Book Title: Vinayopasana
Author(s): Laghuraj Swami
Publisher: Shrimad Rajchandra Aradhak Mandal
View full book text
________________
(૪૪૦) તેત્રીશ અશાતના સંબંધી, ધ્યાનના ઓગણીસ દોષ, વંદનાના બત્રીસ દોષ, સામાયિકના બત્રીસ દોષ અને પોસહના અઢાર દોષ સંબંધી મને, વચન, કાયાએ કરી જે કાંઈ પાપ દોષ લાગ્યા,લગાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
મહામોહનીય કર્મબંધનાં ત્રીસ સ્થાનકને મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોઘાં, શીલની નવ વાડ, આઠ પ્રવચન માતાની વિરાધનાદિક તથા શ્રાવકના એકવીસ ગુણ અને બાર વ્રતની વિરાધનાદિ મન, વચન અને કાયાએ કરી, કરાવી, અનુમોદી તથા ત્રણ અશુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની સેવના કરી અને ત્રણ શુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની વિરાધના કરી, ચર્ચા, વાર્તા, વ્યાખ્યાનમાં શ્રી જિનેશ્વર દેવનો માર્ગ લોપ્યો, ગોપવ્યો, નહિ માન્યો, અછતાની સ્થાપના કરી-પ્રવર્તાવ્યો, છતાની સ્થાપના કરી નહિ અને અછતાની નિષેધના કરી નહિ, છતાની સ્થાપના ને અછતાની નિષેધના કરવાનો નિયમ કર્યો નહિ, કલુષતા કરી તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય બંધના બોલ તેમ જ છ પ્રકારના દર્શનાવરણીય બંધના બોલ યાવત્ આઠ કર્મની અશુભ પ્રકૃતિ બંધના પંચાવન કારણે કરી વાસી પ્રકૃતિ પાપોની બાંધીબંધાવી-અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એક એક બોલથી માંડી કોડાકોડી યાવતુ સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત બોલપર્યત મેં જાણવા યોગ્ય બોલને સમ્યફ પ્રકારે જાણ્યા નહિ, સહ્યા-પ્રરૂપ્યા નહિ તથા વિપરીત પણે શ્રદ્ધાન આદિ કરી, કરાવી, અનુમોદી, મન, વચન કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. એક એક બોલથી માંડી યાવત્ અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંડયા નહિ અને તે મન, વચન, કાયાએ કરી સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એક એક બોલથી માંડી યાવતું અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય . બોલ આદર્યા નહિ, આરાધ્યા-પાષા-સ્પર્યા નહિ, વિરાધના ખંડનાદિક કરી, કરાવી, અનુમોદી, મન, વચન, કાયાએ કરી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502