________________
(૨૬૩)
તો મરી ગયા જાણજો. હવે એકે એકે અહીં આવી પ.કૃ.દેવના ચિત્રપટની પાટ ઉપર હાથ મૂકી,‘સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞા મારે માન્ય છે’’ એમ જેને ઈચ્છા હોય તે કહી જાય.
પછી હારબંધ બધા ઊઠી કહ્યા પ્રમાણે કહીને આ પ્રમાણે કૃપાળુદેવ આગળ હાથ મૂક્યોપછી પ્રભુશ્રીજી બોલ્યા :
-
‘‘અમે આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો અમે જામીનદાર છીએ, પણ જે કોઈ સ્વચ્છંદે વર્તશે અને આમ નહિ આમ કરી દૃષ્ટિફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી, પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુદેવને માનશે તેને કંઈ નહિ તો દેવગતિ તો છે જ.’’
આ પ્રતિજ્ઞા પુનામાં લેવડાવી હતી ત્યારે એક મુમુક્ષુભાઈ હાજર હતાં. તેમણે કહેલું: પુનામાં શ્રીએ પ્રતિજ્ઞા લેવડાવી ‘‘સંતના કહેવાથી મારે પ.કૃ.દેવની આજ્ઞા માન્ય છે’’. ત્યારે એક ભાઈએ ઊભા થઈને પૂછ્યું :- આની જોખમદારી કોણ લે ?
શ્રીએ કહ્યું –‘“અમારું હૃદય સમજશે તેની જોખમદારી અમે લઈએ છીએ’’ બાકી તો અંગુઠો દેખાડી કહ્યું,‘“નહીં તો કંઈ નહીં, રખડચા કરે ’’.