SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ત્યાં પહેલી દષ્ટિ જોકસંગ્રહ તરફ ઉદાસીન રહેવાની કે એને વિરોધ કરવાની; જ્યારે બીજી દષ્ટિમાં લેકસંગ્રહ એટલા મોટા પાયા પર કરવામાં આવ્યું છે કે જેથી એમાં આધ્યાત્મિકતા અને ભૌતિકતાની વચ્ચે સંધર્ષ જાગતું નથી. આગમાં અહિંસાનું નિરૂપણ શ્રમણ પરંપરાની અહિંસા સંબંધી વિચારસરણીને એક પ્રવાહ પિતાની વિશિષ્ટ ઢબે વહેતે હતો, જે કાળક્રમે, આગળ જતાં, દીર્ધતપસ્વી ભગવાન મહાવીરના જીવનમાં ઉદાત્ત રૂપે અભિવ્યક્ત થયો. એ અભિવ્યક્તિનાં સ્પષ્ટ દર્શન આપણને આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે પ્રાચીન આગમમાં થાય છે. અહિંસાધર્મની પ્રતિષ્ઠા તે આત્મપમ્યની દૃષ્ટિમાંથી જ થઈ છે. પણ ઉપર્યુક્ત આગમોમાં એનું નિરૂપણું અને વિશ્લેષણ આ રીતે થયું છે - (૧) દુઃખ અને ભયનું કારણ હોવાથી હિંસામાત્ર વન્ય છે: આ છે અહિંસાના સિદ્ધાંતની ઉત્પત્તિ-યુક્તિ. (૨) હિંસાને અર્થ જોકે પ્રાણુનાશક દુઃખ આપવું એવો થાય છે, તે પણ હિંસાજન્ય દેષને આધાર કેવળ પ્રમાદ અર્થાત્ રાગ-દ્વેષ વગેરે જ છે. જે પ્રમાદ કે આસક્તિ ન હોય તે કેવળ પ્રાણનાશ એ હિંસાની કટિમાં આવી નથી શકતા : આ છે અહિંસાનું વિશ્લેષણ. (૩) વિધ્ય જીવોના કદ, એમની સંખ્યા તથા એમની ઇધિ વગેરે સંપત્તિના તારતમ્ય ઉપર હિંસાના દેજનું તારતમ્ય અવલંબિત નથી, પરંતુ એ હિંસકના પરિણામ કે એની વૃત્તિનાં તીવ્રતા-મંદતા, જાણપણું. અજાણપણું કે બળપ્રયોગના ઓછા-વધુપણું ઉપર આધાર રાખે છે; આ થયું તાત્પર્ય. ઉપર જણાવેલ ત્રણે બાબતે ભગવાન મહાવીરના વિચાર અને આચારમાંથી ફલિત થઈને આગમાં ગૂંથાઈ ગઈ છે. કોઈ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249512
Book TitleAhimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy