________________
અહિંસા
૧૨૧
એ ઈતિહાસમાં અજોડ છે. કુમારપાળની “અમારિ–ષણ એટલી
કપ્રિય બની કે એની પછીના અનેક નિર્ચ અને એમના અનેક ગૃહસ્થશિષ્ય અમારિ ઘોષણાને પિતાના જીવનનું ધ્યેય બનાવીને જ કામ કરવા લાગ્યા. આચાર્ય હેમચંદ્રની પહેલાં કેટલાય નિગ્રંથાએ માંસ ખાનારી જાતિઓને અહિંસાની દીક્ષા આપી હતી, અને નિગ્રંથ સંધમાં એસવાલ, પિરવાળ વગેરે વર્ગોની સ્થાપના કરી હતી. શક વગેરે પરદેશી જાતિઓ પણ અહિંસાના ચેપથી બચી શકી ન હતી ! હીરવિજયસૂરિએ અકબર જેવા ભારતસમ્રાટ પાસેથી ભિક્ષામાં એટલું જ માગ્યું કે એ, હમેશાંને માટે નહીં તે છેવટે ખાસ ખાસ તિથિઓ માટે, અમારિ ઘોષણ કરે. અકબરના એ પગલે પગલે જહાંગીર વગેરે એના વંશજો ચાલ્યા. જેઓ જન્મથી જ માંસભક્ષક હતા, એવા મુગલસમ્રાટ દ્વારા અહિંસાને આટલે ફેલાવો કરાવવો, એ આજે પણ સહેલું નથી.
આજે પણ, આપણે જોઈએ છીએ કે, જૈન સમાજ જ એ છે કે જે બની શકે ત્યાં સુધી જુદાં જુદાં ક્ષેત્રમાં થતી પશુ-પક્ષી વગેરની હિંસાને અટકાવવાનો સતત પ્રયત્ન કરતા રહે છે. આ વિશાળ દેશમાં જુદી જુદી જાતના સંસ્કાર ધરાવતી અનેક જાતિઓ પાસે પાસે રહે છે, અનેક જાતિઓ જન્મથી જ માંસભક્ષી છે, આમ છતાં
જ્યાં જુઓ ત્યાં અહિંસા તરફ તો લોકચિ દેખાય જ છે. મધ્યયુગમાં એવા અનેક સંતો અને ફકીરે થઈ ગયા, કે જેઓએ કેવળ અહિંસા અને દયાને જ ઉપદેશ આપ્યો છે, જે ભારતના આત્મામાં અહિંસાનાં મૂળ કેટલાં ઊંડાં ગયેલાં છે એની સાક્ષી પૂરે છે.
મહાત્મા ગાંધીજીએ ભારતમાં નવજીવનના પ્રાણ ધબકતા કરવાને સંકલ્પ કર્યો તે એ કેવળ અહિંસાની ભૂમિકા ઉપર જ. જે એમને અહિંસાની ભાવનાનું આવું તૈયાર ક્ષેત્ર ન મળ્યું હતું તેઓ ભાગ્યે જ આટલા સફળ થયા હોત.
[દઔચિં૦ નં. ૨, પૃ. ૭૫-૭૮ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org