Book Title: Vinayopasana
Author(s): Laghuraj Swami
Publisher: Shrimad Rajchandra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 492
________________ (૪૮) બારમું કલહ પાપસ્થાનક : અપ્રશસ્ત વચન બોલી ફ્લેશ ઉપજાવ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક : અછતાં આલ દીધાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. ચૌદમું પશુન્ય પાપસ્થાનક : પરની ચુગલી, ચાડી કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. પંદરમું પરંપરિવાદ પાપસ્થાનક : બીજાના અવગુણ, અવર્ણવાદ બોલ્યો, બોલાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. સોળમું રતિઅરતિ પાપસ્થાનક : પાંચ ઇંદ્રિયના ૨૩ વિષયો, ૨૪૦ વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ કર્યો, સંયમ, તપ આદિમાં અરતિ કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ ર્યો, કરાવ્યો, અનુમોદ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. . સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનક : કપટ સહિત જૂઠું બોલ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. અઢારમું મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક : શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. - એવં અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, - જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502