________________
-
જી બે મેલ સ્થિત
[ પ્રથમ-પ્રકાશનના બે બોલ તેજ રાખેલ છે. ] દશેક વર્ષ પહેલાં સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે પ્રતિકમિણની વિધિ માટેનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું. એ પુસ્તકમાં પ્રતિકમણની વિધિ સૂત્રો સાથે એવી સરસ રીતે આપવામાં આવ્યા હતા કે જેથી રોજે રોજ પ્રતિક્રમણ કરવાનો જેને મહાવો–ટેવ ન હોય એવી વ્યક્તિને પણ ઘરે પ્રતિક્રમણ કરવું હોય તો કોઈને પૂછવાની જરૂર ન રહે, વિધિની તમામ માહિતી સૂત્રો સાથે એ પુસ્તકમાંથી ક્રમબદ્ધ રીતે મળી રહે, એ પુસ્તક તૈયાર કર્યું હતું, પરમ પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્રસાગરજી મહારાજે, જેનું નામ સરળ પંચ પ્રતિક્રમણ છે.
ત્યાર પછી જ્યારે પૂજ્ય મહારાજશ્રીને મળવાનું થયું ત્યારે સાદર વંદના કરી મેં આવું સરસ પુસ્તક તૈયાર કરવા માટે તેમને આભાર માન્યો અને આ પ્રકારના પુસ્તકની સાધારણ સુશિક્ષિત પરંતુ રાજની ક્રિયા વિધિથી અપરિચીત એવી વ્યક્તિઓ માટે કેટલી બધી ઉપયોગીતા છે તે દર્શાવ્યું હતું,
પ, પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્રસાગરજી મહારાજ અને ૫, પૂ. મુનિ શ્રી મહાભદ્રસાગરજી મહારાજના વિશેષ સંપર્કમાં ત્યાર પછી આવવું થયું અને તેઓ આ પ્રકારના જૈન સમાજ ઉપયોગી ધમકામાં સતત કેવા પ્રવૃત્તિમય રહે છે તે જાણી વિશેષ આનંદ થયો.
વળી થોડાક સમય પહેલા સવત ૨૦૨૭ના ચૈત્ર સુદ ૧૩ ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણકના દિવસે સુરતમાં મારે જવુ થયુ હતુ ત્યારે ત્યાં એમણે તૈયાર કરાવેલ સુવર્ણાક્ષરી બારસાસૂત્ર અને તેની તેના ચિત્રો જોયો. | ગયે વરસે મુબઈ વરલીમાં [ સ'-૨૦૨૯] તેઓશીનુ ચાતુર્માસ હતુ ત્યારે તેમને વંદન કરવા ગયેલા. ત્યારે તેમની પાસેથી જાણવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org