SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જૈનધર્મનો પ્રાણુ કુમારપાળની અહિંસા તે એટલી બધી જાણીતી છે કે ઘણાને આજે તે અતિશયતાવાળી લાગે છે. મેગલ સમ્રાટ અકબરનું મન હરણ કરનાર ત્યાગી જેન ભિક્ષુ હીરવિજયસૂરિના અને ત્યાર પછીના તેમના અનુગામી શિષ્યોને બાદશાહો પાસેથી અહિંસા પરત્વે મેળવેલા ફરમાને હમેશને માટે ઇતિહાસમાં અમર રહે તેવાં છે. આ ઉપરાંત ઠાકરડાઓ, જમીનદારો, લાગવગવાળા અમલદારે અને ગામના આગેવાન પટેલે તરફથી પણ હિંસા ન કરવાનાં મળેલાં વચનો જે આપણે મેળવી શકીએ અને મળી આવે તે આ દેશમાં અહિંસા પ્રચારક સંઘે અહિંસાનું વાતાવરણ ઊભું કરવા કેટલે પુરુષાર્થ કર્યો છે એની કંઈક કલ્પના આવે. અહિંસાના પ્રચારને એક પુર: પાંજરાપોળ અહિંસાપ્રચારના એક સચોટ પુરાવા તરીકે આપણે ત્યાં પાંજરાપિાળની સંસ્થા ચાલી આવે છે. આ પરંપરા ક્યારથી અને કોની દ્વારા અસ્તિત્વમાં આવી એ ચેકસ કહેવું કઠણ છે, છતાં ગૂજરાતમાં એને પ્રચાર અને એની પ્રતિષ્ઠા જોતાં એમ માનવાનું મન થઈ જાય છે કે પાંજરાપોળની સંસ્થાને વ્યાપક કરવામાં કદાચ કુમારપાલને અને તેના ધર્મગુરુ આચાર્ય હેમચંદ્રનો મુખ્ય હાથ હોય. આખાયે કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતનું તેમ જ રજપૂતાનાના અમુક ભાગનું કઈ એવું જાણીતું શહેર કે સારી આબાદીવાળ કસબ નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તો નાનાં ગામડાંઓમાં પણ પ્રાથમિક નિશાળા( પ્રાઈમરી સ્કૂલોની પેઠે પાંજરાપોળની શાખાઓ છે. આ બધી પાંજરાપોળ મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેમની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આપણી પાસે અત્યારે ચોક્કસ આંકડા નથી, પણ મારી સ્થળ અટકળ એવી છે કે દરવર્ષે એ પાંજરાપોળ પાછળ જેને પચાસ લાખથી ઓછા ખર્ચ નથી કરતા, અને એ પાંજરાપોળોના આશ્રયમાં કાંઈ નહિ તે નાનામોટા લાખેક જીવ સારસંભાળ પામતા હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249512
Book TitleAhimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy