________________
૧૩૦.
જૈનધર્મનો પ્રાણ
ધ્યાન તે કેવળ પિતાના સંયત જીવનને બચાવવા તરફ અને સમભાવની રક્ષા કરવા તરફ જ રહેશે. જ્યાં સુધી દેહ અને સંયમ, એ બનેની સમાન રીતે રક્ષા થઈ શકે ત્યાં સુધી બન્નેની રક્ષા કરવી જોઈએ. પણ એકની જ પસંદગી કરવાનો સવાલ ઊભો થાય ત્યારે આપણા જેવા દેહરક્ષાને પસંદ કરશે અને આધ્યાત્મિક સંયમની ઉપેક્ષા કરશે, જ્યારે સમાધિમરણને અધિકારી એથી ઊલટું જ કરશે. દૈહિક અને આધ્યાત્મિક, એ બન્નેય જીવન તે છે, પણ જે જેનો અધિકારી હોય છે, તે કસોટીના વખતે એને જ પસંદ કરે છે. અને આવી જ આધ્યાત્મિક જીવનવાળી વ્યક્તિને માટે પ્રાણાંત અનશનની અનુજ્ઞા છે; પામર, ભયભીત કે લાલચુઓને માટે નહીં. આથી સમજી શકાશે કે પ્રાણાંત અનશન, દેહરૂપી ઘરને નાશ કરીને પણ, દિવ્ય જીવનરૂપ પિતાના આત્માને પડતે બચાવી લે છે. એટલા માટે એક તાત્વિક દષ્ટિએ, સાચા અર્થમાં અહિંસક જ છે. દેહને નાશ એ આત્મઘાત ક્યારે?–ટીકાકારને જવાબ
જે લેખકો આવા સંથારાને આત્મઘાતરૂપે વર્ણવે છે, તેઓ એના હાર્દને પામી શકાય એટલો વિચાર નથી કરતા. પણ જો કોઈ અતિ ઉચ્ચ ઉદ્દેશથી પ્રેરાઈને, કોઈના પર રાગદ્વેષ રાખ્યા વગર, સંપૂર્ણ મૈત્રીભાવપૂર્વક અને પ્રસન્ન ચિત્તે, બાપુ–ગાંધીજી જેવું, પ્રાણુત અનશન કરે, તે પછી એ જ લેખકા એ મરણની પ્રશંસા કરવાના, એને ક્યારેય આત્મઘાત નહીં કહેવાના, કારણ કે આવી વ્યક્તિને ઉદ્દેશ અને જીવનક્રમ એ લેખકની નજર સામે છે, જ્યારે જૈન પરંપરામાં સંથારો કરવાવાળા ભલે શુભ આશયથી પ્રેરાયેલા કેમ ન હોય, છતાં એમને ઉદ્દેશ અને જીવનક્રમ એમને એ રીતે સુવિદિત નથી. પરંતુ શાસ્ત્રનું વિધાન છે એ જ દષ્ટિએ છે, અને એને અહિંસા સાથે પૂરેપૂરે સુમેળ પણ છે. આ સમજવા માટે એક દાખલો લઈએ. જે કોઈ વ્યક્તિ પિતાના આખા ઘરને બળતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org