________________
(૨૨૫)
દિવાળીનો બોધ
સંતનું હૃદય
૧૯૯૦ના દિવાળીના દિવસે પ.કૃ.પ્રભુશ્રીએ પોતાનું હૃદય જણાવેલું તેથી તે બધાં શ્રોતાઓને થયેલું કે :
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય ક્ષણે ક્ષણે સમયે સમયે લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે
૪
--
પ.પૂ.પ્રભુશ્રીએ કહેલું તેનો ઘણો જ ટુંકો સાર :
અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમને તો રોમ રોમ એક એ જ પ્રિય છે. અમારી જીવનદોરી એ જ (પરમકૃપાળુદેવ) છે. તેમના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે. તમારે એવી માન્યતા કરવી, એ તમારો અધિકાર છે. મહાભાગ્ય હશે એને એ માન્યતા થશે.
સરળતાથી અમે જણાવીએ છીએ કે જેને એ માન્યતા થશે તેનું કલ્યાણ થઈ જશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે તેનું ભવભ્રમણ મટી જશે.
જ
‘‘મેં તો આત્મા જાણ્યો નથી. પરંતુ યથાતથ્ય જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે અને અનંતા જ્ઞાનીએ)એ જાણ્યો છે, તેવો મારો આત્મા છે. જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે) જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ મારે શરણ માન્ય છે. આટલો ભવ મારે તો એ જ કરવું છે, એ જ માનવું છે કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા શુદ્ધ સિદ્ધ સમાન છે. તે મેં જાણ્યો નથી પણ માન્યતા વિશ્વાસ શ્રદ્ધા પ્રતીતિ રોમ રોમ એ જ કરવી છે.’' આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય.