________________
(૩૫૦)
પત્ર ૧૪૮
વવાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬
પાંચેક દિવસ પહેલાં પત્ર મળ્યું, જે પત્રમાં લક્ષ્યાદિકની વિચિત્ર દશા વર્ણવી છે તે. એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારો પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંગને આરાધશે, વા પોતે કોઈ પૂર્વના સ્મરણને પામશે તો ઈચ્છિત સિદ્ધિને પામશે. આ નિ:સંશય છે. વિગતપૂર્વક પત્ર લખી શકું એવી દશા રહેતી નથી.
વિ. રાયચંદના યથોચિત
પત્ર ૧૬૬
મુંબઈ. કાર્તિક શુદ. ૬, ભોમ, ૧૯૪૭. સત્પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ?
નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યા છે :
૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડયા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણું કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.
૨. કોઈપણ પ્રકારે સદ્ગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું, અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે
* આ સંબંધી પ.ઉ પ્રભુશ્રીજી જણાવતા કે માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડયા વિના છૂટકો થવાની નથી. કંઈ રહેવાનું નથી તો તારું કેમ થશે ? હજામની સલાહ ન લેવી–(પોતાનું ડહાપણ)
મૂકવું પડશે = દૃષ્ટિ ફેરવવી પડશે.
=
સંસાર ભજવો ને આત્મજ્ઞાન થવું તે બે ન બને. સાધુ થવું = આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.