાર્યોને સમાવેશ અહિંસારૂપે કેવી રીતે કરી શકશે, વગેરે વગેરે. આ શંકાનું સમાધાન પણ જૈન સાહિત્યમાં અહિંસા સંબંધી ઊહાપાહમાં વિસ્તારથી મળી આવે છે. જૈના અને ઔદ્ધો વચ્ચેના વિરાધનું કારણ પ્રમાદ–માનસિક દોષ-જ મુખ્યત્વે હિ ંસા છે અને એ દોષમાંથી જન્મેલ જ પ્રાણ-નાશા હિં`સા છે. આ વિચાર જૈન અને બૌદ્ધ પરપરાને એકસરખા માન્ય છે. આમ છતાં, આપણે જોઈએ છીએ કે, પ્રાચીન સમયથી જૈન અને બૌદ્ધ પર ંપરાની વચ્ચે અહિંસા સબંધી પારસ્પરિક ખંડનમંડન ઘણું થયું છે. સૂત્રકૃતાંગ જેવા પ્રાચીન આગમમાં પણ અહિંસા સંબંધી બૌદ્ધ મંતવ્યનું ખડન છે, એ જ રીતે જિઝઅનિકાય જેવા પિટક ગ્રંથમાં પણ જૈનસ'મત અહિંસાનું ઉપહાસયુક્ત ખાન મળી આવે છે. ઉત્તરવતી-પછી રચાયેલા નિયુક્ત વગેરે જૈન ગ્રંથોમાં તથા અભિધમ કાષ વગેરે બૌદ્ધ ગ્રંથૈામાં પણ એ જ જૂનું ખંડનમંડન નવા રૂપમાં જોવામાં આવે છે. જ્યારે જૈન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249512
Book TitleAhimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy