________________
(૩૧૦)
દુકાન, ઘર, કુટુંબ વિગેરે બધાય ખોટા છે. જીવ એમ માને છે કે મારે ઠીક થયું છે અને આ ઠીક છે. પણ બધુંએ ખોટુ છે, માટે એક સત્પુરુષ ઉપર દૃષ્ટિ રાખવી. જીવની વૃત્તિઓ બધી એક સત્પુરુષ ઉપર જોડવાથી પરભાવ ઉપર મોળી પડે છે. સત્પુરુષનાં બોધમાં તથા અજ્ઞાનીના બોધમાં બહુ ફેર હોય છે
રાત અને દિવસ જેટલો.અજ્ઞાની પણ એમ જ કહે છે. પણ ખૂબી એ છે કે જ્ઞાનીના પર્યાય ચોંટી જાય છે, એ ઉખેડયા ઉખડતા નથી, કાયા નિકળતા નથી. એ કોઈ અપૂર્વ ખૂબી છે. જીવને ખબર પડતી નથી, પણ કાળે કરીને પ્રાપ્ત થઇ આવશે. જ્ઞાનીપુરુષનું એટલું વચન એટલી પણ આજ્ઞા નક્કી થઈ હોય તો જીવનું કલ્યાણ થઈ જાય પણ જીવે સામાન્યપણું કરી નાખ્યું છે. તથા આરાધન કીધું નથી. સત્પુરુષની આજ્ઞાનો મને સદાય નિશ્ચય રહો – એ ભાવના અવશ્ય કરવાની છે.
જેવા પરિણામ હોય તેવા કર્મ બંધાય છે. આકરા પરિણામ હોય ત્યારે આકરા કર્મ બંધાય છે. આ એક કાંટો ભરાણો છે તે ત્રણે કાળને વિષે ફ્ે નહીં. જેવા પરિણામ પાપ પુણ્યના હશે તેવું ફળ મળશે. માટે કર્મ બાંધતા વખતે પરિણામ મોળા રાખવા. મન વચન કાયા ત્રણે જોગના આકરા પરિણામ હોય તો નીકાચીત કર્મ બંધાય માટે પાપની વખતે પરિણામ મોળા રાખવા.ભાવનાં ભાવતા થકાં કેવળજ્ઞાન હોય માટે પરિણામ ઉપર વાત છે. પુણ્યની વખતે પરિણામ આકરા હોય તો સારુ પુણ્ય બંધાય.
ભાણામાં ૧૦-૧૨ વસ્તુ પડી હોય પણ દૃષ્ટિ જેના ઉપર હોય તે ખવાય છે બીજી પડી રહે, માટે આત્મા ઉપર દષ્ટિ રાખવાથી એમ વિચાર આવે કે મારું નથી, આ મારો ભાવ નથી, મારું સ્વરૂપ જુદું છે. આ દેહાદિ મારું નથી. વિષય, કષાય, ક્રોધ, એ આદિ મારા નથી એમ લક્ષ રાખશો. એમ લક્ષ આવવાથી કર્મ બંધન થાય નહીં. માટે આત્મા ઉપર દૃષ્ટિ રાખવી એ કર્તવ્ય છે. આ દૃષ્ટિ સાધવા યોગ્ય છે.