________________
અહિંસા
અહિંસાને સિદ્ધાંત આય પરંપરામાં ઘણા પ્રાચીન છે. અને એને આદર પણ બધી આર્ય શાખાઓમાં એકસરખે થતો રહ્યો છે. આમ છતાં પ્રજાજીવનના વિસ્તાર અને જુદી જુદી ધાર્મિક પરંપરાઓના વિકાસની સાથે સાથે એ સિદ્ધાંત સંબંધી વિચાર તથા વ્યવહારમાં પણ અનેકમુખી વિકાસ થયેલ જોવાય છે. અહિંસા સંબંધી વિચારના મુખ્ય બે ઝરણું. પ્રાચીન કાળથી જ, આર્ય પર પરામાં વહેતાં થયાં હોય એમ લાગે છે. એક ઝરણું મુખ્યત્વે શ્રમણ જીવનના આધારે વહેતું થયું જ્યારે બીજું ઝરણું બ્રાહ્મણ પરંપરાચતુર્વિધ આશ્રમ–ના જીવનવિચારને આધારે પ્રવાહિત થયું. અહિંસાના તાત્વિક વિચારની દૃષ્ટિએ આ બન્ને ઝરણુઓ વચ્ચે કોઈ મતભેદ જોવામાં નથી આવતો, પરંતુ વ્યાવહારિક બાજુ કે જીવનમાં એના ઉપયોગની દૃષ્ટિએ કેવળ એ બને ઝરણાઓમાં જ નહીં, બર્ભે પ્રત્યેક શ્રમણ તેમ જ બ્રાહ્મણ ઝરણાની નાની-મોટી અવાંતર શાખાઓમાં પણ અનેક પ્રકારના મતભેદ કે અંદરઅંદરના વિરોધ જોવામાં આવે છે. એનું મુખ્ય કારણ જીવનદષ્ટિનો ભેદ છે. શ્રમણ પરંપરાની જીવનદષ્ટિ મુખ્યત્વે વ્યક્તિગત અને આધ્યાત્મિક છે, જ્યારે બ્રાહ્મણ પરંપરાની જીવનદષ્ટિ મુખ્યત્વે સામાજિક કે લકસંગ્રાહક છે. પહેલીમાં લોકસંગ્રહ એટલે અંશે જ ઈષ્ટ છે કે જ્યાં સુધી એ આધ્યાત્મિક્તાને વિરોધી ન હોય, જ્યાં એનો આધ્યાત્મિક્તા સાથે વિરોધ દેખાવા લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org