Book Title: Vinayopasana
Author(s): Laghuraj Swami
Publisher: Shrimad Rajchandra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 470
________________ (૪૧૬) કરશો, બા, તો સારું થશે, કલ્યાણ થશે. આ તો બધું હૃદયનું, અંતરનો ઉમળકો આવે છે, આત્માની લાગણીથી કહીએ છીએ. માટે આ સ્વપ્નદશામાંથી જાગ્રત થાઓ. (ઉપરનું સાંભળીને સા. ને રડું આવ્યું ને થયું કે તેના જેવી અધમ દુનિયામાં નથી.) આ અમે એક આત્માના સ્નેહી તરીકે કહ્યું છે. તે હૈયાનો હાર જાણીને તે રાખજે ને તેનું મનન, ચિંતવન, વિચાર કરજે, હમણા જ, તો કલ્યાણ છે. હું કોણ છું, કયાં હું છું ને ક્યાંથી આવ્યો તેનો વિચાર કરો તો આપોઆપ આત્મભાવનામાં સર્વ પ્રગટ થશે. મારે એ જ તને કહેવું હતું, ત્યાં તે મને પૂછ્યું તે ઠીક જ થયું. અમે તો બધાને છોકરાની માફક રમત રમાડીએ છીએ. અમારા કર્મ ખરા, પણ તે ખપાવવાના.પણ એટલી તો ખાત્રી રાખવી કે અમારી રમત તેમાં કોઈ પણ મોહનો અંશ નથી. દેહાતીત દશામાં થાય એટલે અમારે કોઈ કર્મ બંધાતાં નથી. અમે જે કરીએ તે બોધરૂપે અને તેની કેટલી અવસ્થા, દશા છે તે પારખું લેવાની ખાતર. જો કોઈ તેમાંથી એમ ધારેકે આ તો મોહ હશે તો તેની અધમ દશા થાય, નરકમાં જવાનું થાય (ગળે ફાસો દઈ બતાવ્યું) અને જો પોતાની જે સ્થિતિમાં હોય તે આગળ વધે છે. QQ 9

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502