Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ Kas શબ્દદેહે આજે પણ ગુરુમૈયા ભક્તહૃદયમાં જીવંત છે સમસ્ત મહાજનવાળા પરમ ગુરુભક્ત સુશ્રાવક ગિરીશભાઈના સમાચાર આવ્યા કે, એક શ્રાવકને પૂ. ગુરુમૈયાની ‘વિરાગ વેલડી’ પુસ્તકની ૨૦૦ નકલ જોઈએ છે. એ ભાઈ સાથે સમ્પર્ક કરજો. મુંબઈ વાલકેશ્વરમાં રહેતા સુશ્રાવક વિક્રમભાઈએ મને જણાવ્યું કે ૨૦ દિવસ પછી સાયલામાં ૨૦૦ મુમુક્ષુઓનું શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમમાં મિલન છે. દરેકને આ વિરાગ વેલડી’ના શ્લોકોનું પઠન કરાવવું છે. એક પણ નકલ હાજર ન હતી. ૨૦ દિવસમાં પુસ્તક તૈયાર કરવું મુશ્કેલ હતું, પણ જય જિનેન્દ્ર ગ્રાફીકસવાળા નિતીનભાઈ શાહે એ બોજો દૂર કરી દીધો. મને પ્રુફ તપાસતાં આવડે નહિ— આ બોજો પણ વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. ભગ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે હળવો કરી આપ્યો. મુનિશ્રી રાજપ્રેમવિજયજી મ.સા. તથા મુનિશ્રી જિનપ્રેમવિજયજી મ.સાહેબે એ સાવંત પ્રુફ તપાસી આપ્યું. તેમના ઉપકારનું સ્મરણ આ ક્ષણે કરું છું. - દેહથી વિદેહ થયેલા પૂજ્ય ગુરુમૈયા આજે શબ્દદેહે જીવંત છે. પૂ. ગુરુમા કહેતા હતા કે “મારા પુસ્તકો એ મારા શિષ્યો છે. મારા ગયા પછી આ પુસ્તકો ઘણું કામ કરશે.” પ૨મ કરૂણામય પૂ. ગુરુમૈયાએ પોતાના સાહિત્ય વારસાના સંવર્ધનની જવાબદારી મને સોંપી છે. પૂ. ગુરુમૈયાના અંતરના આશિષ આ કાર્યમાં મને સતત સહાયક બને એજ અભિલાષા. વિ.સં. ૨૦૭૦, જે.સુ.દશમ પૂ.ગુરુમૈયાની ૩૫મી માસિક તિથિ મુનિ હંસબોધિવિજય

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 302