SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ૧૨૩ અને સમારંભમાં હિંસા ન કરવાની આજ્ઞા કરી હતી અથવા એક રીતે લેકે પાસે એમ ન કરવાની પિતાની ઈચ્છા તેણે દર્શાવી હતી. જાતે હિંસામુક્ત થઈ ફકીરી ધારણ કરી રાજદંડ ધારણ કરનારા અશકની ધર્મઆજ્ઞાઓને પ્રભાવ દરેક પંથના લેકે ઉપર કેટલે પડ્યો હશે એની કલ્પના કરવી કઠણ નથી. રાજકીય ફરમાન દ્વારા અહિંસાના પ્રચારને આ ભાગ અશકથી અટક્યો નથી. તેના પૌત્ર, ’ જાણતા જૈન સંપ્રતિ રાજાએ એ માર્ગનું ભારે અનુસરણ કર્યું હતું અને પિતાના પિતામહની અહિંસાની ભાવનાને એણે પિતાની ઢબે અને પિતાની રીતે બહુ જ પિવી હતી. રાજાઓ, રાજકુટુંબ અને મેટા મેટા અધિકારીઓ અહિંસાના પ્રચાર તરફ મૂકેલા હોય તે ઉપરથી બે વાત જાણવી સહેલ છે. એક તે એ કે અહિંસાપ્રચારક સંઘોએ પિતાના કાર્યમાં કેટલી હદ સુધી પ્રગતિ કરી હતી કે જેની અસર મહાન સમ્રાટે સુધી થઈ હતી, અને બીજી વાત એ કે લોકોને અહિંસાતત્વ કેટલું રુચ્યું હતું અથવા તેમનામાં દાખલ થયું હતું કે જેને લીધે તેઓ આવા અહિંસાની ઘોષણા કરનારા રાજાઓને માન આપતા. કલિંગરાજ આહંત સમ્રાટ ખારવેલે પણ એ માટે ખૂબ કર્યું હોય તેમ તેની કારકિર્દી ઉપરથી લાગે છે. વચ્ચે વચ્ચે બલિદાનવાળા યજ્ઞના યુગ માનવપ્રકૃતિમાંથી ઉદયમાં આવતા ગયા એમ ઈતિહાસ સ્પષ્ટ કહે છે, છતાં એકંદર રીતે જોતાં હિંદુસ્તાન અને તેની બહાર એ બન્ને અહિંસાપ્રચારક સંઘના કાર્યો વધારે સફળતા મેળવી છે. દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનનાં મધ્યકાલીન જૈન અને બૌદ્ધ રાજાઓ તેમ જ રાજકુટુંબ અને અમલદારોનું પહેલું કાર્ય અહિંસાના પ્રચારનું જ રહ્યું હોય તેમ માનવાને ઘણું કારણે છે. કુમારપાળ અને અકબર પશ્ચિમ હિંદુસ્તાનના પ્રભાવશાળી રાજ્યકર્તા પરમ આહંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249512
Book TitleAhimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy