SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ૧૨૫ ગુજરાત બહારના ભાગમાં જ્યાં જ્યાં ગશાળાઓ ચાલે છે ત્યાં બધે મુખ્ય ભાગે ફક્ત ગાયની જ રક્ષા કરવામાં આવે છે. શાળાઓ પણ દેશમાં પુષ્કળ છે અને તેમાં હજાર ગામે રક્ષણ પામે છે. પાંજરાપોળની સંસ્થા છે કે ગોશાળાની સંસ્થા છે, પણ એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ અહિંસાપ્રચારક સંધના પુરુષાર્થને જ આભારી છે, એમ કોઈ પણ વિચારક કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડિયારાની પ્રથા, જળચરોને આટાની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકારો અને દેવીના ભેગો બંધ કરાવવાની પ્રથા–એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે. માણસજાતની સેવા માટેની પ્રવૃત્તિ અત્યાર સુધી આપણે પશુ, પંખી અને બીજા જીવજંતુઓ વિશે જ વિચાર કર્યો છે. હવે આપણે મનુષ્યજાતિ તરફ પણ વળીએ. દેશમાં દાનપ્રથા એટલી ધોધબંધ ચાલતી કે તેમાં કોઈ માણસ ભૂખે રહેવા ભાગ્યે જ પામતું. પ્રચંડ અને વ્યાપક લાંબા દુષ્કાળમાં જગડુશા જેવા સખી ગૃહસ્થોએ પિતાના અન્નભંડાર અને ખજાનાઓ ખુલ્લા મૂક્યાના વિશ્વસ્ત પુરાવાઓ છે. જે દેશમાં પશુપંખી અને બીજા શુદ્ધ જીવો માટે કરડે રૂપિયા ખર્ચાતા હોય તે દેશમાં માણસજાત માટે લાગણું ઓછી હોય અગર તે તે માટે કાંઈ ન થયું હોય એમ કલ્પવું એ વિચારશક્તિની બહારની વાત છે. આપણું દેશનું આતિથ્ય જાણીતું છે અને આતિથ્ય એ માનવજાતને લક્ષીને જ છે. દેશમાં લાખો ત્યાગી અને ફકીરે થઈ ગયા અને આજેય છે. તે એક આતિથ્ય કે મનુષ્ય તરફની લેકની વૃત્તિનો પુરાવો છે. અપગે, અનાથે અને બીમારી માટે બને તેટલું વધારેમાં વધારે કરી છૂટવાનું બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેનાં શાસ્ત્રોમાં ફરમાન છે, જે તત્કાલીન લોકચિનો પડઘો છે. મનુષ્યજાતિની સેવાના દિવસે દિવસે વધતી જતી જરૂરિયાતને લીધે, અને પડેશીધર્મની અગત્ય સર્વથી પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249512
Book TitleAhimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy