________________
અહિંસા
૧૨ હતી અને અત્યારે પણું છે–ભલે પછી એ ભરણુ ધર્મને નામે હેય કે સાંસારિક કઈ કારણથી હોય. જેવી રીતે પશુ વગેરેને વધ ધર્મ રૂપે પ્રચલિત હતા એવી જ રીતે આત્મવધ પણ પ્રચલિત હતું, અને કયાંક ક્યાંક તે અત્યારે પણ એ પ્રચલિત છે—ખાસ કરીને શિવની કે શક્તિની સન્મુખ.
એક તરફ આવી પ્રથાઓને નિષેધ કરવો અને બીજી તરફ પ્રાણાંત અનશન કે સંથારાનું વિધાન કરવું, આ વિરોધ જરૂર વિમાસણમાં નાખી દે એવો છે. પણ મૂળ ભાવ સમજાતાં એમાં કોઈ વિરોધ નથી રહે. જૈનધર્મે જે પ્રાણનાશને નિષેધ કર્યો છે, તે પ્રમાદ કે આસક્તિપૂર્વક કરાતા પ્રાણુનાશનો જ. કોઈ ઇહલૌકિકકે પારલૌકિક સંપત્તિની ઈચ્છાથી, કામિનીની કામનાથી અને બીજા અયુદયની વાંછાથી, ધર્મ બુદ્ધિએ અનેક પ્રકારના આત્મવધ થતા રહ્યા છે. જેનધર્મ કહે છે કે એ આત્મવધ હિંસા છે, કારણ કે એનું પ્રેરક તત્વ કોઈ ને કોઈ પ્રકારનો આસક્તભાવ છે. પ્રાણાંત અનશન અને સંથારે પણ જે એ જ ભાવથી કે ભય યા લેભથી પ્રેરાઈને કરવામાં આવે તે એ પણ હિંસા જ છે. એને કરવાની જેનધર્મ આજ્ઞા નથી આપતે. જે પ્રાણુત અનશનનું વિધાન કરવામાં આવ્યું છે, એ તે છે સમાધિમરણ.
જ્યારે દેહ અને આધ્યાત્મિક સદ્ગુણ-સંયમ, એમાંથી એકની જ પસંદગી કરવાને વિષમ સમય આવી પડે ત્યારે, એ વ્યક્તિ જે સાચેસાચ ધર્મને પ્રાણરૂપ લેખતી હશે તે તે દેહરક્ષાની પરવા નહીં કરે; એ તે કેવળ પોતાના દેહને ભોગ આપીને પણ પિતાની વિશુદ્ધ આધ્યાત્મિક સ્થિતિને બચાવી લેશે–જેવી રીતે કોઈ સાચી સતી, પિતાના સતીત્વને બચાવવાને બીજો કોઈ રસ્તે ન જોતાં, પિતાના દેહને નાશ કરીને પણ એને બચાવી લે છે. પણ એવી
અવસ્થામાં પણ એ વ્યક્તિ ન કોઈના ઉપર ગુસ્સે થશે કે ન કોઈ રીતે ભયભીત થશે, અથવા ન કઈ સગવડ જોઈને પ્રસન્ન થશે. એનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org