SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જૈનધર્મને પ્રાણુ ર અહિંસા અને અમારિ માનવપ્રકૃતિમાં હિંસા અને અહિંસાના બને તો સમાયેલાં છે. હિંદુસ્તાનમાં તેના મૂળ વતનીઓની અને પાછળથી તેમના વિજેતા તરીકે જાણીતા આર્યોની જાહોજલાલી વખતે અનેક જાતનાં બલિદાને તેમ જ યજ્ઞયાગની ભારે પ્રથા હતી અને એમાં માત્ર પશુઓ કે પંખીઓ જ નહિ, પણ મનુષ્ય સુધાને બલિ અપાવે. ધાર્મિક ગણત હિંસાને આ પ્રકાર એટલી હદ સુધી વ્યાપેલે હતો કે તેના પ્રત્યાઘાતથી બીજી બાજુએ એ હિંસાનો વિરોધ શરૂ થયો હતો. અને અહિંસાની ભાવનાવાળા પશે તો ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પણ સ્થપાઈ ગયા હતા. એમ છતાં અહિંસાતત્ત્વના અનન્ય પિષક તરીકે અને અહિંસાની આજની ચાલુ ગંગેત્રી તરીકે તે જે બે મહાન એતિહાસિક પુ આપણી સામે છે તે ભગવાન મહાવીર અને બુદ્ધ જ છે. એમના સમયમાં અને એમના પછી હિંદુસ્તાનમાં અહિંસાને જે પોષણ મળ્યું છે, તેનો જેટજેટલી રીતે અને જેટજેટલી દિશામાં પ્રચાર થયો છે તેમ જ અહિંસાતત્વ પરત્વે જે શાસ્ત્રીય અને સૂક્ષ્મ વિચાર થયા છે એની જોડ હિંદુસ્તાનની બહારના કોઈ પણ દેશના ઇતિહાસમાં મળી શકે તેમ નથી. દુનિયાના બીજા દેશે અને બીજી જાતિઓ ઉપર અસાધારણ પ્રભાવ પાડનાર, તેમને જીતનાર અને કાયમને માટે તેમનાં મન હરી લેનાર કોઈ તત્ત્વ હિંદુસ્તાનમાં ઉદ્ભવ્યું હોય તે તે હજાર વર્ષથી આજ સુધી સળંગ એ છેવત્તે અંશે ચાલ્યું આવેલું અને વિકાસ પામેલું અહિંસાતત્વ જ છે. અક, સંપ્રતિ અને ખારવેલ અહિંસાના પ્રચારક જૈન અને બૌદ્ધ સંઘે વ્યવસ્થિત સ્થપાયા પછી તેનું પ્રચારકાર્ય ચોમેર ખૂબ જેસભેર ચાલવા લાગ્યું. એના પુરાવાઓ આજે પણ જીવતા છે. મહાન સમ્રાટ અશોકની ધર્મલિપિએમાં જે ફરમાને છે તે આપણને સ્પષ્ટ જણાવે છે કે અશોકે ઉત્સવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249512
Book TitleAhimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy