________________
EN AN
AREA AND છે ?
aakash
મંગલાચરણઃ ऐन्द्रीं श्रियं नाभिसुतः स दद्या
दद्यापि धर्मस्थितिवल्लिः । येनोप्तपूर्वा त्रिजगज्जनानां
___ नानान्तरानन्दफलानि सूते ॥१॥ ભાવાનુવાદ : હે નાભિરાજાના પુત્ર ! ભગવાનું આદિનાથ ! આ આખા ય વિશ્વનો ધણી મારો આતમ ! બિચારો! અનાથ! વિષયભોગોના સુખોની પાછળ પાગલ હત થઈને પુણ્યનું ચપ્પણીયું લઈને જ્યાં ને ત્યાં લાજ મૂકીને માંગણીઓ થઈને ભટકે છે!
ઓ, દેવ ! એના સ્વરૂપમાં જ પડેલા રત્નત્રયીના તો અનંત ધનને આપ પ્રગટાવો. એને એના સ્વરૂપનું ભાન એને બક્ષીસ કરો.
ખૂબ સમજીને આપની પાસે આવી આજીજીભરી માંગણી કરું છું, મને ખબર છે કે આપે આ ભરતક્ષેત્રમાં પૂર્વે વાવેલી ધર્મ-કલ્પ વેલડી આજે ય–અસંખ્ય વર્ષો વીતી ગયા પછી પણ–ત્રણે ય જગતના લોકોને ચિદાનંદના અનેક ફળો અબાધિતપણે આપી રહી છે.
અહો, કેવું છે; આપનું માહાત્મ! હવે આપની પાસે યાચના કરવામાં હું સ્થાન ભૂલ્યો છું એમ તો કોણ કહી શકશે ? "
WWWWW WAPWW MY PL SELLEYESHSES