Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 2
________________ સમર્પણમ વર્તમાનકાળના તમામે તમામ સંયમીઓને... * જેઓનું સામાન્ય જીવન પણ વિશ્વને માટે આશ્ચર્યજનક છે. * જેઓના પશ્ચાત્તાપના આંસુઓની કિંમત શત્રુંજય તીર્થાધિરાજના પ્રક્ષાલ કરતા પણ અનંતગુણી છે. * જેઓનું હૈયું મતભેદો-ગચ્છભેદોને ગૌણ કરીને ગુણાનુરાગના મધુર પ્રવાહનું - ઝરણું બનેલું છે. * જેઓ જિનશાસનને જાણવા-માણવા-પ્રચારવા-પમાડવા માટે કમર કસી રહ્યા છે. * જેઓના ચરણોની ધૂળ હીરાબજારના અતિકિંમતી હીરાઓને શરમાવવાનું કામ કરે છે. # જેઓની આંખોનું અમૃત વૈશાખની કાળઝાળ ગરમીમાં ટાઢક આપનારો ધોધમાર વરસાદ છે. જેઓના સ્નેહાળ, પ્રેમાળ, હેતાળ શબ્દો પાષાણ જેવા હદયોને પણ માખણ જેવાં કોમળ બનાવે છે. જેઓનું ભાવસભર હૈયે દર્શન મોહનીયકર્મના વિરાટ જંગલમાં જ્વાળા પેટાવવાનું કામ કરે છે. જેઓ મારા સાધર્મિક છે, જેઓ મારા માટે પૂજ્યતમ છે, જેઓ શુભ-પ્રવૃત્તિઓ માટે મારું પ્રેરકબળ છે, એ તમામ સંયમીઓના કરકમલમાં આ પુસ્તક બહુમાનપૂર્વક સમર્પિત કરું છું. એક જ ભાવના સાથે કે, મારા સંયમીઓ સૌ પ્રથમ સ્વાધ્યાય-સમ્રાટ બને, એના આધારે પછી સંયમ-સમ્રાટ બને, છેલ્લે સ્વભાવ સમ્રાટ બને મારા પૂજ્યપાદ ગુરૂદેવશ્રીએ સેંકડો વાર પ્રરૂપેલી આ સ્વાધ્યાયસંયમ-સ્વભાવની ત્રિપદીને પામીને સૌ સિદ્ધિગામી બને... -મુનિ ગુણહંસ વિ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 128